GU/Prabhupada 0802 - કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે અધીર ધીર બને શકે છે



Lecture on SB 1.7.18 -- Vrndavana, September 15, 1976

તો આપણે ધીર બનવું પડે. પછી આપણને મૃત્યુથી ભય નહીં રહે. જ્યાં સુધી આપણે ધીર નથી... બે પ્રકારના માણસો હોય છે: ધીર અને અધીર. ધીર મતલબ જે વ્યક્તિ ઘણા બધા પરેશાનીઓના કારણો હોવા છતાં વિચલિત નથી થતો. કોઈ વ્યક્તિ પરેશાનીઓના કારણો ના હોય ત્યારે વિચલિત ના થાય. જેમ કે અત્યારે, વર્તમાન સમયે, આપણે મૃત્યુથી ભયભીત નથી. પણ જેવુ આપણે જોઈએ છીએ કે ભૂકંપ થયો છે, આપણે ડરી જઈએ છીએ કે આ મકાન તૂટી શકે છે, પરેશાનીના કારણો, તો આપણે ખૂબ જ વિચલિત થઈ જઈએ છીએ - ક્યારેક ચીસો પાડતા. તો જે વ્યક્તિ પરેશાનીના કારણ હોવા છતાં વિચલિત નથી, તેને ધીર કહેવાય છે. ધીરસ તત્ર ન મુહ્યતી (ભ.ગી. ૨.૧૩). આ ભગવદ ગીતાનું વિધાન છે. આપણે અધીરમાથી ધીર બનવું પડે. પણ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે, કેઇ અધીર વ્યક્તિ ધીર બની શકે છે. આ આંદોલનનો આ લાભ છે. કૃષ્ણોત્કીર્તન ગાન નર્તન પરૌ પ્રેમામૃતામ્ભો નિધિ ધિરાધીર. કૃષ્ણોત્કીર્તન ગાન નર્તન પરૌ પ્રેમામૃતામ્ભો નિધિ ધિરાધીર જન પ્રિયૌ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બંને વર્ગોના માણસોને પ્રસન્ન કરતું છે, ધીર અને અધીર. તે એટલું સરસ છે. ધિરાધીર જન પ્રિયૌ પ્રિય કરૌ નિર્મત્સરૌ પૂજિતૌ. આ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને છ ગોસ્વામીઓ દ્વારા અનુસરણ કરવામાં આવ્યું છે. વંદે રૂપ સનાતનૌ રઘુ યુગૌ શ્રી જીવ ગોપાલકૌ.

તો આ આંદોલન છે કેવી રીતે એક અધીરને ધીર બનાવવું. દરેક વ્યક્તિ અધીર છે. કોણ મૃત્યુથી ભયભીત નથી? કોણ નથી...? અવશ્ય, અજ્ઞાનવાદી છે, તે લોકો ભૂલી જાય છે. પણ પીડા તો છે જ. આપણે જોઈએ છીએ કેવી રીતે વ્યક્તિ મૃત્યુ સમયે પીડાય છે. કોઈ વ્યક્તિઓ મરી રહ્યા છે... અત્યારે એ બહુ જ સામાન્ય થઈ ગયું છે... કોમા. વ્યક્તિ અઠવાડીયા, બે અઠવાડીયાથી પલંગ પર પડેલું છે, રડે છે; પ્રાણ જતાં નથી, જે લોકો બહુ જ, બહુ જ પાપી છે. તો મૃત્યુના સમયે બહુ જ પીડા થાય છે. મૃત્યુના સમયે બહુ જ પીડા થાય છે, અને જ્યારે તમને રોગ થયો હોય ત્યારે પણ પીડા છે, અને તમે જ્યારે વૃદ્ધ થાઓ છો ઘણી બધી પીડાઓ છે. શરીર મજબૂત નથી. આપણે ઘણી બધી રીતે પીડાઈએ છીએ, વિશેષ કરીને સંધિવા અને અપચો. પછી રક્તનું દબાણ, માથાનો દુખાવો, ઘણી બધી વસ્તુઓ. તેથી વ્યક્તિને પ્રશિક્ષણ મળવું જોઈએ કેવી રીતે ધીર બનવું. આ વસ્તુઓ, વિચલનો, આપણને અધીર બનાવે છે, અને આપણને પ્રશિક્ષણ મળવું જોઈએ કેવી રીતે ધીર બનવું. તે આધ્યાત્મિક શિક્ષા છે. વ્યક્તિએ તે જાણવું જ પડે, માત્રા સ્પર્શાસ તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુખ દા: (ભ.ગી. ૨.૧૪). આ પીડાઓ, માત્રા સ્પર્શાસ:, તન-માત્રા. ઇન્દ્રિયોને કારણે, ઇન્દ્રિય અનુભવ, આપણે પીડાઈએ છીએ. અને ઇન્દ્રિયો ભૌતિક પ્રકૃતિની બનેલી છે. તો વ્યક્તિએ ભૌતિક પ્રકૃતિથી પરે જવું પડે, પછી તે ધીર બની શકે. નહિતો, વ્યક્તિએ અધીર જ રહેવું પડે. ધિરાધીર જન પ્રિયૌ પ્રિય કરૌ.