GU/Prabhupada 0811 - રૂપ ગોસ્વામીની શિક્ષા - એક યા બીજી રીતે, તમે કૃષ્ણથી આસક્ત બનો



761008 - Lecture SB 01.07.51-52 - Vrndavana

તો એવું ના ગણતાં કે કૃષ્ણ, કારણકે તેઓ અવતરિત થયા હતા, વૃંદાવનમાં એક ગોપાળ તરીકે, ક્યારેય વિચારતા નહીં... અવશ્ય, વૃંદાવન વાસી, તેઓ જાણતા નથી કે કૃષ્ણ શું છે. તો ગામડાના વાસીઓ છે. તેઓ જાણતા નથી. પણ તેઓ કૃષ્ણ સિવાય કોઈને વધુ પ્રેમ નથી કરતાં. તે તેમની યોગ્યતા છે. તે લોકો વિષ્ણુને પણ પ્રેમ નથી કરતાં. જ્યારે ગોપીઓએ વિષ્ણુમુર્તિને જોયા - કૃષ્ણે વિષ્ણુમુર્તિનું રૂપ લીધું, તે પસાર થઈ રહી હતી - તેમણે કહ્યું, "ઓહ, અહી વિષ્ણુ છે. ઠીક છે. નમસ્કાર." તેમને વિષ્ણુમાં પણ રસ હતો નહીં. તેમને ફક્ત કૃષ્ણમાં જ રસ હતો, જોકે તેઓ જાણતા નથી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેવી જ રીતે, જો, કૃષ્ણને જાણ્યા વગર, જો તમે ફક્ત કૃષ્ણથી આસક્ત થઈ જાઓ, તો તમારું જીવન સફળ છે. ફક્ત, એક યા બીજી રીતે, તમે કૃષ્ણ સાથે આસક્ત થાઓ. મયી આસક્ત મના: પાર્થ યોગમ યુંજન મદ... (તોડ) જ્ઞાસ્યસી તછ છૃણુ (ભ.ગી. ૭.૧). ફક્ત તમારે.. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. એક યા બીજી રીતે, તમે કૃષ્ણ પ્રતિ તમારી આસક્તિને વધારો. એક યા બીજી રીતે. યેન તેન પ્રકારેણ મન: કૃષ્ણે નિવેશયેત (ભ.ર.સિ. ૧.૨.૪). આ રૂપ ગોસ્વામીની શિક્ષા છે. એક યા બીજી રીતે, તમે કૃષ્ણથી આસક્ત બનો. પછી તમારું જીવન સફળ છે.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને પ્રેરવાનો પ્રયાસ કરે છે કેવી રીતે કૃષ્ણમાં આસક્ત બનવું. તે ભક્તિયોગ છે. યેન તેન પ્રકારેણ મન: કૃષ્ણે નિવેશયેત. પછી? વિધિ નિષેધા: ભક્તિયોગ માટે ઘણા બધા નીતિ નિયમો છે. હા, તે છે. અને રૂપ ગોસ્વામી કહે છે, સર્વે વિધિ નિષેધા: સ્યૂર એતયોર એવ કિંકરા: (પદ્મ પુરાણ, બૃહત સહસ્ર નામ સ્તોત્ર). એક યા બીજી રીતે, જો તમે કૃષ્ણથી આસક્ત બનો, તો બધી જ વિધિઓ અને નીતિ નિયમો, તમારા સેવક તરીકે કાર્ય કરશે. તે આપેમેળે (અસ્પષ્ટ). કારણકે જેવા તમે કૃષ્ણથી આસક્ત બનો છો, કૃષ્ણ કહે છે, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા.

ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા
શશ્વચ છાંતિમ નિગચ્છતી
કૌંતેય પ્રતિજાનિહિ
ન મે ભક્ત: પ્રણશ્યતિ
(ભ.ગી. ૯.૩૧)

ક્ષિપ્રમ, બહુ જ જલ્દી. અપિ ચેત સુદૂરાચારો ભજતે મામ અનન્ય ભાક સાધુર એવ સ મંતવ્ય: (ભ.ગી. ૯.૩૦).

એવું ના વિચારો કે આ યુરોપિયાનો અને અમેરિકનો, તેઓ મ્લેચ્છ અને યવન છે. તે અપરાધ છે. કારણકે તેઓ સાધુ છે. તે લોકો જાણતા નથી... તેમણે કૃષ્ણનો કોઈપણ ગમા અણગમાની સમજણ વગર સ્વીકાર કર્યો છે, કે "આ બધુ સરસ છે, આ બધુ સરસ છે, આ બધુ સરસ છે." તેઓ ચુસ્તપણે તેમના ગુરુની શિક્ષાનું પાલન કરી રહ્યા છે. કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). અમારા સંગમાં એક નાનું બાળક પણ, શ્યામસુંદરની પુત્રી, તે કોઈ વ્યક્તિની પાસે જશે - તે ફક્ત પાંચ વર્ષની છે - તે પૂછશે "તમે કૃષ્ણને જાણો છો?" તો તે કહેશે, "ના, હું નથી જાણતો." "ઓહ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન." તે તેવી રીતે પ્રચાર કરે છે. તો તે લોકો આશ્વસ્ત છે, કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ. આ વિશ્વાસ સર્વોચ્ચ ગુણ છે. પછી બીજી વસ્તુઓ આવશે. સર્વે વિધિ નિષેધા: સ્યૂર એતયોર એવ કિંકરા: તો જો વ્યક્તિ ફક્ત આ મુદ્દા પર આશ્વસ્ત છે, કે કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ, અને તે તેવું કરે છે, સિદ્ધાંતનું પાલન કરે છે, કૃષ્ણેક શરણમ, (અસ્પષ્ટ), વર્ણાશ્રમ ધર્મ. કૃષ્ણેક શરણમ. તેની જરૂર છે. મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તો તે કરો. આ સિદ્ધાંત પર વળગી રહો, કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કૃષ્ણ પર-તત્ત્વ છે, પરમ સત્ય, અને કૃષ્ણ સર્વ-વ્યાપક છે. મયા તતમ ઈદમ સર્વમ (ભ.ગી. ૯.૪). કૃષ્ણ સર્વત્ર છે. જગદ અવ્યક્તમુર્તિના. આ અવ્યક્ત. કૃષ્ણની શક્તિ બધે જ છે.