GU/Prabhupada 0812 - આપણે પવિત્ર નામનો જપ કરવા માટે આનાકાની કરીએ છીએ



741010 - Lecture SB 01.08.30 - Mayapur

જો ફક્ત આપણે કૃષ્ણનું બંધારણ સમજવાનો પ્રયત્ન કરીશું, તો આપણે મુક્ત બની જઈશું. અને જો તમે સમજવાનો પ્રયત્ન કરશો, કૃષ્ણ મદદ કરશે. કૃષ્ણ કહે છે, શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ: પુણ્ય શ્રવણ કીર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). જેટલું આપણે કૃષ્ણ વિશે વધુ સાંભળીએ, આપણે શુદ્ધ થઈએ છીએ. આપણે કૃષ્ણને સમજી ના શકીએ કારણકે આપણે શુદ્ધ નથી. પણ, ફક્ત જો તમે કૃષ્ણ નામ સાંભળો - હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે - જો તમે જપ કરો અને સાંભળો, તમે શુદ્ધ થાઓ છો. તો શા માટે આપણે સા સરળ વિધિ ના ગ્રહણ કરીએ અને જેમ તેની શાસ્ત્રમાં ભલામણ થયેલી છે, હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧), ફક્ત હરે કૃષ્ણ, હરે કૃષ્ણનો જપ કરો, ચોવીસ કલાક? કીર્તનીય: સદા હરિ: (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૧, શિક્ષાષ્ટકમ ૩). તમે સિદ્ધ બનો છો. શા માટે આપણે આ તક ખોઈ રહ્યા છીએ? તે આપણું દુર્ભાગ્ય છે. તે શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવ્યું છે, એતાદ્રશી તવ કૃપા ભગવન મમાપી: (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬, શિક્ષાષ્ટકમ ૨) "મારા પ્રભુ, તમે આટલી ઉદાર રીતે તમારી કૃપા બતાવી છે, કે નામ, તમારા નામનો જપ, પર્યાપ્ત છે." નામ્નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ: (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬, શિક્ષાષ્ટકમ ૨). આ નામનો જપ, અભિન્નત્વાન નામ નામીનો: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩), તેમાં બધી જ શક્તિ છે. નામ્નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ તત્રાર્પિતા. બધી જ શક્તિઓ છે.નામ્નામ અકારી... અને ઘણા બધા નામો છે, ફક્ત એક જ નામ નહીં. જો તમને કૃષ્ણનું નામ જપ કરવું ના ગમતું હોય, તો બીજા નામો પણ છે, કોઈ પણ નામ. હરેર નામ હોવું જોઈએ, નામ, હરિનું નામ, બીજું નહીં, હરેર નામ. પછી તમે બધી શક્તિઓ મેળવો છો. નામ્નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ તત્રાર્પિતા. અને નિયમિત: સ્મરણે ન કાલ: અને કોઈ ગણના નથી કે તમારે સવારે જપ કરવો જોઈએ અથવા સાંજે અથવા જ્યારે તમે શુદ્ધ છો અથવા શુદ્ધ નથી. કોઈ પણ સંજોગોમાં, તમે જપ કરી શકો. નિયમિત: સ્મરણે ન કાલ: કોઈ આવી ગણના નથી.

તો કૃષ્ણ લોકોને એટલા સસ્તામાં પ્રાપ્ય છે, ખાસ કરીને કલૌ, આ કલિયુગમાં. છતાં, આપણે પવિત્ર નામનો જપ કરવા માટે આનાકાની કરીએ છીએ. તેથી ચૈતન્ય મહાપ્રભુ ખેદ કરે છે, એતાદ્રશી તવ કૃપા ભગવન મમાપી: "જોકે તમે આ પતિત આત્મા પર એટલા ઉદાર અને દયાળુ છો, છતાં, હું એટલો દુર્ભાગ્યશાળી છું, હું આ પવિત્ર નામનો જપ કરવાની ઈચ્છા નથી કરતો." આ આપણી સ્થિતિ છે, જીદ, કુતરાની જીદ. પણ જો આપણે તે કરીએ, તો આપણે શુદ્ધ બનીએ છીએ. નષ્ટ પ્રાયેશુ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). તેથી ચૈતન્ય મહાપ્રભુની ભલામણ છે શ્રીમદ ભાગવતમ વાંચવું, ક્યાં તો શુદ્ધ થઈને, અથવા શુદ્ધ થયા વગર, તમે વાંચી શકો છો, જપ કરી શકો છો. આ આપણો વૈષ્ણવ નિયમ છે, કર્તવ્ય. જેટલું વધુ શક્ય હોય તેટલું, આપણે ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમ વાંચવું જોઈએ. અને આવું કોઈ પણ સાહિત્ય - ચૈતન્ય ચરિતામૃત, બ્રહ્મસંહિતા. તેમાથી કોઈ પણ અથવા બધા જ, તેનો ફરક નથી પડતો. અને ચોવીસ કલાક હરે કૃષ્ણનો જપ. આ આપણું કાર્ય છે.

તો આપણે આ તક દરેક વ્યક્તિને આપી રહ્યા છે. આપણે આ મોટી ઇમારત બાંધી છે, અથવા વધુને વધુ બાંધી રહ્યા છીએ - શા માટે? દરેક વ્યક્તિને તક આપવા માટે. કૃપા કરીને અહી આવો. જપ કરો, હરે કૃષ્ણ કીર્તનમાં જોડાવો, પ્રસાદમ ગ્રહણ કરો, અને તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો, તમારામાં જે પણ પ્રતિભા છે, સરળતાથી, બહુ કષ્ટપૂર્વક નહીં. જો તમે કશું પણ કરવાનું જાણો છો, તે કૃષ્ણ માટે કરો. દરેક વ્યક્તિ જાણે છે. દરેક વ્યક્તિ પાસે કોઈ હોશિયારી છે. તો તે પ્રતિભાનો ઉપયોગ કૃષ્ણ માટે થવો જોઈએ. અને જો અમે વિચારો કે "ના, હું ફક્ત જપ કરીશ," ઠીક છે, તમે જપ કરો. પણ જપ કરવાના નામ પણ ઊંઘી ના જાઓ. તે... છેતરશો નહીં. તે છેતરપિંડી સારું નથી. જો તમે વિચારો કે તમે હરિદાસ ઠાકુરની જેમ જપ કરી શકો છો, તો તમે ફક્ત જપ કરો. અમે ભોજન પૂરું પાડીશું. કોઈ ચિંતા નથી. પણ છેતરવાનો પ્રયત્ન ના કરો. તમે પ્રવૃત્ત હોવા જ જોઈએ. યત કરોષી યજ જુહોષી યદ અશ્નાસી, કુરુશ્વ તદ મદ અર્પણમ (ભ.ગી. ૯.૨૭). અવશ્ય, જો તમે ચોવીસ કલાક જપ કરી શકો, તે બહુ જ સરસ છે. પણ તે શક્ય નથી. આપણે એટલા ઉન્નત નથી. આપણે કૃષ્ણ માટે કશું કરવું જ જોઈએ.

તો આ છે... આ સંસ્થા, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તે દરેક વ્યક્તિને તક આપે છે. અને અમે આ ઉદેશ્યથી આખી દુનિયામાં કેન્દ્રો ખોલી રહ્યા છીએ, કે તમે આવો, હરે કૃષ્ણ મંત્રનો જપ કરો, કૃષ્ણ વિશે સાંભળો, ભાગવતમ, ભગવદ ગીતા, અને જે પણ તમે કરી શકો, ફક્ત કૃષ્ણ માટે કરો. પછી તમારું જીવન સફળ છે.

આપનો ખૂબ ખૂબ આભાર.