GU/Prabhupada 0814 - ભગવાનને કશું કરવાનું હોતું નથી. તેઓ આત્મ-નિર્ભર છે. કે નથી તેમને કોઈ ઈચ્છા741012 - Lecture SB 01.08.32 - Mayapur

નિતાઈ: "કોઈ કહે છે કે અજન્માએ જન્મ લીધો છે પુણ્યશાળી રાજાઓનો મહિમા વધારવા, અને બીજા કહે છે કે તેમણે જન્મ લીધો છે રાજા યદુને પ્રસન્ન કરવા, તમારા એક સૌથી પ્રિય ભક્ત. તમે તેમના પરિવારમાં તેવી રીતે અવતરિત થયા છો કે જેમ ચંદન મલય પર્વતમાળામાં ઊગે છે."

પ્રભુપાદ:

કેચિદ આહુર અજમ જાતમ
પુણ્યશ્લોકસ્ય કિર્તયે
યદો: પ્રિયસ્યાન્વવાયે
મલયસ્યેવ ચંદનમ
(શ્રી.ભા. ૧.૮.૩૨)

તો કૃષ્ણે કશું કરવાનું હોતું નથી. તેઓ પરમ છે. શા માટે તેમણે કશું કરવું પડે? ન તસ્ય કાર્યમ કારણમ. આ વ્યાખ્યા વેદોમાં છે: "ભગવાને કશું કરવાનું નથી. તેઓ આત્મનિર્ભર છે. કે નથી તેમને કોઈ ઈચ્છા." જેમ કે આપણે આ જમીન ખરીદવાનું વિચારી રહ્યા છે, તે જમીન. શા માટે કૃષ્ણ તેવું વિચારે? કારણકે દરેક જમીન તેમની જ છે. તો તેમણે કશું ખરીદવાનું નથી. દરેક વસ્તુ છે. તો શા માટે તેઓ અવતરિત થાય છે? તે જ રીતે, જેમ કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે. તેઓ અવતરિત થાય છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). તેઓ ભક્તોને સુરક્ષા આપવા ઈચ્છે છે, ભક્તોનો મહિમા વધારવા. તે તેમનું કાર્ય છે. નહિતો તેમને કોઈ કાર્ય નથી. તેમણે કશું કરવાનું હોતું નથી. જેમ કે એક ભક્તને કૃષ્ણની સેવા સિવાય બીજું કશું કરવાનું હોતું નથી, ફક્ત કૃષ્ણને પ્રસન્ન કરવા, તેવી જ રીતે, કૃષ્ણે કશું કરવાનું હોતું નથી, પણ તેમને ભક્તોની મહિમા વધારવી છે. આ આદાનપ્રદાન છે. યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). જો તમે... જો તમે તમારું જીવન પરમ ભગવાનના ગુણગાન કરવામાં સમર્પિત કરો, ભગવાન પણ તૈયાર છે. તેમનું કાર્ય છે તમારી મહિમા વધારવાનું. નહિતો, તેમને કોઈ કાર્ય નથી.

તેથી અહી તે કહ્યું છે કે પ્રિયસ્ય, યદો: પ્રિયસ્ય. યદુ રાજા કૃષ્ણની સેવા કરીને તેમના બહુ જ પ્રિય થયા હતા. પ્રિયસ્ય.... જેમ કૃષ્ણ ભક્તના ખૂબ જ પ્રિય હોય છે, તેવી જ રીતે ભક્તો પણ કૃષ્ણને ખૂબ જ, ખૂબ જ પ્રિય હોય છે. બીજો શ્લોક છે, સ્વ પાદ મૂલમ ભજત: પ્રિયસ્ય (શ્રી.ભા. ૧૧.૫.૪૨). સ્વ પાદ મૂલમ ભજત: પ્રિયસ્ય: "જો વ્યક્તિ કૃષ્ણના ચરણ કમળમાં પ્રવૃત્ત હોય, તે બહુ, બહુ જ પ્રિય બની જાય છે." સ્વ પાદ મૂલમ ભજત: પ્રિયસ્ય. ભજત:, જે વ્યક્તિ ફક્ત સેવા આપવામાં પ્રવૃત્ત છે, કૃષ્ણના ચરણ કમળમાં - તેને બીજું કોઈ કાર્ય નથી - તે પ્રિય બને છે. અને જેવો તે પ્રિય બને છે, અથવા કૃષ્ણને પ્રિય, પછી તેની બધી સમસ્યાઓનું સમાધાન આવી જાય છે. જેમ કે તમે એક બહુ મોટા, ધનવાન માણસના પ્રિય પુત્ર બનો, તો તમારી સમસ્યા ક્યાં છે? આપમેળે તેનું સમાધાન થઈ જાય છે. કારણકે તે એક બહુ મોટા માણસનો પ્રિય પુત્ર બની ગયો છે, તો તેની સમસ્યા શું છે? કોઈ સમસ્યા નહીં. તેવી જ રીતે, આપણે કૃષ્ણને પ્રિય બનવું પડે. પછી આપણી બધી સમસ્યાઓ ઊકલી જાય છે.

આ ધૂર્તો, કર્મીઓ, તે જાણતા નથી. તેમને પોતાના પ્રયાસોથી સુખી બનવું છે. તેને કર્મી કહેવાય છે. તેઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે - તે જ વસ્તુ - સુખી થવા માટે, અને ભક્ત પણ સુખી થવાનો પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે. સુખમ આત્યંતિકમ યત તદ અતિન્દ્રિય ગ્રાહ્યમ (ભ.ગી. ૬.૨૧). દરેક વ્યક્તિ સુખી થવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણકે સુખી બનવું સ્વાભાવિક વૃત્તિ છે. આનંદમયો અભ્યાસાત (વેદાંતસૂત્ર ૧.૧.૧૨). દરેક વ્યક્તિ સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ કર્મીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, તેઓ જાણતા નથી કે પૂર્ણ રીતે સુખી કેવી રીતે બનવું. તેઓ તેમનો પોતાનો પ્રયાસ કરી રહ્યા છે. કર્મીઓ વધુ સખત પરિશ્રમ કરવાનો પ્રયાસ કરે છે, સખત, દિવસ અને રાત, ધન કમાવવા માટે, "એક યા બીજી રીતે, કાળું ધોળું કરીને. ધન લાવો. મારે એક સરસ ગાડી, સરસ ઘર, સરસ બેન્ક બેલેન્સ, હોવું જ જોઈએ." આ કર્મી છે. અને જ્ઞાની, જ્યારે તે કામ કરીને કંટાળી જાય છે, જ્યારે તે સમજે છે કે "આ સખત પરિશ્રમ કરવો અને બેન્ક બેલેન્સ મને કોઈ રીતે સુખી નહીં કરી શકે, તો તેથી આ ખોટું છે, આ બધા કાર્યો, હું શું છું..." બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તો તેઓને નફરત થાય છે અને 'બ્રહ્મ સત્યમ' તરફ ઢળે છે.