GU/Prabhupada 0813 - સાચી સ્વતંત્રતા છે આ ભૌતિક નિયમોના પાશમાથી કેવી રીતે મુક્ત થવું



751011 - Lecture BG 18.45 - Durban

આ પ્રહલાદ મહારાજનું કથન છે. તેઓ તેમની શાળાના મિત્રોમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યા હતા. કારણકે તેઓ એક દાનવ પિતા, હિરણ્યકશિપુ, ના પરિવારમાં જન્મ્યા હતા, તેમને "કૃષ્ણ" ઉચ્ચારવાની પણ મનાઈ હતી. તેમને રાજમહેલમાં કોઈ તક મળતી હતી નહીં, તો જ્યારે તેઓ શાળાએ આવતા હતા, ટિફિન લેવાના સમયે તેઓ તેમના નાના મિત્રોને બોલાવતા, પાંચ વર્ષના, અને તેઓ આ ભાગવત ધર્મનો પ્રચાર કરતાં. અને મિત્રો કહેતા, "મારા પ્રિય પ્રહલાદ, અત્યારે અમે નાના બાળકો છીએ. ઓહ, આ ભાગવત ધર્મનો મતલબ શું છે? ચાલો આપણે રમીએ." "ના,: તેઓ કહેતા, "ના." કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઈહ, દુર્લભમ માનુષમ જન્મ (શ્રી.ભા. ૭.૬.૧): "મારા પ્રિય મિત્રો, એવું ના કહો કે તમે કૃષ્ણ ભાવનામૃતની કેળવણી મોટી ઉમ્મર માટે બાજુ પર મૂકી દેશો. ના, ના." દુર્લભમ. "આપણે જાણતા નથી કે આપણે ક્યારે મરી જઈશું. આવતા જન્મ પહેલા આપણે આ કૃષ્ણ ભાવનામૃતનું શિક્ષણ પૂર્ણ કરવું જ પડે." તે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. નહિતો આપણે તક ગુમાવી રહ્યા છીએ.

તો દરેક વ્યક્તિને હમેશ માટે જીવવું છે, પણ પ્રકૃતિ તે અનુમતિ નહીં આપે. તે હકીકત છે. આપણે બહુ સ્વતંત્ર વિચારી શકીએ છીએ, પણ આપણે સ્વતંત્ર નથી. આપણે પ્રકૃતિના કડક કાયદા હેઠળ છીએ. એક યુવાન માણસ તરીકે, તમે કહી શકો છો કે "હું એક વૃદ્ધ માણસ નહીં બનું." ના. તમારે બનવું જ પડશે. તે પ્રકૃતિનો નિયમ છે. અને જો તમે કહેશો, "હું મરીશ નહીં," ના, તમારે મરવું જ પડશે. તો આ પ્રકૃતિનો નિયમ છે. તો આપણે, આપણે તેથી મૂઢ છીએ. આપણે વ્યાવહારિક રીતે જાણતા નથી કે પ્રકૃતિનો નિયમ શું છે.

પ્રકૃતે: ક્રિયમાણાની
ગુણે: કર્માણી સર્વશ:
અહંકાર વિમુઢાત્મા
કર્તાહમ ઈતિ મન્યતે
(ભ.ગી. ૩.૨૭)

દરેક વસ્તુ પ્રકૃતિના નિયમોથી ખેંચાઇ રહી છે, અને છતાં, કારણકે આપણે એટલા મૂર્ખ અને ધૂર્ત છીએ, આપણે વિચારીએ છીએ "સ્વતંત્ર." આ આપણી ભૂલ છે. આ આપણો વાંક છે. આપણે જાણતા નથી કે જીવનનું લક્ષ્ય શું છે, કેવી રીતે પ્રકૃતિ, આપણને લઈ જાય છે, કેવી રીતે આપણે પોતાને જીવનની સમસ્યાઓમાથી બચાવી શકીએ. આપણે જીવનની કામચલાઉ સમસ્યાઓનું સમાધાન કરવામાં વ્યસ્ત છીએ, જેમ કે નિર્ભરતા અને સ્વતંત્રતા. આ કામચલાઉ સમસ્યાઓ છે. વાસ્તવમાં આપણે સ્વતંત્ર નથી. આપણે પ્રકૃતિના નિયમો પર નિર્ભર છીએ. અને ધારોકે આપણે સ્વતંત્ર બનીએ છીએ, કહેવાતા સ્વતંત્ર, થોડા દિવસો માટે. તે સ્વતંત્રતા નથી. સાચી સ્વતંત્રતા છે કેવી રીતે આ ભૌતિક નિયમોના પાશમાથી મુક્ત થવું.

તેથી કૃષ્ણ તમારી સમક્ષ સમસ્યાઓ પ્રસ્તુત કરે છે... આપણને ઘણી બધી સમસ્યાઓ છે, પણ તે કામચલાઉ છે. સાચી સમસ્યા છે, કૃષ્ણ કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). એક જ્ઞાની માણસે હમેશા સાચી સમસ્યા જાણવી જોઈએ. શું છે તે? જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. આ છે સાચી સમસ્યા. તો મનુષ્ય જીવન આ ચાર સમસ્યાઓના સમાધાન માટે મળ્યું છે: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. અને તે કૃષ્ણ ભાવનામૃતની મદદથી કરી શકાય છે. તો આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ધપાવી રહ્યા છે જીવનની મુખ્ય સમસ્યાઓના સમાધાન માટે. તો અમારી વિનંતી છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃતને ખૂબ જ ગંભીરતાપૂર્વક ગ્રહણ કરો, અને જીવનની મુખ્ય સમસ્યાઓનું સમાધાન કરો. અને તે જીવનની સમસ્યાઓ ફક્ત કૃષ્ણને સમજવાથી ઉકેલાઈ શકે છે. ફક્ત કૃષ્ણને સમજવાથી.

જન્મ કર્મ ચ દિવ્યમ
મે યો જાનાતી તત્ત્વત:
ત્યક્ત્વા દેહમ પુનર જન્મ
નૈતિ મામ એતિ કૌંતેય
(ભ.ગી. ૪.૯)

આ સમસ્યાનો ઉકેલ છે.