GU/Prabhupada 0835 - આધુનિક રાજનેતાઓ કર્મ પર ભાર આપે છે કારણકે તેમણે ભૂંડો અને કુતરાઓની જેમ કામ કરવું હોય છે



Lecture on SB 5.5.33 -- Vrndavana, November 20, 1976

પ્રભુપાદ: ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). જે વ્યક્તિ કૃષ્ણને તત્ત્વત: સમજે છે, તે તરત જ મુક્ત વ્યક્તિ છે. તે આધ્યાત્મિક જગત પર સ્થાનાંતરિત થવા માટે યોગ્ય છે. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ. પુનર જન્મ... જે વ્યક્તિ કૃષ્ણને સમજતો નથી, તેણે જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન કરવું પડશે. નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મની (ભ.ગી. ૯.૩). જ્યાં સુધી તમે કૃષ્ણને સમજો નહીં - હરિમ વિના ન મૃતિમ તરન્તિ - તમે મૃત્યુ, જન્મ, વૃદ્ધાવસ્થા અને રોગથી મુક્ત ના થઈ શકો. તે શક્ય નથી.

તો જો તમારે તમારા જીવનને વાસ્તવમાં સફળ બનાવવું છે, તમારે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. પછી તમારું જીવન સફળ છે. અને કૃષ્ણને સમજવામાં, કોઈ બીજી પદ્ધતિ તમને મદદ નહીં કરે. કૃષ્ણ કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). ક્યારેય નથી કહ્યું કે "મને યોગ પદ્ધતિ અથવા કર્મ અથવા જ્ઞાન દ્વારા સમજી શકાય છે." આધુનિક રાજનૈતિકો, તેઓ કર્મ પર ભાર આપે છે કારણકે તેમણે ભૂંડ અને કુતરાની જેમ સખત પરિશ્રમ કરવો છે. તે કર્મયોગ વિશે વિચારે છે... તો કર્મયોગ સારું છે, પણ કર્મીઓ મૂઢ છે. જે લોકો ફક્ત દિવસ અને રાત ઇન્દ્રિય તૃપ્તિ માટે સખત મહેનત કરે છે, તેઓ ભૂંડો અને કુતરાઓ કરતાં વધુ સારા નથી. તેઓ વધુ સારા નથી. પણ કર્મયોગ અલગ વસ્તુ છે. કર્મયોગ મતલબ જે વ્યક્તિને કોઈ વસ્તુ ઉત્પન્ન કરવામાં આસક્તિ છે, કઈક કામ કરવામાં આસક્તિ છે. તો કૃષ્ણ કહે છે કે "હા, તમે તે કરી શકો છો, પણ," યત કરોષી યજ જુહોષી યદ અષ્નાષી યત તપસ્યસી કુરુષ્વ તદ મદ... (ભ.ગી. ૯.૨૭), "પરિણામ તું મને અર્પિત કર." અનાશ્રિત: કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતી ય:, સ સન્યાસી (ભ.ગી. ૬.૧).

તો જે પણ વ્યક્તિ કર્મનું પરિણામ લેતો નથી, તો તે સન્યાસી છે. ધારો કે તમે કમાઓ છો... તમે એક વેપારી છો, તમે બે લાખ રૂપિયા કમાયા છે - પણ કૃષ્ણને આપો છો. અનાશ્રિત: કર્મ ફલમ. નહિતો, તમે તે બે લાખ રૂપિયાનું શું કરશો? જો તમે તે નહીં લો, તો શું તમે તેને ફેંકી દેશો? "ના, હું શા માટે તેને ફેંકી દઇશ? તેનો કૃષ્ણ માટે ઉપયોગ થવો જોઈએ." તો... આ ભૌતિક જગતમાં લોકો ધન કમાવવા માટે બહુ જ ઉત્સાહી છે. આપણે વ્યાવહારિક રીતે જોઈ શકીએ છીએ, વિશેષ કરીને પાશ્ચાત્ય દેશમાં. પણ જો તેઓ તેમનો નફો કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આગળ ધપાવવામાં પ્રવૃત્ત કરે, તો તેમનું ધન પછી પરમાણુ બોમ્બ બનાવવામાં નહીં વપરાય. નહિતો તે પરમાણુ બોમ્બ ફેંકવામાં વપરાશે. હું તારું માથું ફોડીશ અને તું મારૂ માથું ફોડજે. તેઓ બંને, આપણે સમાપ્ત થઈ જઈશું.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.