GU/Prabhupada 0834 - ભક્તિ ફક્ત ભગવાન માટે જ હોય છે



Lecture on SB 3.25.19 -- Bombay, November 19, 1974

જીવનના ભૌતિક ગુણોથી ઓછું પ્રભાવિત થવા માટે, વ્યક્તિએ આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્તર પર આવવું પડે. નહિતો તે શક્ય નથી. અને તે, તે જ વિધિ પર ફરીથી ભાર મૂકવામાં આવી રહ્યો છે: ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવતી (શ્રી.ભા. ૩.૨૫.૧૯)... ભક્તિ, તે ક્યાં કરવામાં આવે છે? કોઈ વ્યક્તિ કહે છે, "મારે ભક્તિ છે." તમને ભક્તિ ક્યાં છે? "હવે, મારે મારી પત્ની માટે બહુ જ ભક્તિ છે. હું તેને બહુ જ પ્રેમ કરું છું. હું તેની બહુ જ કાળજી રાખું છું. જો હું તેને જોઉ નહીં, હું પાગલ બની જાઉં છું." તો આ પ્રકારની ભક્તિ અહી સમજાવેલી નથી. "મને મારા પરિવાર માટે ભક્તિ છે. મને મારા દેશ માટે ભક્તિ છે. મને દુર્ગાદેવી માટે ભક્તિ છે. મને ઘણા દેવતાઓ માટે ભક્તિ છે..." ના. તે પ્રકારની ભક્તિ મદદ નહીં ચાલે. તેથી તે ચોક્કસપણે કહ્યું છે, ભક્ત્યા ભગવતી. ભગવતી, "પરમ ભગવાન માટે..." કયા પ્રકારના ભગવાન? હવે, અત્યારે ઘણા બધા ભગવાનો છે. ના, ના તે પ્રકારના બનાવટી ભગવાન નહીં, પણ કયા પ્રકારના? અખિલાત્મની. તમે આ કહેવાતા બનાવટી ભગવાનને પૂછો કે "તમે અખિલાત્મન છો? તમે દરેકના હ્રદયમાં છો? તમે શું કહી શકો કે હું અત્યારે શું વિચારી રહ્યો છું?"

તો ભગવાન મતલબ તેઓ અખિલાત્મ હોવા જોઈએ. કહેવાતા ભગવાનથી ગેરમાર્ગે દોરવાતા નહીં. બધુ જ છે. ભગવાન મતલબ અખિલાત્મની. તેઓ જાણે છે. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, ઈશ્વર: સર્વભૂતાનામ હ્રદ-દેશે (ભ.ગી. ૧૮.૬૧). જો તમે ઈશ્વર છો, તો તમે દરેકના હ્રદયમાં હોવા જ જોઈએ. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ઠ: (ભ.ગી. ૧૫.૧૫). ઈશ્વર... કૃષ્ણ ઈશ્વર છે. તેથી તેઓ કહે છે, સર્વસ્ય ચાહમ હ્રદી સન્નિવિષ્ઠ: "હું દરેકના હ્રદયમાં રહું છું." તો જો તમે ઈશ્વર: છો, જો તમે ભગવાન છો, તમે મારા હ્રદયમાં રહો છો? શું તમે જાણો છો કે હું અત્યારે શું વિચારી રહ્યો છું? તો અખિલાત્મની. દરેક વસ્તુનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ભક્તિ ફક્ત ભગવાન માટે છે. એવું નહીં કે "મારી ભક્તિ આના માટે છે કે તેના માટે, આ દેવતા માટે, તે દેવતા માટે, મારા પરિવાર માટે, મારા દેશ માટે, મારા સમાજ માટે, મારી પત્ની માટે, મારી બિલાડી માટે, મારા કુતરા માટે." તે ભક્તિ નથી. તે માત્ર બનાવટ છે. તે કામ છે. તે ઈચ્છા છે. તે ભક્તિ નથી. ભક્તિ મતલબ ભગવતી. ભગવતી મતલબ અખિલાત્મની.

તો જો આપણે તે કૃષ્ણ ભાવનામૃત, ભક્તિ, વિકસિત કરીએ, તો આપણું જીવન, સફળ જીવન, બ્રહ્મ સિદ્ધયે, પૂર્ણ આત્મ-સાક્ષાત્કાર, શક્ય થશે. તેથી તે કહ્યું છે, સદ્રશ: અસ્તિ શિવ: પંથા (શ્રી.ભા. ૩.૫.૧૯): "ના, બીજો કોઈ વિકલ્પ નથી." જો તમે... બ્રહ્મ સિદ્ધયે. બ્રહ્મ, કૃષ્ણ પરબ્રહ્મ છે. બ્રહ્મ સિદ્ધયે મતલબ સમજવું કે સંબંધ શું છે... "હું બ્રહ્મ છું." તે ઠીક છે. અહમ બ્રહ્માસ્મિ. પણ તમારો પરબ્રહ્મ સાથે સંબંધ શું છે? તે બ્રહ્મસિદ્ધયે છે. બ્રહ્મ અને પરબ્રહ્મ, તે બ્રહ્મ હોય છે. શા માટે...? આત્મા અને પરમાત્મા, ઈશ્વર અને પરમેશ્વર. તો જીવ અને પરમ જીવ. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). આ વેદિક માહિતી છે. બે હોય છે, હમેશા બે. આત્મા, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ. તો... અને બ્રહ્મસિદ્ધયે મતલબ ફક્ત તે જ સમજવું નહીં કે "હું બ્રહ્મ છું," પણ મારે સમજવું જ જોઈએ કે મારો પરબ્રહ્મ સાથે સંબંધ શું છે. તે છે બ્રહ્મસિદ્ધયે. તેનો મતલબ આપણે જાણવું જ જોઈએ કે પરબ્રહ્મ શું છે. તે પરબ્રહ્મ છે કૃષ્ણ.