GU/Prabhupada 0839 - જ્યારે આપણે બાળકો છીએ અને દૂષિત નથી, આપણે ભાગવત ધર્મમાં પ્રશિક્ષિત થવા જોઈએ



751203 - Lecture SB 07.06.02 - Vrndavana

પ્રભુપાદ: તો એકાકારવાદ નો કોઈ પ્રશ્ન જ નથી. આ એકાકારવાદ મિથ્યા છે. અલગ અસ્તિત્વ હોવું જ જોઈએ. પછી ત્યાં સંતુષ્ટિ છે. એક મિત્ર તેના મિત્રને પ્રેમ કરે છે, અને બીજો મિત્ર પ્રેમ આપે છે. તે સંતુષ્ટિ છે, એવું નહીં કે "તું મારો મિત્ર છે અને હું તારો મિત્ર છું. ચાલો આપણે એક બની જઈએ." તે શક્ય નથી, અને તે સંતુષ્ટિ નથી. તેથી જે લોકો માયાવાદી છે, ભગવાન સાથે એક બનવું, તેઓ નથી જાણતા કે વાસ્તવિક સંતોષ શું છે. કૃત્રિમ રીતે તેઓ એક બનવાનો પ્રયત્ન કરે છે. તે સંતુષ્ટિ નથી. યે અન્યે અરવિંદાક્ષ વિમુક્ત માનીનસ ત્વયી અષ્ટ ભાવાદ અવિશુદ્ધ બુદ્ધય: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). માયાવાદી વિચારે છે કે "હવે મે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે. હું બ્રહ્મ છું, આત્મા. તો જેવુ આ શરીર સમાપ્ત થઈ જશે હું પરમાત્મા સાથે એક બની જઈશ." ગતાકાશ પોતકાશ, તે કહ્યું છે. પણ કોઈ સાચી સંતુષ્ટિ નથી. યે અન્યે અરવિંદાક્ષ વિમુક્ત માનીન: તેઓ વિચારે છે, "હવે હું મુક્ત છું. હવે હું પરમ ભગવાન સાથે એક છું." પણ વાસ્તવમાં તે કૃત્રિમ રીતે તે વિચારી રહ્યો છે. યે અન્યે અરવિંદાક્ષ વિમુક્ત માનીનસ ત્વયી અષ્ટ ભાવાદ અવિશુદ્ધ બુદ્ધય: કારણકે તેમની પાસે કોઈ સાચી માહિતી નથી કેવી રીતે પૂર્ણરીતે સંતુષ્ટ થવું, તેથી તે લોકો છે અવિશુદ્ધ બુદ્ધય: તેમની બુદ્ધિ હજુ શુદ્ધ નથી. તે અશુદ્ધ છે, ફરીથી ભૌતિક. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતી અધો અનાદ્રત યુશ્માદ અંઘ્રય: (શ્રી.ભા. ૧૦.૨.૩૨).

તેથી તમે જોશો કે માયાવાદી સન્યાસીઓ, તેઓ ફરીથી માનવતાની સેવા પર આવે છે, પશુઓની સેવા પર, આની સેવા, તેની સેવા, દેશ, સમાજની સેવા. આ માયાવાદ છે. અવિશુદ્ધ બુદ્ધય: તે સેવકના ઉન્નત પદ પર રહી નથી શકતો. પરમ ભગવાનની સેવા કરવામાં આવે છે અને આપણે સેવક છીએ. કારણકે આપણને તે પદ નથી મળી શકતું, તેથી... મારૂ પદ છે સેવા કરવી. મને કૃષ્ણની સેવા કરવાનું ગમતું હતું નહીં. મારે તેમની સાથે એક બનવું હતું. તેથી મારૂ પદ સ્પષ્ટ નથી. તેથી, કૃષ્ણની સેવા કરવાને બદલે, હું ફરીથી માનવતાની સેવા કરવામાં આવું છું, સમાજ, દેશ, અને એમ ઘણા બધાની સેવા. સેવાનો અસ્વીકાર ના થઈ શકે. પણ કારણકે અવિશુદ્ધ બુદ્ધય: યોગ્ય રીતે પ્રશિક્ષિત નથી, હજુ તેનું મન અસ્વચ્છ છે, કૃષ્ણની સેવા કરવાને બદલે, કારણકે તે સેવા આપવાની ઈચ્છા કરી રહ્યો છે પણ નિરાકાર, નિર્વિશેષ હોવાને કારણે, કૃષ્ણ વગર, તે કોની સેવા કરશે? સેવાભાવ, કેવી રીતે ઉપયોગમાં લેવાશે? તેથી તેઓ પાછા આવે છે - દેશ, સમાજ... એક વાર છોડયા પછી, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા: "આ બધુ મિથ્યા છે." પણ તેઓ જાણતા નથી કે વાસ્તવમાં સેવા આપવી સાચું આનંદમય જીવન છે. તે લોકો તે નથી જાણતા. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતી અધ: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). તેથી તેઓ પતન પામે છે, ફરીથી ભૌતિક કાર્યો.

તો આ વસ્તુઓ થાય છે જીવનનો સ્પષ્ટ ખ્યાલ ના હોવાના કારણે. તે પ્રહલાદ મહારાજ છે. તેથી જીવનનો સ્પષ્ટ ખ્યાલ, કેવી રીતે ભગવાન, કૃષ્ણ, ની સેવા કરવી તેને ભાગવત ધર્મ કહેવાય છે. આ બાળકોને શીખવાડવું જોઈએ. નહિતો, જ્યારે તે ઘણી બધી અર્થહીન સેવમાં લાગી જશે, તે બહુ મુશ્કેલ હશે તેમને આ ખોટી પ્રવૃત્તિઓમાથી ખેંચીને ફરીથી કૃષ્ણની સેવામાં જોડવા. તો જ્યારે આપણે બાળકો છીએ - આપણે દૂષિત નથી - આપણું ભાગવત ધર્મમાં પ્રશિક્ષણ થવું જોઈએ. તે પ્રહલાદ મહારાજની વિષય વસ્તુ છે. કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઈહ દુર્લભમ માનુષ (શ્રી.ભા. ૭.૬.૧). આપણે સેવા કરી રહ્યા છીએ. પક્ષીઓ સેવા કરી રહ્યા છે. તેમને નાના બાળકો છે. તેઓ ખોરાક પકડે છે અને તેમના મોઢા સુધી લાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, અને નાનું બાળક, તે બોલે છે, "માતા, માતા, મને આપો, મને આપો," અને ખોરાક ખાય છે. તે સેવા છે. તે સેવા છે. એવું ના વિચારો કે કોઈ પણ વ્યક્તિ સેવા વગર છે. દરેક વ્યક્તિ સેવા કરી રહ્યું છે... એક માણસ દિવસ અને રાત કામ કરે છે. શા માટે? પરિવાર, બાળકો, પત્નીને સેવા આપવા. સેવા ચાલે જ છે, પણ તે જાણતો નથી કે સેવા ક્યાં આપવી. તેથી કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬): "મને સેવા આપો. તમે સુખી રહેશો." આ સિદ્ધાંત છે, ભાગવત ધર્મ.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.