Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0840 - એક વેશ્યા હતી જેનો ભાવ હતો હીરાના એક લાખ ટુકડાઓ

From Vanipedia


એક વેશ્યા હતી જેનો ભાવ હતો હીરાના એક લાખ ટુકડાઓ
- Prabhupāda 0840


751204 - Lecture SB 07.06.03 - Vrndavana

તો એક વેશ્યાની કથા છે, લક્ષહીર. એક વેશ્યા હતી જેનો ભાવ હતો એક લાખ હીરાના ટુકડા. તેનો ફરક ન હતો, મોટો હીરો કે નાનો હીરો. તે તેનો ભાવ હતો. તો એક વ્યક્તિ રક્તપિત્તથી પીડાતો હતો અને તેની મદદ કરવામાં આવી, તેની પત્ની, નિષ્ઠાવાન પત્ની તેની મદદ કરતી. તો હજુ, તે ગમગીન હતો. પત્નીએ પતિને પૂછ્યું, "તમે કેમ ગમગીન છો? હું તમારી આટલી બધી સેવા કરું છું. તમને રક્તપિત્ત છે, તમે હલી નથી શકતા. હું તમને લઈ જઈ શકું... હું તમને ટોકરીમાં લઉં છું અને લઈ જાઉં છું. છતાં, તમે દુખી છો?" તો તેણે સ્વીકાર કર્યો, "હા." "ઓહ, શું કારણ છે?" "હવે, મારે તે લક્ષહીર વેશ્યા પાસે જવું છે." જરા જુઓ. તેને રક્તપિત છે, એક ગરીબ માણસ, અને તે વેશ્યા પાસે જવાની ઈચ્છા કરે છે જેનો ભાવ છે ૧,૦૦,૦૦૦ હીરાના ટુકડા. તો કઈ વાંધો નહીં, તે નિષ્ઠાવાન પત્ની હતી. તે તેના પતિને સંતોષવા ઇચ્છતી હતી. એક યા બીજી રીતે, તેણે વ્યવસ્થા કરી. પછી, જ્યારે તે રક્તપિત્તનો રોગી તે વેશ્યાના ઘરે પહોંચ્યો, વેશ્યાએ તેને બહુ સારું ભોજન આપ્યું, પણ બધી વસ્તુ બે થાળીઓમાં, બધુ જ - એક સોનાની થાળી; એક લોખંડની થાળી. તો જ્યારે તે ખાતો હતો, તો તેણે વેશ્યાને પૂછ્યું, "શા માટે તું મને આ બે થાળીઓમાં આપે છે?" "હવે, કારણકે મારે જોવું છે કે શું તમને અલગ થાળીઓમાં અલગ સ્વાદ મળે છે." તો તેણે કહ્યું, "ના, મને સ્વાદનો કોઈ ફરક નથી લાગતો. સોનાના વાડકામાં દાળ અને લોખંડના વાડકામાં દાળ, સ્વાદ એક જ છે." "તો તમે શા માટે અહી આવ્યા છો?" આ મૂર્ખતા છે. આખી દુનિયા તે રીતે ચાલી રહી છે. તેઓ ફક્ત એક જ વસ્તુને અલગ અલગ વાસણમાં સ્વાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બસ તેટલું જ. તેમને સ્વાદમાં અરુચિ નથી થતી, "હવે વધુ નહીં, શ્રીમાન. મે ઘણો સ્વાદ કરી લીધો છે." તે હકીકત નથી. તેને કહેવાય છે વૈરાગ્ય વિદ્યા, હવે કોઈ સ્વાદ નહીં: "તે બધુ એકસરખું છે, હું આ વાસણમાં લઉં કે તે વાસણમાં."

તેથી તે કહ્યું છે કે સુખમ ઐંદ્રિયકમ (શ્રી.ભા. ૭.૬.૩), ઇન્દ્રિય સુખ, તેનો ફરક નથી પડતો કે તમે એક કુતરા તરીકે કે માણસ તરીકે કે દેવતા તરીકે આનંદ કરો, અથવા એક યુરોપીયન અથવા અમેરિકન અથવા ભારતીય તરીકે - સ્વાદ એક જ છે. આ બહુ મહત્વપૂર્ણ છે. તમને વધુ સારો સ્વાદ ના મળી શકે. વધુ સારો સ્વાદ કૃષ્ણ ભાવનામૃત છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). તો જો તમે તમારો કૃષ્ણ ભાવનામૃતનો સ્વાદ વધારો નહીં, તો તમે આ વાસણ અને તે વાસણમાં સ્વાદ લેવાનો પ્રયત્ન કરશો. તે નિયમ છે. તમે તે જ કાર્ય, તે જ રોગ ચાલુ રાખશો, આ વાસણમાં સ્વાદ કરવો અને તે વાસણમાં સ્વાદ કરવો: "તે આ વાસણમાં બહુ સ્વાદિષ્ટ છે, કદાચ તે વાસણમાં..." આખું જગત તે કરી રહ્યું છે. આ બધા ધૂર્તો, તેઓ અલગ અલગ દેશોમાં જાય છે મૈથુન જીવનનો સ્વાદ લેવા માટે. તેઓ પેરિસ જાય છે... (તોડ) ... સુખમ ઐંદ્રિયકમ દૈત્ય, સર્વત્ર લભ્યતે દૈવાદ યથા દુખમ (શ્રી.ભા. ૭.૬.૩). જેમ કે દુખમ. દુખ મતલબ દુખ. તો ધારોકે એક કરોડપતિ ટાઇફોડથી પીડાઈ રહ્યો છે અને એક ગરીબ માણસ ટાઇફોડથી પીડાઈ રહ્યો છે. શું તેનો મતલબ તેવો છે કે કરોડપતિને ઓછું દુખ છે ગરીબ માણસ કરતાં? જ્યારે તમને ટાઇફોડનો તાવ હોય છે, ભલે તમે ધનવાન માણસ હોવ કે ગરીબ માણસ, ટાઇફોડ તાવની પીડા એક સમાન છે. તેનો અર્થ તે નથી કે "આ માણસ બહુ ધનવાન માણસ છે. તે ટાઇફોડથી પીડાતો નથી." ના. જેમ અલગ વાસણમાં દુખ એક સમાન છે, તેવી જ રીતે અલગ વાસણમાં સુખ પણ એક સમાન જ છે. આ જ્ઞાન છે. તો શા માટે હું મારો સમય બરબાદ કરું, અલગ વાસણોમાં સુખ અને દુખનો સ્વાદ લેવામાં? અલગ વાસણો મતલબ અલગ શરીરો.

તો આ આપણું કાર્ય નથી. આપણું કાર્ય છે આપણી મૂળ ચેતના, કૃષ્ણ ભાવનામૃત, ને પુનર્જીવિત કરવાનું. તેનો ફરક નથી પડતો અત્યારે હું કયા વાસણમાં છું. અહૈતુકી અપ્રતિહતા (શ્રી.ભા. ૧.૨.૬). તમે કોઈ પણ સંકોચ વગર કૃષ્ણ ભાવનામૃતનો સ્વાદ લઈ શકો છો, કોઈ પણ રોક વગર, કોઈ પણ અવરોધ વગર. તમે લઈ શકો છો. ફક્ત તમારે પોતાની ચેતનાની અંદર જોવું પડે અને ચેતનાને સુધારવી પડે. તે આ મનુષ્ય જીવનમાં જરૂરી છે. અને તેથી પ્રહલાદ મહારાજે શરૂઆતમાં કહ્યું, દુર્લભમ માનુષમ જન્મ (શ્રી.ભા. ૭.૬.૧). આ સમજણ, આ જ્ઞાન, ફક્ત મનુષ્ય જીવનમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ દુખ અને પરેશાનીનું વિશ્લેષણ ફક્ત મનુષ્ય સમક્ષ જ સમજાવી શકાય. જો હું ત્રણ ડઝન કુતરાઓને અહી બોલાવું અને તેમને કહું, "હવે ભાગવત સાંભળો," તે શક્ય નથી. કૂતરો શ્રીમદ ભાગવતમ સમજી નહીં શકે, પણ એક માણસ, ગમે તેટલો નીચલો તે કેમ ના હોય, જો તેનામાં થોડી બુદ્ધિ છે, તે સમજી શકશે. તેથી પ્રહલાદ મહારાજ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. તમારી પાસે તક છે તે સમજવા કે ભાગવત ધર્મ શું છે. બિલાડીઓ અને કુતરાઓની જેમ તેને ખોઈ ના દેશો.

આપનો ખૂબ ખૂબ આભાર.