GU/Prabhupada 0844 - ફક્ત રાજાને પ્રસન્ન કરવાની, તમે સર્વશક્તિમાન પિતા, ભગવાન, ને પ્રસન્ન કરો છો



731216 - Lecture SB 01.15.38 - Los Angeles

તો પહેલા, આખો ગ્રહ, ભારતવર્ષ... તે ભારતવર્ષ કહેવાતો. અને તે એક જ સમ્રાટ દ્વારા શાસિત હતો. તેથી અહી તે કહ્યું છે, સ્વ-રાટ. સ્વરાટ મતલબ પૂર્ણ રીતે સ્વતંત્ર. મહારાજ યુધિષ્ઠિર કોઈ બીજા રાજા અથવા બીજા કોઈ રાજ્ય પર નિર્ભર ન હતા. તેઓ પૂર્ણ રીતે સ્વતંત્ર હતા. જે પણ તેમને ગમતું, તેઓ કરી શકતા. તે રાજા છે. તે સમ્રાટ છે. જો કહેવાતો રાજા અથવા રાષ્ટ્રપતિ કોઈ ધૂર્ત મતદાતાઓના મત પર નિર્ભર હોય, તો તે કયા પ્રકારનો સ્વરાટ છે? વર્તમાન સમયે, કહેવાતો રાષ્ટ્રપતિ અમુક ધૂર્તોના મત પર નિર્ભર છે. બસ તેટલું જ. ધૂર્તો, તેઓ જાણતા નથી કોને મત આપવો, અને તેથી બીજો ધૂર્ત ચૂંટાય છે, અને જ્યારે તે સારું કામ નથી કરતો, તે લોકો રડે છે. તમે ચૂંટ્યો છે. હવે તમે શા માટે રડો છો? કારણકે તેઓ ધૂર્ત છે. તેઓ જાણતા નથી. તો આ ચાલી રહ્યું છે. પણ વાસ્તવમાં, રાજ્યનો પ્રમુખ સ્વરાટ હોવો જોઈએ, પૂર્ણ રીતે સ્વતંત્ર. પ્રજાના મત પર નહીં. તે ફક્ત કૃષ્ણ પર નિર્ભર છે, જેમ કે મહારાજ યુધિષ્ઠિર. બધા પાંડવો, તેઓ કૃષ્ણની આજ્ઞા હેઠળ હતા.

તો રાજા અથવા સમ્રાટ, કૃષ્ણનો પ્રતિનિધિ છે. તેથી તેનું સમ્માન થાય છે, નરદેવ. રાજાનું બીજું નામ છે નરદેવ, "ભગવાન, એક મનુષ્યના રૂપમાં." "ભગવાન એક મનુષ્ય તરીકે," રાજાનો એટલો આદર થાય છે. કારણકે તે કૃષ્ણનો પ્રતિનિધિ છે. કોઈ પણ કૃષ્ણનો પ્રતિનિધિ... જેમ કે રાજા... અત્યારના રાજા અથવા રાષ્ટ્રપતિ નહીં, પણ આ આદર્શ છે. તો તે એટલો પૂર્ણ પ્રતિનિધિ હોવો જોઈએ કે... વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે તે કહ્યું છે, યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદ: જો રાજા ભગવાનનો સાચો પ્રતિનિધિ છે, તો ફક્ત રાજાને પ્રસન્ન કરવાથી, તમે સર્વ શક્તિમાન પિતા, ભગવાન, ને પ્રસન્ન કરો છો. તો શા માટે કૃષ્ણને આ કુરુક્ષેત્રનું યુદ્ધ જોઈતું હતું જેથી મહારાજ યુધિષ્ઠિર રાજગાદીએ બેસે? કારણકે તેઓ જાણતા હતા "તે મારો સાચો પ્રતિનિધિ છે, દુર્યોધન નહીં. તેથી યુદ્ધ થવું જ જોઈએ, અને આ દુર્યોધન અને તેનું દળ સમાપ્ત થવું જોઈએ, અને યુધિષ્ઠિરને રાજગાદીએ બેસાડવો જોઈએ."

તો પસંદગી... આ પરંપરા છે. તો યુધિષ્ઠિરની જવાબદારી છે કે આગલો રાજા... કારણકે તે નિવૃત્તિ લેવાના હતા. "તો આગલો સમ્રાટ, તે પણ મારી જેમ યોગ્ય હોવો જોઈએ." તેથી તે કહ્યું છે, સુસમમ ગુણે: (શ્રી.ભા. ૧.૧૫.૩૮) સુસમમ, "બિલકુલ મારો પ્રતિનિધિ. તેને... મારો પૌત્ર, પરિક્ષિત, તેને સમાન યોગ્યતા છે. તેથી તેને રાજગાદીએ બેસાડવો જોઈએ," એક રખડુંને નહીં. ના. તે ના થઈ શકે. જ્યારે મહારાજ પરિક્ષિતનો જન્મ થયો, તે આખા કુરુ પરિવારમાં એક માત્ર સંતાન હતી. બીજા બધાની યુદ્ધમાં હત્યા થઈ ગઈ હતી. તે મરણોત્તર બાળક પણ હતા. તે તેમની માતાના ગર્ભમાં હતા. તેમની માતા ગર્ભવતી હતી. તેમના પિતા, સોળ વર્ષના જ, અભિમન્યુ, અર્જુનના પુત્ર, તે યુદ્ધમાં લડવા માટે ગયા હતા. તે એટલા મહાન યોદ્ધા હતા. તો સાત મોટા માણસોની જરૂર પડી તેમને મારવા માટે: ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન, એવી રીતે, બધા મળીને. તો કોઈ દયા નથી. આ અભિમન્યુ પૌત્ર હતો, પ્રપૌત્ર હતો બધા નાયકોનો કે જે લોકો તેને મારવા ઘેરી વળ્યા હતા. બહુ જ લાડકો પૌત્ર અથવા પ્રપૌત્ર.... ભીષ્મનો પ્રપૌત્ર, દુર્યોધનનો પૌત્ર. પણ તે યુદ્ધ છે, ક્ષત્રિય. જ્યારે તમે યુદ્ધ કરવા આવ્યા છો, તમારે સામેના દળને મારવા જ પડે. તેનો ફરક નથી પડતો કે તે મારો લાડકો પુત્ર છે કે પૌત્ર કે પ્રપૌત્ર. આ કર્તવ્ય છે.