GU/Prabhupada 0845 - કુતરાને પણ ખબર છે કે મૈથુન જીવન કેવી રીતે જીવવું. તેને ફ્રોઈડના સિદ્ધાંતની જરૂર નથી



761217 - Lecture BG 03.25 - Hyderabad

પ્રભુપાદ:

સકતા: કર્મણિ અવિદ્વાંશો
યથા કુર્વંતી ભારત
કુર્યાદ વિદ્વાંશ તથાસક્તશ
ચિકિર્ષુર લોક સંગ્રહમ
(ભ.ગી. ૩.૨૫)

બે વર્ગોના માણસો હોય છે: વિદ્વાન, શિક્ષિત, અને મૂર્ખાઓ. અશિક્ષિત, મૂર્ખ ના પણ હોય. મનુષ્ય, તેઓ, અવશ્ય, પશુઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે. પણ તેમની અંદર પણ અમુક વધુ બુદ્ધિશાળી છે, અમુક ઓછા બુદ્ધિશાળી. સમગ્ર રીતે, તેઓ પશુઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે.

જ્યાં સુધી બુદ્ધિનો પ્રશ્ન છે, ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણની બાબતમાં, તે સમાન છે, પશુમાં અથવા મનુષ્યમાં. તેને કોઈ શિક્ષણની આવશ્યકતા નથી. એક કૂતરાને પણ ખબર છે કેવી રીતે મૈથુન કરવું. તેને ફ્રોઈડના સિદ્ધાંતની જરૂર નથી. પણ ધૂર્ત મનુષ્ય સમાજ, તેઓ વિચારે છે કે "અહી એક મોટો તત્વજ્ઞાની છે. તે મૈથુન વિશે લખે છે." આ ચાલી રહ્યું છે. ખાવું, ફક્ત ખાવું... અહી જમીન છે. તમે થોડું કામ કરો, તમારું અન્ન ઉત્પાદન કરો, અને તમે ધરાઇને ખાઈ શકો છો. પણ તેમાં મોટી, મોટી ગાયોને વૈજ્ઞાનિક કતલખાને લઈ જવાની જરૂર નથી અને નિર્દોષ પ્રાણીઓના જીવનના મૂલ્યે શહેરમાં રહેવું. આ બુદ્ધિનો દુરુપયોગ છે. આ બુદ્ધિ નથી. તેથી એક ભક્ત કે જે વાસ્તવમાં બુદ્ધિશાળી છે, તેણે બતાવવું જોઈએ કે કેવી રીતે આપણી બુદ્ધિનો ઉપયોગ થઈ શકે. તે અહી સમજાવેલું છે, સકતા: કર્મણિ અવિદ્વાંશ:

અવિદ્વાંશ, મૂર્ખાઓ, જ્ઞાનના અભાવવાળા માણસો, તેમણે ઘણા બધા કાર્યોનો આવિષ્કાર કર્યો છે, ફક્ત મૂર્ખતા. તો આધુનિક સમાજ, કહેવાતો સમાજનો વિકાસ, છે, મારા કહેવાનો મતલબ અવિદ્વાંશ દ્વારા યોજીત, માણસો કે જેમની પાસે જ્ઞાનનો અભાવ છે. સમાજનો કોઈ વિકાસ નથી. તેથી તેઓ આત્માના સ્થાનાંતરણમાં વિશ્વાસ નથી કરતાં. તેઓ વિશ્વાસ નથી કરતાં, મોટા મુદ્દાને અવગણે છે, અને તેઓ આ જીવનમાં યોજના કરે છે કે તેઓ પચાસ કે સાઇઠ વર્ષ માટે જીવશે, મોટી, મોટી યોજનાઓ બનાવીને, સક્તા:, ભૌતિક રીતે આસક્ત બનીને. સક્તા: કર્મણિ, અને નવી, નવી પ્રવૃત્તિઓની પદ્ધતિઓ શોધે છે. અવિદ્વાંશ. તેઓ જાણતા નથી કે કેવી રીતે મગજ અને પ્રતિભાને પ્રવૃત્ત કરવી. તે આપણે પેલા દિવસે ચર્ચા કરી હતી, કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન વિદુર આસુર જના: (ભ.ગી. ૧૬.૭). તે લોકો જાણતા નથી કે કેવી રીતે મગજ અને પ્રતિભાને પ્રવૃત્ત કરવા. તે ફરક છે એક દેવતા અને એક અસુરમાં. અસુર જાણતો નથી. અસુર વિચારે છે કે તે હમેશ માટે જીવશે, અને ભૌતિક સુવિધાઓ માટે તે મોટી, મોટી યોજના બનાવી શકે છે. આ આસુરીક સમાજ છે. તેને અહી રહેવાની અનુમતિ નહીં મળે. દુખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). આપણી પરિસ્થિતી પરથી આપણે સમજી શકીએ કે તે દુખોનું સ્થળ છે.

પણ આ મૂર્ખાઓ, તેઓ દુખોને ગણતરીમાં નથી લેતા. તેઓ વધુ દુખો માટે યોજનાઓ બનાવે છે. આ મૂર્ખ સમાજ છે. તેઓ ના કરી શકે... કહેવાતા વૈજ્ઞાનિકો, તેઓ શબ્દોની ભેળસેળ પર બોલે છે, પ્રગતિ. અને જેમ આપણે આજે સવારે વાત કરી રહ્યા હતા, એક બુદ્ધિશાળી પૂછી શકે છે, "તો તમે શું ઉકેલ લાવ્યા છો? તમે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગની સમસ્યાનો શું ઉકેલ લાવ્યા છો? શું તમે આ સમસ્યાનું સમાધાન કર્યું છે? તે લોકો તેના માટે હા નહીં કહે. "હા, અમે પ્રયત્ન કરી રહ્યા છે, લાખો વર્ષો પછી તે કદાચ શક્ય હશે." તે પણ... "કદાચ આપણે હમેશ માટે જીવીશું." તેઓ તેવું કઈ કહે છે. હવે, કોણ લાખો વર્ષો જીવવાનું છે, તમારા પ્રસ્તાવની પુષ્ટિ કરવા? દરેક વ્યક્તિ પચાસ, સાઇઠ વર્ષમાં મરી જવાનું છે. તું પણ... તું ધૂર્ત, તું પણ સમાપ્ત થઈ જઈશ. અને તારા પરિણામને કોણ જોવાનું છે? તો આ ચાલી રહ્યું છે. તેથી બુદ્ધિશાળી વ્યક્તિનું કર્તવ્ય છે કે તે જીવન જીવવાનો માર્ગ બતાવે.