GU/Prabhupada 0847 - કલિયુગનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપેલું છે
731224 - Lecture SB 01.15.46 - Los Angeles
ગઈ કાલે આપણે આ કલિયુગ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સૌથી પતિત યુગ. લોકો સૌથી વધુ ભ્રષ્ટ છે. તો તે છે, ગણતરી અનુસાર, કે પંચોતેર ટકા અધર્મ અને પચીસ ટકા ધર્મ - બીજા યુગોની સરખામણીમાં. પણ આ પચીસ ટકાનું ધાર્મિક જીવન પણ ઘટશે. આ શ્લોક સમજાવ્યા પહેલા, હું તમને આ યુગના અમુક લક્ષણો વિશે કહીશ. આ શ્રીમદ ભાગવતમમાં પણ સમજાવેલું છે, બારમો સ્કંધ, ત્રીજો અધ્યાય. (બાજુમાં:) તે શું છે? મને તે પુસ્તક આપો. અમે હજુ પ્રકાશિત નથી કર્યું, તો હું સંદર્ભ વાંચું છે. અન્યોન્યતો રાજભિશ ચ ક્ષયમ યાસ્યંતી પીડિતા: (શ્રી.ભા. ૧૨.૧.૪૧). તે વર્ણવેલું છે બીજા અધ્યાયમાં, બારમો સ્કંધ, શ્રીમદ ભાગવતમ. તો,
- તતસ ચાનુ દિનમ ધર્મ:
- સત્યમ શૌચમ ક્ષમા દયા
- કાલેન બલિના રાજન
- નંક્ષ્યતી આયુર બલમ સ્મૃતિ:
- (શ્રી.ભા. ૧૨.૨.૧)
કલિયુગનું આ વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપેલું છે. આને કહેવાય છે શાસ્ત્ર. આ શ્રીમદ ભાગવતમ પાંચ હજાર વર્ષો પહેલા લખવામાં આવ્યું હતું જ્યારે કલિયુગ પ્રારંભ થવાનો હતો. અત્યારે, ભવિષ્યમાં શું થશે, બધુ જ આપેલું છે. શાસ્ત્ર મતલબ... તે છે... તેથી આપણે શાસ્ત્રને સ્વીકારીએ છીએ. ત્રિકાલજ્ઞ. શાસ્ત્રકાર, અથવા શાસ્ત્રના રચયિતા, મુક્ત વ્યક્તિ જ હોવા જોઈએ જેથી તે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું વર્ણન કરી શકે. શ્રીમદ ભાગવતમમાં તમે ઘણી બધી વસ્તુઓ જોશો જે ભવિષ્યમાં થવાની કહેવામા આવી છે. જેમ કે શ્રીમદ ભાગવતમમાં ભગવાન બુદ્ધના પ્રાગટ્ય વિશે જણાવેલું છે. તેવી જ રીતે, ભગવાન કલકીના પ્રાગટ્ય વિશે પણ જણાવેલું છે. ભગવાન ચૈતન્યના પ્રાગટ્ય વિશે પણ જણાવેલું છે, જો કે તે પાંચ હજાર વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. ત્રિકાલજ્ઞ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણે છે.
તો કલિયુગ વિશે, ચર્ચા કરતાં, શુકદેવ ગોસ્વામી આ યુગના મુખ્ય લક્ષણોનું વર્ણન કરે છે. પ્રથમ લક્ષણ તેઓ કહે છે, તતશ ચ અનુ દિનમ. આ યુગ, કલિયુગની પ્રગતિની સાથે, ધર્મ, ધાર્મિક સિદ્ધાંતો: સત્યમ, સત્યવાદીપણું; શૌચમ, સ્વચ્છતા; ક્ષમા, ક્ષમા; દયા, કરુણા; આયુ, જીવન અવધિ; બલમ, શારીરિક બળ; સ્મૃતિ:, યાદશક્તિ... જરા ગણતરી કરો કેટલું બધુ. ધર્મ:, સત્યમ, શૌચમ, ક્ષમા, દયા, આયુ:, બલમ, સ્મૃતિ - આઠ. આ વસ્તુઓ ધીમે ધીમે ઓછી થઈને શૂન્ય થઈ જશે, લગભગ શૂન્ય. અત્યારે જેમ મે કહ્યું, કલિયુગ... બીજા યુગોમાં... જેમ કે સત્યયુગ, સત્યયુગની અવધિ હતી અઢાર લાખ વર્ષ. અને મનુષ્ય તે યુગમાં એક લાખ વર્ષો માટે જીવતો હતો. એક લાખ વર્ષ. પછીનો યુગ, તે યુગની અવધિ, બાર લાખ વર્ષ, અને લોકો એક હજાર વર્ષ જીવતા, એક નહીં, દસ હજાર વર્ષ. દસ ગણું ઓછું. પછીનો યુગ, દ્વાપર યુગ, ફરીથી દસ ગણું ઓછું. છતાં, તે લોકો એક હજાર વર્ષ જીવતા, અને યુગની અવધિ હતી આઠ લાખ વર્ષો. હવે, પછીનો યુગ, આ કલિયુગ, સીમા છે સો વર્ષ. આપણે વધીને સો વર્ષ સુધી જીવી શકીએ છીએ. આપણે સો વર્ષ નથી જીવતા, પણ છતાં, સીમા છે સો વર્ષ. તો જરા જુઓ. હવે, એક લાખ વર્ષોમાથી... હવે ભારતમાં, સરેરાશ ઉમ્મર છે આશરે પાત્રીસ વર્ષ. તમારા દેશમાં તે લોકો કહે છે સિત્તેર વર્ષ? તો તે ઘટી રહી છે. અને તે એટલી ઘટી જશે કે જો એક માણસ વીસ થી ત્રીસ વર્ષ સુધી જીવશે, તેને ઘણો ઘરડો માણસ ગણવામાં આવશે, આ યુગમાં, કલિયુગમાં. તો આયુ:, જીવનની અવધિ, ઘટશે.