GU/Prabhupada 0848 - જ્યાં સુધી વ્યક્તિ કૃષ્ણ તત્ત્વ જાણે નહીં ત્યાં સુધી તે ગુરુ ના બની શકે



741227 - Lecture SB 03.26.18 - Bombay

જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અને રામાનંદ રાય આધ્યાત્મિક સાક્ષાત્કાર વિશે વાત કરી રહ્યા હતા... તો રામાનંદ રાય એક શુદ્ર પરિવારમાથી હતા અને તે ગૃહસ્થ હતા અને મદ્રાસના રાજયપાલ, રાજનેતા પણ. તો ચૈતન્ય મહાપ્રભુ તેમને પ્રશ્ન પૂછતાં હતા અને... આ ચૈતન્ય મહાપ્રભુની લીલા છે: મુકમ કરોતી વાચાલમ (ચૈ.ચ. મધ્ય ૧૭.૮૦), કેવી રીતે તો એક શુદ્ર, ગૃહસ્થ, રાજનેતાને તેમના ગુરુ બનાવી રહ્યા છે, ચૈતન્ય મહાપ્રભુના ગુરુ. તો કોઈ પણ વ્યક્તિ ચૈતન્ય મહાપ્રભુના ગુરુ ન બની શકે, પણ તેઓ ભાગ ભજવી રહ્યા હતા. તેઓ પ્રશ્ન પૂછતાં હતા, અને રામાનંદ રાય ઉત્તર આપી રહ્યા હતા. તો જરા વિચારો કે તેમનું (રામાનંદ રાયનું) પદ કેટલું ઉન્નત હશે. તો તે (રામાનંદ રાય) થોડોક સંકોચ કરતાં હતા, અને જ્યારે ખૂબ જ જટિલ પ્રશ્નો તેમની સમક્ષ મૂકવામાં આવ્યા... તે જવાબ આપી શક્યા હતા. તે જવાબ આપી રહ્યા હતા. તો તે થોડો સંકોચ અનુભવતા હતા, "પ્રભુ, તમે એક બહુ જ ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાથી આવો છો અને સર્વોચ્ચ શિક્ષિત વ્યક્તિ, અને હવે તમે સન્યાસ ગ્રહણ કર્યો છે, માનવ સમાજમાં સર્વોચ્ચ પદ."

સન્યાસ એક બહુ જ આદરણીય પદ છે. હજુ પણ તેનું ભારતમાં સમ્માન થાય છે. જ્યાં પણ એક સન્યાસી જાય છે, ઓછામાં ઓછું ગામડાઓમાં, તેઓ આદરપૂર્વક પ્રણામ કરે છે અને તેમને બધા પ્રકારની સુવિધાઓ આપે છે, હજુ પણ. શાસ્ત્ર અનુસાર, તે કહ્યું છે કે જો એક સન્યાસીને આદર ન આપવામાં આવે, દંડ છે કે માણસે ઓછામાં ઓછું એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. આ વેદિક પદ્ધતિ છે. પણ ઘણા સન્યાસીઓ છે જે આનો ફાયદો ઉઠાવે છે, તો આપણે ચિંતા નથી કરતાં. કે ન તો ચૈતન્ય મહાપ્રભુ એક મિથ્યા સન્યાસી હતા. તેઓ સાચા સન્યાસી હતા. અને રામાનંદ રાય પણ સાચા ગૃહસ્થ હતા. તો તે થોડો સંકોચ અનુભવતા હતા. તેમને પ્રોત્સાહન આપવા માટે, ચૈતન્ય મહાપ્રભુએ તરત જ કહ્યું, "ના, ના. તમે સંકોચ કેમ અનુભવો છો? તમે કેમ ઉતરતા હોવાનો અનુભવ કરો છો? તમે ગુરુ છો." "હવે, હું કેવી રીતે ગુરુ છું?" યેઈ કૃષ્ણ તત્ત્વ વેત્ત, સેઈ ગુરુ હય (ચૈ.ચ. મધ્ય ૮.૧૨૮)." કારણકે કૃષ્ણના જાણકાર હોવું એક સાધારણ પદ નથી. યતતામ અપિ સિદ્ધાનામ કશ્ચિદ વેત્તિ મામ તત્ત્વત: (ભ.ગી. ૭.૩). જે વ્યક્તિએ જાણ્યું છે કે કૃષ્ણ સાધારણ મનુષ્ય નથી. યતતામ અપિ સિદ્ધાનામ (ભ.ગી. ૭.૩). તે બધા સિદ્ધ લોકોથી ઉપર છે. "તો તમે શા માટે સંકોચ કરો છો? તમે કૃષ્ણ-તત્ત્વ જાણો છો; તેથી હું તમને પૂછી રહ્યો છું." તો આ સ્થિતિ છે.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ કે જે લોકો આપણી પાસે આવે છે તેમને સિદ્ધ લોકો કરતાં ઘણા, ઘણા ચડિયાતા બનવાનું પ્રશિક્ષણ આપવું. અને તે બહુ જ સરળ છે. વ્યક્તિ બની શકે, વ્યક્તિ આ ગુરુનું પદ જાળવી શકે, જે છે... ગુરુ મતલબ જે સિદ્ધ લોકો કરતાં ઉપર છે. કૃષ્ણ તત્ત્વ વેત્તા. યેઈ કૃષ્ણ તત્ત્વ વેત્તા, સેઈ ગુરુ હય (ચૈ.ચ. મધ્ય ૮.૧૨૮). જ્યાં સુધી વ્યક્તિ કૃષ્ણ-તત્ત્વ નથી જાણતો તે ગુરુ ના બની શકે. સાધારણ માણસ નહીં. યોગીઓ, કર્મીઓ, જ્ઞાનીઓ, તેઓ ગુરુ ના બની શકે. તેની અનુમતિ નથી, કારણકે જો વ્યક્તિ જ્ઞાની પણ હોય, તેણે કૃષ્ણને ઘણા, ઘણા જન્મો પછી જાણવા પડે; એક જીવનમાં નહીં, પણ ઘણા, ઘણા જન્મો. જો તે તેની જ્ઞાન વિધિ, તેની તાર્કિક વિધિથી, પરમ સત્ય શું છે તે જાણવા માટે મંડ્યો રહે, છતાં તેણે ઘણા, ઘણા જન્મો બદલવા પડે. પછી એક દિવસ તે ભાગ્યશાળી બની શકે છે. જો તે એક ભક્તના સંપર્કમાં આવે, તો તેના માટે કૃષ્ણને સમજવું શક્ય બને છે.

તે ભગવદ ગીતામાં કહેલું છે: બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે (ભ.ગી. ૭.૧૯). કોણ છે પ્રપદ્યતે? જે કૃષ્ણને શરણાગત થાય છે. જ્યાં સુધી વ્યક્તિ કૃષ્ણને પૂર્ણ રીતે સમજે નહીં, શા માટે વ્યક્તિએ શરણાગત થવું જોઈએ? કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). મોટા, મોટા વિદ્વાનો, તેઓ કહે છે, "આ વધુ પડતું છે," "આ વધુ પડતું છે. કૃષ્ણ માંગ કરી રહ્યા છે, મામ એકમ શરણમ વ્રજ. આ વધુ પડતું છે." આ વધુ પડતું નથી; આ વાસ્તવિક સ્થિતિ છે. જો તે તેના જ્ઞાનમાં વાસ્તવમાં પ્રગતિ કરે છે... બહુનામ જન્મનામ અંતે (ભ.ગી. ૭.૧૯). તે એક જીવનમાં પ્રાપ્ત નથી થઈ શકતું. જો તે જ્ઞાનમાં મંડ્યો રહે, પરમ સત્યને જાણવામાં, તો, ઘણા, ઘણા જન્મો પછી, જ્યારે તે વાસ્તવમાં જ્ઞાનમાં છે, તો તે કૃષ્ણને શરણાગત થાય છે. વાસુદેવ: સર્વમ ઈતિ સ મહાત્મા સુદુર્લભ (ભ.ગી. ૭.૧૯). તે પ્રકારનો મહાત્મા... તમે ઘણા બધા મહાત્માઓ જોશો, ફક્ત વસ્ત્ર બદલીને - તે પ્રકારનો મહાત્મા નહીં. તો મહાત્મા સુદુર્લભ: આવો મહાત્મા શોધવો બહુ જ મુશ્કેલ છે, પણ તેઓ છે. જો વ્યક્તિ ભાગ્યશાળી હોય, તે આવા મહાત્માને મળી શકે, અને તેનું જીવન સફળ બને છે. સ મહાત્મા સુદુર્લભ: