GU/Prabhupada 0849 - આપણે ભગવાનને જોવા છે, પણ આપણે સ્વીકારતા નથી કે આપણે યોગ્ય નથી
731231 - Lecture SB 01.16.03 - Los Angeles
પ્રદ્યુમ્ન: અનુવાદ: "મહારાજ પરિક્ષિતે, કૃપાચાર્યને માર્ગદર્શન માટે તેમના ગુરુ તરીકે પસંદ કર્યા પછી, ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યા ગંગાના તટ પર. બધા પ્રતિભાગીઓને પર્યાપ્ત ઉપહારો આપવામાં આવ્યા. અને આ યજ્ઞોમાં, સામાન્ય માણસ પણ દેવતાઓને જોઈ શક્યો." (શ્રી.ભા. ૧.૧૬.૩)
પ્રભુપાદ: હવે, લોકો કહે છે કે "શા માટે આપણે દેવતાઓને નથી જોતાં?" તો જવાબ છે, "તમારો યજ્ઞ ક્યાં છે, અશ્વમેધ યજ્ઞ?" દેવતાઓ, તેઓ એટલા સસ્તા નથી. જેમ કે રાજા અથવા રાષ્ટ્રપતિ. શું તે કોઈ પણ જગ્યાએ આવે છે, સસ્તો સામાન્ય માણસ કોણ છે?ના. જ્યાં રાજાઓ અથવા દેવતાઓ અથવા નારદ મુનિ જેવા એક મહાન સાધુ આવશે, તે સ્થળ પણ આવવા યોગ્ય હોવું જોઈએ.
તો આંતરગ્રહીય પદ્ધતિ હતી. જેમ કે અર્જુન સ્વર્ગલોકમાં ગયો હતો, તેવી જ રીતે, આવા યજ્ઞોમાં, જો તે મહાન રાજાઓ જેમ કે મહારાજ પરિક્ષિત અને બીજા, મહારાજ યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવે, તો દેવતાઓ, આમંત્રિત કરાયેલા, તેઓ આવતા. માત્ર તેઓ આવતા જ નહીં, પણ બધા સામાન્ય માણસો જોઈ શકતા. તેથી અહી તે કહ્યું છે, યત્રાક્ષી ગોચરા: દેવ યત્રાક્ષી ગોચરા: (શ્રી.ભા. ૧.૧૬.૩). આપણે બધુ જ જોવાનું ખૂબ જ અભિમાન કરીએ છીએ, પણ આપણે જોવા માટે યોગ્ય બનવાની રાહ જોવી જોઈએ. એવું નહીં કે તરંગી રીતે મારે જોવું છે, "હે ભગવાન, મારી સમક્ષ આવો. મારે જોવા છે." ભગવાન... ભગવાન છે માત્ર તમારી દ્રષ્ટિને યોગ્ય. ભગવાન બહુ દયાળુ છે. અહી તેઓ આ મંદિરમાં ઉપસ્થિત છે. અને તમે જોતાં જાઓ. પછી તમે સાક્ષાત્કાર કરશો કે તેઓ ભગવાન છે.
તો ભગવાન કે દેવતા, દરેક વ્યક્તિ અક્ષિ ગોચરા: હોઈ શકે. તમારી દ્રષ્ટિના કાર્યક્ષેત્રમાં, જો તમે યોગ્ય હોવ તો. આ વિધિ છે. આ ધૂર્તો કહે છે, "શું તમે મને ભગવાન બતાવી શકો?" પણ તમારી પાસે જોવા માટે શું શક્તિ છે? સૌ પ્રથમ તે યોગ્યતા મેળવો. પછી તમે જોશો. ભગવાન બધે જ છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયાન (બ્ર.સં. ૫.૩૫)... તેઓ અણુમાં પણ છે. તેથી જે વ્યક્તિ ભગવાનને જોવા માટે યોગ્ય નથી, તેને ભગવાનને અલગ રીતે જોવાનું કહ્યું છે ભગવદ ગીતામાં. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો: (ભ.ગી. ૭.૮): "મારા પ્રિય કૌંતેય, અર્જુન, હું પાણીનો સ્વાદ છું." તો તમે પાણીના સ્વાદમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરો. વતમાન સમયે, આપણને ઘણી બધી ઇન્દ્રિયો છે. તમારે ભગવાનને આંખોથી જોવા છે. તો તમારી જીભથી શરૂઆત કરો. આ પણ બીજી ઇન્દ્રિય છે. જેમ કે જો કોઈ સરસ વાનગી હોય, જો હું કહું, "મને જોવા દો તે કેવી છે." "મને જોવા દો" મતલબ... તમે પહેલેથી જ જોઈ રહ્યા છો. તમારે શું જોઈએ છે? "ના, મારે તેને જીભનો સ્પર્શ કરાવવો છે." તે છે "મને જોવા દો." આંખોથી નહીં. જો સરસ મીઠાઇ હોય, હલવો, તો "મને જોવા દો" મતલબ "મને ચાખવા દો." તો સૌ પ્રથમ ભગવાનનો સ્વાદ કરો. તે તમારી ઇન્દ્રિય સમજના ક્ષેત્રમાં છે, પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો. પછી સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદ: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). પછી તમે સાક્ષાત્કાર કરશો. ભગવાન સ્વયમ પોતાને તમારી સમક્ષ પ્રકટ કરશે. જ્યારે તમે શરણાગત થશો, ભગવાનને સમર્પિત, પ્રસાદમનો સ્વાદ કરીને, તમે વ્યક્તિગત રીતે ભગવાનને જોશો. તેઓ તમારી સાથે વાત કરશે. તે શક્ય છે.
તો વર્તમાન સમયે, આપણે ભગવાનને જોવા ઈચ્છીએ છીએ, પણ આપણે તે નથી સ્વીકારતા કે આપણે યોગ્ય નથી. આપણે કેવી રીતે જોઈ શકીએ? જો હું એક સામાન્ય રાષ્ટ્રપતિને પણ ના જોઈ શકું... મારા તરંગોથી મારે રાષ્ટ્રપતિને અથવા ફલાણા ફલાણા મોટા ઓફિસરને જોવા છે. જ્યાં સુધી તમે યોગ્ય નથી તમે જોઈ ના શકો. તો તમે ભગવાનને કેવી રીતે જોઈ શકો? તે શક્ય નથી. તમારે પોતાને યોગ્ય બનાવવા પડે. પછી તમે ભગવાનને જોશો. અક્ષિ ગોચર: અક્ષિ ગોચર: મતલબ, જેમ આપણે જોઈએ છીએ - તમે મને જોવો છો, હું તમને જોઉ છું - તેવી જ રીતે, તમે દેવતાઓને અથવા ભગવાનને જોશો, જો તમે યોગ્ય હશો તો.