GU/Prabhupada 0923 - આ ચાર સ્તંભોને તોડી કાઢો. તો પાપમય જીવનનું છાપરું પડી જશે730422 - Lecture SB 01.08.30 - Los Angeles

જો કૃષ્ણને એક સામાન્ય કિશોર, મનુષ્ય, તરીકે લેવામાં આવે, કૃષ્ણ તેમની સાથે સામાન્ય મનુષ્યની જેમ વ્યવહાર કરશે. જો કૃષ્ણને પૂર્ણ પુરષોત્તમ ભગવાન તરીકે લેવામાં આવે, ભક્ત પરમ ભગવાનના સંગનો આનંદ લેશે. અને જો નિરાકરવાદીઓ બ્રહ્મજ્યોતિના બહુ શોખીન છે, તે સ્ત્રોત છે. તો તેથી તેઓ બધુજ છે. બ્રહમેતી, પરમાત્મેતી, ભગવાન ઈતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧).

તો આવા ઉત્કૃષ્ટ ભગવાન સાથે, આ છોકરાઓ રમી રહ્યા છે. કેવી રીતે, કેમ, કેવી રીતે તેઓ આટલા બધા ભાગ્યશાળી થયા છે, પૂર્ણ પુરષોત્તમ ભગવાન સાથે રમવા માટે?

ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભૂત્ય
દાસ્યમ ગતાનામ પર દૈવતેન
માયાશ્રીતાનામ નર દારકેણ
સાકમ વિજરુ: કૃત પુણ્ય પુંજા:
(શ્રી.ભા. ૧૦.૧૨.૧૧)

આ છોકરાઓ, ગોપાળો, હવે તેઓ કૃષ્ણ સાથે રમી રહ્યા છે, તેઓ પણ સાધારણ નથી. તેઓએ હવે સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરી છે, કે તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન સાથે રમી શકે છે. કેવી રીતે તેમને આ પદ મળ્યું? કૃત પુણ્ય પુંજા: ઘણા, ઘણા જીવનના પુણ્ય કર્મો. કારણકે આ છોકરાઓએ ઘણા, ઘણા જન્મોમાં તપસ્યા કરેલી, જીવનની સર્વોચ્ચ સિદ્ધિ મેળવવા માટે. હવે તેઓને તક મળી છે - વ્યક્તિગત રૂપે એક જ સ્તર પર કૃષ્ણ સાથે રમવાની. તેઓને ખબર નથી કે કૃષ્ણ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. તે છે વૃંદાવન લીલા. આ ગોપાળો, તેઓ ફક્ત કૃષ્ણને પ્રેમ કરે છે. તેમનો પ્રેમ અનંત છે. વૃંદાવનમાં દરેક. જેમ કે યશોદા માતા કે નંદ મહારાજ. તેઓ કૃષ્ણ સાથે વાત્સલ્ય સ્નેહમાં છે. તો પિતા અને માતા કૃષ્ણને પ્રેમ કરે છે, મિત્રો કૃષ્ણને પ્રેમ કરે છે, સખીઓ કૃષ્ણને પ્રેમ કરે છે, વૃક્ષો કૃષ્ણને પ્રેમ કરે છે, પાણી કૃષ્ણને પ્રેમ કરે છે, ફૂલ, ગાયો, વાછરડાઓ, બધાજ કૃષ્ણને પ્રેમ કરે છે. તે વૃંદાવન છે. તો જો આપણે ફક્ત કૃષ્ણને પ્રેમ કેવી રીતે કરવો તે શિખીએ, તો આપણે તરત જ આ સંસારને વૃંદાવનમાં પરિવર્તિત કરીએ છીએ, તરત જ. આજ ફક્ત કેન્દ્રિય બિંદુ છે. કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો. પ્રેમ પુમાર્થો મહાન.

તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ધર્મ અર્થ કામ મોક્ષ (શ્રી.ભા. ૪.૮.૪૧, ચૈ.ચ. આદિ ૧.૯૦). લોકો આ ચાર વસ્તુઓ પાછળ છે. ધર્મ અર્થ કામ મોક્ષ. ચૈતન્ય મહાપ્રભુએ આની અવગણના કરી છે. "તે જીવનની ઉપલબ્ધિ નથી." બેશક, એક મનુષ્ય... જ્યાં સુધી ધર્મનો વિચાર નથી હોતો, મનુષ્ય જીવન શરૂ નથી થતું. પણ અત્યારના સમયમાં, કલિયુગમાં, ધર્મ વ્યાવહારિક રીતે શૂન્ય છે. તો વેદિક ગણતરી અનુસાર, વર્તમાન માનવ સમાજ, તેઓ માનવ સુદ્ધા નથી. કારણકે ધર્મ નથી. કોઈ ધર્મ નથી. કોઈ નૈતિકતા નહીં. કોઈ પુણ્ય કર્મ નહી. કોઈ ચિંતા નથી. દરેક જણ કઈ પણ કરી શકે છે કાળજી રાખ્યા વગર. પહેલા નૈતિકતા, અનૈતિક્તા, અધર્મ, ધર્મ જેવુ હતું. પણ કલિયુગના વિકાસ સાથે, બધુ સમાપ્ત થઈ રહ્યું છે. એવું કહેલું છે કે કલિયુગમાં આશરે એશિ ટકા લોકો પાપી છે, બધા પાપી. અને આપણે વ્યાવહારિક રીતે જોઈ શકીએ છીએ. પાપમય કર્મોની સૂચિ જે આપણે આપી છે, ચાર સિદ્ધાંતો, અવૈધ યૌન સંબંધ, નશાખોરી, માંસાહાર અને જુગાર. આ પાપી જીવનના ચાર સ્તંભ છે.

તેથી અમે અમારા વિદ્યાર્થીઓને વિનંતી કરીએ છીએ કે સૌથી પહેલા આ સ્તંભોને તોડો. તો પાપી જીવનનું છાપરું પડી જશે. પછી હરે કૃષ્ણનો જપ કરો, તમે દિવ્ય સ્થિતિમાં સ્થિત રહેશો. સરળ વિધિ. કારણકે કોઈ ભગવાનને અનુભવી ના શકે જો તેનું જીવન પાપમય હોય. તે શક્ય નથી. તેથી કૃષ્ણ કહે છે: યેષામ અંત ગતામ પાપમ (ભ.ગી. ૭.૨૮). અંત ગતામ મતલબ સમાપ્ત.