GU/Prabhupada 0924 - ફક્ત નકારાત્મક નો કોઈ અર્થ નથી. કઈક હકારાત્મક હોવું જ જોઈએ730422 - Lecture SB 01.08.30 - Los Angeles

તે કે જેણે પાપમય જીવનનો અંત કર્યો છે. યેષામ અંતગતામ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ (ભ.ગી. ૭.૨૮). કોણ પાપમય જીવનને સમાપ્ત કરી શકે? તેઓ કે જે પુણ્ય કર્મોમાં જોડાયેલા છે. કારણકે કર્મ તો કરવું જ પડે, વ્યસ્તતા. તો જો કોઈ પુણ્ય કર્મોમાં જોડાયેલો રહેશે, સ્વાભાવિક રીતે તેના પાપમય કર્મો સમાપ્ત થઈ જશે. એક બાજુ, સ્વેચ્છાએ તેણે પાપમય જીવનના પાયાને તોડવાનો પ્રયાસ કરવો જોઈએ. અને બીજી બાજુ, તેણે તેની જાતને પુણ્ય જીવનમાં જોડવું જ પડે. ફક્ત સૈદ્ધાંતિક રીતે કોઈ ના કરી શકે, કારણકે દરેકને કઈક કામ તો કરવું જ પડે. જો તેને કોઈ પુણ્યશાળી કાર્ય ના હોય, તો ફક્ત સૈદ્ધાંતિક રીતે તે ના કરી શકે.

ઉદાહરણ તરીકે, વ્યવહારુ, તમારી સરકાર લાખો ડોલર ખર્ચી રહી છે આ નશાખોરી બંધ કરવા. બધા જાણે છે. પણ સરકાર નિષ્ફળ ગઈ છે. કેવી રીતે ફક્ત કાયદાથી કે ભાષણ આપવાથી તમે તેમને એલએસડી કે નશાખોરીથી મુક્ત કરી શકો? તે શક્ય નથી. તમારે તેમને સારું કાર્ય આપવું પડે. પછી આપમેળે... અને વ્યાવહારિક રીતે તમે જુઓ છો કે અમારા વિદ્યાર્થીઓ જે અહિયાં આવે છે અમે શિક્ષા આપીએ છીએ: "નશાખોરી નહીં." તરત જ છોડી દીધું. અને સરકાર નિષ્ફળ ગઈ. આ વ્યાવહારિક છે. પરમ દૃષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). જો તમે કોઈને સારી પ્રવૃત્તિ ના આપો, તમે તેની ખરાબ આદતો બંધ ના કરવી શકો. તે શક્ય નથી. તેથી અમે બે બાજુ આપીએ છીએ - સારી પ્રવૃત્તિ, અને સાથે સાથે નિષેધ. અમે ફક્ત એવું નથી કહેતા: "અવૈધ યૌન જીવન નહીં, નશાખોરી નહીં, ના, ના..." ફક્ત નકારાત્મક નો કોઈ અર્થ નથી. કઈક હકારાત્મક હોવું જ જોઈએ કારણકે દરેકને કઈક પ્રવૃત્તિ જોઈએ છે. કારણકે આપણે જીવ છીએ. આપણે મૃત પથ્થર નથી.

બીજા તત્વજ્ઞાનીઓ, તેઓ ધ્યાન દ્વારા મૃત પથ્થર બનવાની કોશિશ કરી રહ્યા છે. "મને શૂન્ય વિષે વિચારવા દો, નિરાકરવાદ." કૃત્રિમ રીતે, તમે કેવી રીતે શૂન્ય બનાવી શકો? તમારું હ્રદય, તમારું મન કાર્યોથી ભરપૂર છે. તો આ કૃત્રિમ વસ્તુઓ છે. તે માનવ સમાજને મદદ નહીં કરે. કહેવાતો યોગ, કહેવાતુ ધ્યાન, આ બધી ધૂર્તતા છે. કારણકે કોઈ પ્રવૃત્તિ નથી. અહી પ્રવૃત્તિ છે. અહી દરેક સવારે વહેલા ઊઠીને અર્ચાવિગ્રહની આરતી કરવામાં પ્રવૃત્ત છે. તેઓ સુંદર ભોજન બનાવે છે. તેઓ શૃંગાર કરે છે, માળા બનાવે છે, ઘણી બધી પ્રવૃત્તિઓ. તેઓ સંકીર્તન માટે જાય છે, તેઓ પુસ્તક વિતરણનો પ્રચાર કરે છે. ચોવીસ કલાક પ્રવૃત્તિ. તેથી તેઓ પાપમય જીવનને છોડી શક્યા છે. પરમ દૃષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯).

જેમ કે... બધુજ ભગવદ ગીતમાં વર્ણવેલું છે. જેમ કે ચિકિત્સાલયમાં. ચિકિત્સાલયમાં ઘણા બધા દર્દીઓ હોય છે, તેઓ એકાદશીને દિવસે કશું ખાતા નથી. તેનો મતલબ તેવો છે કે તેઓ એકાદશી કરે છે? (હાસ્ય) તે ફક્ત તેજ વસ્તુની પાછળ છે, "હું ક્યારે ખાઈશ, હું ક્યારે ખાઈશ, હું કારે ખાઈશ?" પણ આ વિદ્યાર્થીઓએ, તેઓ સ્વેચ્છાથી કશું નથી ખાતા. અમે, અમે એવું નથી કહેતા કે તમે કશું ના ખાઓ. થોડાક ફળો, થોડાક પુષ્પો. બસ તેટલું જ. તો પરમ દૃષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). જેમ કે એક બાળક. તેના હાથમાં કશુક છે; તે ખાઈ રહ્યો છે. અને જો તમે તેને વધુ સારી વસ્તુ આપશો, તે નીચી વસ્તુ ફેંકી દેશે અને વધુ સારી વસ્તુ લઈ લેશે. તો અહી કૃષ્ણ ભાવનામૃત છે, વધુ સારી પ્રવૃત્તિ, વધુ સારું જીવન, વધુ સારું તત્વજ્ઞાન, વધુ સારી ચેતના, બધુ ઉત્તમ. તેથી તેઓ જીવનની પાપમય ક્રિયાઓનો ત્યાગ કરી શકે છે અને તે કૃષ્ણ ભાવનામૃતમાં બદલાઈ જશે.

તો આ ક્રિયાઓ ચાલી રહી છે ફક્ત માનવ સમાજમાં જ નહીં. પશુ સમાજમાં પણ. પશુ સમાજ, જળચર, કારણકે દરેક કૃષ્ણનો અભિન્ન અંશ છે, સંતાન. તો તેથી તેઓ આ ભૌતિક જગતમાં સડી રહ્યા છે. તો કૃષ્ણ પાસે યોજના છે, એક મોટી યોજના તેમના ઉદ્ધાર માટે. વ્યક્તિગત રીતે તેઓ આવે છે. કોઈક વાર તેઓ તેમના ખાનગી ભક્તને મોકલે છે. કોઈક વાર તેઓ સ્વયમ આવે છે. કોઈક વાર તેઓ ભગવદ ગીતા જેવી શિક્ષાઓ છોડી જાય છે.