GU/Prabhupada 0926 - આવો કોઈ વેપારી બદલો નહીં. તે જરૂરી છે. કૃષ્ણને તેવા પ્રકારનો પ્રેમ જોઈએ છે

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png પહેલાનું પૃષ્ઠ - વિડીઓ 0925
આગામી પૃષ્ઠ - વિડીઓ 0927 Go-next.png

આવો કોઈ વેપારી બદલો નહીં. તે જરૂરી છે. કૃષ્ણને તેવા પ્રકારનો પ્રેમ જોઈએ છે
- Prabhupāda 0926


730423 - Lecture SB 01.08.31 - Los Angeles

આપણે કૃષ્ણને કોઈ ભૌતિક લાભ માટે પ્રેમ ના કરવો જોઈએ. તેવું નથી કે: "કૃષ્ણ, અમને અમારો દૈનિક રોટલો આપો. તો હું તમને પ્રેમ કરીશ. કૃષ્ણ, મને આ આપો. તો હું તમને પ્રેમ કરીશ." આવો વેપારી બદલો હોતો નથી. તે જરૂરી છે. કૃષ્ણને તેવા પ્રકારનો પ્રેમ જોઈએ છે. તો અહી તે કહ્યું છે, તે સ્થિતિ, યા તે દશા, દશા... જ્યારે, જેવા કૃષ્ણએ માતા યશોદાને એક દોરડું લઈને આવતા જોયા તેમને બાંધવા માટે, તો તેઓ તરત જ ખૂબ ભયભીત થઈ ગયા કે આંસુ આવી ગયા. "ઓહ, માતા મને બાંધવા જઈ રહી છે." યા તે દશાશ્રુ કલીલ અંજન. અને આંજણ ધોવાઈ રહ્યું છે. અને સંભ્રમ. અને માતાની સામે ખૂબ આદરથી જોઈને, લાગણીથી વિનંતી: "હા, માતા, મે તમારો અપરાધ કર્યો છે. કૃપા કરીને મને માફ કરી દો." આ કૃષ્ણનું દ્રશ્ય હતું. તો તે દ્રશ્યને કુંતી બિરદાવે છે. અને તરત જ તેમનું માથું ઝૂકી જાય છે.

તો આ કૃષ્ણની બીજી પૂર્ણતા છે, કે જોકે તે પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે... ભગવદ ગીતામાં તેઓ કહે છે: મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭). "મારા વ્હાલા અર્જુન, કોઈ વ્યક્તિ મારાથી ઉપર નથી. હું સર્વોચ્ચ છું." મત્ત: પરતરમ નાન્યત. કોઈ બીજું નથી." કે પૂર્ણ પુરષોત્તમ ભગવાન, કે જેમની ઉપર કોઈ નથી, તે પૂર્ણ પુરષોત્તમ ભગવાન માતા યશોદા સમક્ષ શીશ નમાવે છે. નીનીય, વકત્રમ નીનીય. તેઓ સ્વીકારે છે: "મારી વ્હાલી માતા, હા, હું અપરાધી છું." નીનીય વકત્રમ ભય ભાવનયા, ભયની લાગણીથી. સ્થિતસ્ય. કોઈક વાર જ્યારે યશોદામાતા, માતા યશોદા, જોતાં હતા કે બાળક ખૂબ ભયભીત થઈ ગયો છે, તેઓ પણ વિચલિત થઈ જતાં. કારણકે જો બાળક વિચલિત છે... તે મનોવિજ્ઞાન છે. કોઈક માનસિક પ્રતિક્રિયા છે. તો માતા યશોદા ન હતા ઇચ્છતા કે કૃષ્ણને ખરેખર મારી શિક્ષાને કારણે સહન કરવું પડે. તે કૃષ્ણ નહીં, માતા યશોદાનો હેતુ હતો. પણ માતા તરીકેની લાગણીમાં, જ્યારે તે ખૂબ જ પરેશાન થઈ જાય, બાળક...

આ પ્રણાલી ભારતમાં હજુ પણ છે, કે જ્યારે બાળક બહુ પરેશાન કરતો હોય, તેને એક સ્થળે બાંધી દેવામાં આવે છે. તે બહુ સામાન્ય પ્રણાલી છે. તો યશોદા માતાએ તે અપનાવેલી. સા મામ વિમોહયતી. તો તે દ્રશ્ય શુદ્ધ ભક્તો દ્વારા બિરદાવવામાં આવે છે, કે કેટલી મહાનતા છે કે પરમ પુરુષમાં, કે તેઓ તદ્દન એક પૂર્ણ બાળકને જેમ વર્તી રહ્યા છે. જ્યારે તેઓ બાળક તરીકે વર્તે છે, તેઓ પૂર્ણ રીતે વર્તે છે. જ્યારે તેઓ પતિ તરીકે વર્તે છે, સોળ હજાર પત્નીઓ, તેઓ પૂર્ણ રીતે પતિ તરીકે વર્તતા હતા. જ્યારે તેઓ ગોપીઓના પ્રેમી તરીકે વર્તતા હતા, તેઓ પૂર્ણ રીતે વર્તતા હતા. જ્યારે તેઓ ગોપાળોના મિત્ર હતા, તેઓ પૂર્ણ રીતે વર્તતા હતા.

બધા ગોપાળો કૃષ્ણ પર નિર્ભર કરે છે. તેઓને ખજૂરના વૃક્ષના ફળનો સ્વાદ કરવો હતો, પણ એક રાક્ષસ હતો, ગર્દભાસુર, તે કોઈને ખજૂરના વૃક્ષમાં કોઈને પ્રવેશવા ન હતો દેતો. પણ કૃષ્ણના મિત્રો, ગોપાળો, તેઓએ વિનંતી કરી: "કૃષ્ણ, અમારે તે ફળનો સ્વાદ લેવો છે. જો તું કરી શકે..." "હા." તરત જ કૃષ્ણએ વ્યવસ્થા કરી. કૃષ્ણ અને બલરામ જંગલમાં ગયા, અને રાક્ષસો, તેઓ ગધેડાના રૂપમાં ત્યાં રહેતા હતા, અને તરત જ તેઓ તેમના પાછળના પગોથી કૃષ્ણ અને બલરામને લાત મારવા આવ્યા. અને બલરામે તેમાથી એકને પકડ્યો અને તરત જ તેને વૃક્ષની ટોચ પર ફેંકી દીધો અને રાક્ષસ મરી ગયો.

તો મિત્રો પણ કૃષ્ણના ઘણા કૃતાર્થ હતા. ચારે બાજુ અગ્નિ હતી. તેમને કશું જ્ઞાન હતું નહીં. "કૃષ્ણ." "હા." કૃષ્ણ તૈયાર છે. કૃષ્ણ તરતજ આખી અગ્નિને ગળી ગયા. ઘણા બધા રાક્ષસોએ આક્રમણ કરેલું. રોજ, બધા છોકરાઓ, તેઓ ઘરે પાછા આવતા અને તેમની માતાને કહેતા: "માતા, કૃષ્ણ બહુજ અદ્ભુત છે. તે જોયું. આજે આ થયું." અને માતા કહેતી: "હા, આપણો કૃષ્ણ અદ્ભુત છે." બહુજ. બસ તેટલું જ. તેઓને ખબર નથી કે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ પરમ ભગવાન છે. કૃષ્ણ અદ્ભુત છે. બસ તેટલું જ. અને તેમનો પ્રેમ વધતો જાય છે. જેવા તેઓ વધારે ને વધારે કૃષ્ણના અદ્ભુત કાર્યો અનુભવતા, તેઓ વધારે ને વધારે પ્રેમ કરતાં. "કદાચ તે એક દેવતા હશે. હા." તે તેમની સલાહ હતી. જ્યારે નંદ મહારાજ તેમના મિત્રો સાથે વાતો કરતાં અને મિત્રો કૃષ્ણ વિષે વાતો કરતાં... "ઓહ, નંદ મહારાજ, તમારો બાળક કૃષ્ણ અદ્ભુત છે. "હા, હું તે જોઉં છું. કદાચ કોઈ દેવતા." બસ તેટલું જ. "કદાચ" તે પણ ચોક્કસ નહીં. (હાસ્ય) તો વૃંદાવનના વાસીઓ, તેઓ દરકાર નથી કરતાં ભગવાન કોણ છે, કોણ નથી. તે તેમનું કાર્ય નથી. પણ તેમને કૃષ્ણ જોઈએ છે અને કૃષ્ણને પ્રેમ કરવો છે. બસ તેટલું જ.