GU/Prabhupada 0927 - કેવી રીતે તમે કૃષ્ણનું વિશ્લેષણ કરશો? તેઓ અસીમિત છે. તે અશક્ય છે



730423 - Lecture SB 01.08.31 - Los Angeles

તો તેઓ કે જે સૌ પ્રથમ કૃષ્ણનું વિશ્લેષણ કરવાનું વિચારે છે, કે તેઓ ભગવાન છે કે નહીં, તેઓ પ્રથમ વર્ગના ભક્તો નથી. તેઓકે જેમને કૃષ્ણ માટે સહજ પ્રેમ છે, તેઓ પ્રથમ વર્ગના ભક્તો છે. કેવી રીતે તમે કૃષ્ણનું વિશ્લેષણ કરશો? તેઓ અસીમિત છે. તે અશક્ય છે. તો આ કાર્ય... આપણે કૃષ્ણનું વિશ્લેષણ કરવાની, જાણવાની, કોશિશ ના કરવી જોઈએ. તે અશક્ય છે. આપણે સીમિત ધારણા છે, આપણી ઇન્દ્રિયોની સીમિત શક્તિ. આપણે કૃષ્ણનો અભ્યાસ કેવી રીતે કરી શકીએ? તે કદાપિ શક્ય નથી. જેટલું પણ કૃષ્ણ પોતાનો બોધ કરાવે છે, તે પર્યાપ્ત છે. પ્રયત્ન ના કરો. તે નથી...

નેતિ નેતિ. જેમ કે માયાવાદીઓ, તેઓ ભગવાનને શોધવાનો પ્રયાસ કરે છે, ભગવાન ક્યાં છે, કોણ છે. નેતિ, આ નહીં. તેઓ ફક્ત "આ નહીં." તેમનું તત્વજ્ઞાન આધારિત છે "આ નહીં" ઉપર. અને તે શું છે, તેમને ખબર નથી. કહેવાતા વૈજ્ઞાનિકો પણ, તેઓ અંતિમ કારણને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમની વિધિ છે "આ નહીં." બસ તે જ. જેટલા, જેટલા તેઓ આગળ વધે છે, તેઓ શોધે છે "આ નહીં", અને તે શું છે, તેઓ ક્યારેય નહીં શોધે. તેઓ ક્યારેય નહીં શોધે. તેઓ કહી શકે છે "આ નહીં," પણ તે શું છે, તે શક્ય નથી. તે શક્ય નથી.

પંથાસ તુ કોટિશત વત્સર સંપ્રગમ્યો
વાયોર અથાપિ મનસો મુનિ પુંગવાનામ
સો અપ્યસ્તી યત પ્રપદ સિમ્નિ અવિચિંત્ય તત્વે
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ

(બ્ર.સં. ૫.૩૪)

તો કૃષ્ણનું શું કહેવું, આ ભૌતિક પદાર્થ સુદ્ધાં. તેઓ ચંદ્ર ગ્રહ પર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર તેમને ખબર નથી તે શું છે. ખરેખર. તો પછી તેઓ પાછા કેમ આવી રહ્યા છે? જો તેમને પૂર્ણ રીતે ખ્યાલ હોય, તે શું છે, તેઓ અત્યાર સુધીમાં ત્યાં રહેતા હોત. તેઓ છેલ્લા વીસ વર્ષોથી કોશિશ કરે છે. તેઓ ફક્ત જુએ છે: "આ નહીં. કોઈ જીવ નથી. ત્યાં આપણી રહેવાની કોઈ શક્યતા નથી." ઘણા બધી "ના." અને હા શું છે? ના, તેમને ખબર નથી. અને આ ફક્ત એક ગ્રહ કે એક તારો છે. ચંદ્ર ગ્રહને તારા તરીકે લેવામાં આવે છે.

વૈજ્ઞાનિકો, તેઓ કહે છે તારાઓ બધા સૂર્ય છે, પણ આપણી માહિતી પ્રમાણે, ભગવદ ગીતમાં: નક્ષત્રાણામ યથા શશિ. શશિ મતલબ ચંદ્ર જેમ કે ઘણા બધા તારાઓ. તો ચંદ્રનું સ્થાન શું છે? ચંદ્ર તે સૂર્યનું તેજસ્વી પ્રતિબિંબ છે. તો આપણી ગણતરી પ્રમાણે સૂર્ય એક છે. પણ આધુનિક વૈજ્ઞાનિકો કહે છે કે ઘણા બધા સૂર્યો છે, તારાઓ છે. આપણે સહમત નથી થતાં. આ ફક્ત એક જ બ્રહ્માણ્ડ છે. ઘણા બધા સૂર્યો છે, અગણિત, પણ દરેક સૂર્યમાં, દરેક બ્રહ્માણ્ડમાં, એક જ સૂર્ય છે, વધુ નહીં. તો આ બ્રહ્માણ્ડ, આપણે જે અનુભવ કરીએ છીએ, અપૂર્ણ રીતે જોઈને અનુભવ કરીએ છીએ... તે આપણે જાણતા નથી. આપણે ગણતરી કરી ના શકીએ, કેટલા તારાઓ છે, કેટલા ગ્રહો છે. તે અશક્ય છે. તો ભૌતિક વસ્તુઓ જે આપણી સામે છે, છતાં આપણે ગણતરી નથી કરી શકતા, સમજી નથી શકતા, તો પરમ ભગવાનનું શું કહેવું કે જેમણે બ્રહ્માણ્ડની રચના કરી છે? તે શક્ય નથી.

તેથી બ્રહ્મ સંહિતામાં કહ્યું છે: પંથાસ તુ કોટિશત વત્સર સંપ્રગમ્ય: (બ્ર.સં. ૫.૩૪). પંથાસ... કોટિશત વત્સર. અવકાશ અસીમિત છે. હવે તમે તમારું વિમાન કે અવકાશયાન લો... ઘણી બધી વસ્તુઓ તેમણે શોધી છે. તો તમે જતાં જાઓ. તો તમે કેટલા કલાકો કે દિવસો કે વર્ષો સુધી જશો? ના. પંથાસ તુ કોટિશત વત્સર. લાખો વર્ષો સુધી, કોટિશત વત્સર, તમારી ગતિએ જતાં જાઓ. પંથાસ તુ કોટિશત વત્સર સંપ્રગમ્ય: અને હું કેવી રીતે જઈશ? હવે વિમાન કે જે હવાની ગતિ પર ઊડી રહ્યું છે. આ ગતિ નહીં, કલાકની ૫૦૦ માઇલ કે ૧૦૦૦ માઈલ. ના. હવાની ગતિ શું છે?

સ્વરૂપ દામોદર: સેકંડ ની ૧,૯૬,૦૦૦ માઇલ.

પ્રભુપાદ: સેકંડની ૯૬ માઈલ. આ વેદિક સાહિત્યમાં લખ્યું છે, કે જો તમે આપ ગતિએ જાઓ, હવાની, સેકંડની ૯૬,૦૦૦ માઇલ. તો જરા ધારણા કરો કે હવાની ગતિ શું છે. તો પંથાસ તુ કોટિશત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ (બ્ર.સં. ૫.૩૪). વિમાન ઉપર કે જે હવાની ગતિએ ઊડી રહ્યું છે. તે ગતિ, અને લાખો વર્ષો સુધી. અને પછી ફરીથી તે સલાહ આપવામાં આવી છે કે ફક્ત હવાની ગતિ નહીં પણ મનની ગતિ પણ.