GU/Prabhupada 0953 - જ્યારે આત્મા સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે, તે નીચે પડી જાય છે. તે ભૌતિક જીવન છે750623 - Conversation - Los Angeles

ડૉ. મીઝ: પ્રશ્ન કે જે મને સતાવી રહ્યો છે એક રીતે, તે છે, કેમ આત્મા... કારણકે હું તમારો વિચાર સમજુ છું કે આત્મા એ આધ્યાત્મિક આકાશનો અંશ છે મૂળ રૂપે, કે ભગવાનનો અંશ, અને તે કોઈક રીતે અહંકારને લીધે આ આનંદમય સ્થિતિમાથી નીચે પડી ગયો છે, તેવી જ રીતે કે ખ્રિસ્તી થીસિસ જે કહે છે શેતાન ગર્વને કારણે સ્વર્ગમાથી નીચે પડી ગયો. અને તે હેરાનીની વાત છે કે કે કેવી રીતે આત્મા આટલો મૂર્ખ થયો, આટલો ઉન્માદી, અને આવું કર્યું.

પ્રભુપાદ: તે સ્વતંત્રતા છે.

ડૉ. મીઝ: સ્વતંત્રતા.

પ્રભુપાદ: સ્વતંત્રતાનો સદુપયોગ કરવાને બદલે, જ્યારે તે સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે તે નીચે પડી જાય છે.

ડૉ. મીઝ: માફ કરજો, શું કીધું?

પ્રભુપાદ: તે નીચે પડી જાય છે.

ડૉ. મીઝ: તે પડી જાય છે.

પ્રભુપાદ: તે નીચે પડી જાય છે તેની સ્વતંત્રતાને કારણે. જેમ કે તમને સ્વતંત્રતા છે. તમે અહિયાં બેઠા છો. તમે તરત જ જઈ શકો છો. તમને કદાચ મને સાંભળવું ના ગમે.

ડૉ. મીઝ: મને શું કરવાનું ના ગમે?

પ્રભુપાદ: તમને કદાચ મને સાંભળવું ના ગમે.

ડૉ. મીઝ: હા.

પ્રભુપાદ: તે સ્વતંત્રતા તમારી પાસે છે. મારી પાસે પણ છે. હું તમારી સાથે વાત ના પણ કરું. તો તે સ્વતંત્રતા હમેશા હોય છે. તેવી જ રીતે, ભગવાનના અભિન્ન અંશ તરીકે, તે આત્માનું કર્તવ્ય છે કે ભગવાનની સેવામાં હમેશા પરોવાયેલા રહેવું.

ડૉ. મીઝ: હમેશા પરોવાયેલા રહેવું શેમાં...?

પ્રભુપાદ: ભગવાનની સેવામાં.

ડૉ. મીઝ: ભગવાનની સેવામાં.

પ્રભુપાદ: જેમકે આ આંગળી મારા શરીરનો અભિન્ન ભાગ છે. હું જે કઈ પણ આજ્ઞા આપું, તે તરત જ કરે છે. હું કહું, "આવું કર," તે કરશે..., તે કરશે. તેથી... પણ આ જડ પદાર્થ. તે યંત્રની જેમ કામ કરે છે. મન તરત જ આંગળીને માર્ગદર્શન આપે છે અને તે કરે છે, યંત્રની જેમ. આ આખું શરીર એક યંત્ર જેવુ છે, પણ આત્મા યંત્ર નથી, યંત્રનો ભાગ. તે આધ્યાત્મિક ભાગ છે. તો તેથી, જેવો હું આંગળીને માર્ગદર્શન આપું, કે... યંત્ર હોવાને કારણે, તે કામ કરે છે, પણ જો કોઈ બીજું, મિત્ર કે સેવક, હું તેને કઈક કરવા માટે કહી શકું છે, તે કદાચ ના પણ કરે. તો જ્યારે આત્મા સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે, તે નીચે પડી જાય છે. તે ભૌતિક જીવન છે. ભૌતિક જીવન મતલબ આત્માની સ્વતંત્રતાનો દુરુપયોગ કરવો. જેમ કે એક પુત્ર. એક પુત્રનું કર્તવ્ય છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું. પણ તે પાલન ના પણ કરે. તે તેનું પાગલપન છે. તો જ્યારે આત્મા, સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને, પાગલ બને છે, તેને આ ભૌતિક જગતમાં મોકલવામાં આવે છે.

ડૉ. મિઝ: તે મારા માટે ઉખાણા જેવુ છે કે કોઈ એટલું મૂર્ખ કેમ બને.

પ્રભુપાદ: તમારી સ્વતંત્રતાને કારણે તમે મૂર્ખ બની શકો. નહીં તો, સ્વતંત્રતાનો કોઈ મતલબ નથી. સ્વતંત્રતા મતલબ તમે જેવુ ગમે તેવું કરી શકો. તે ભગવદ ગીતા માં કહેલું ચ, કે યથેચ્છસી તથા કુરુ (ભ.ગી. ૧૮.૬૩). તે શ્લોક અઢારમાં અધ્યાયમાથી શોધી કાઢો. તે સ્વતંત્રતા છે. સંપૂર્ણ ભગવદ ગીતાની અર્જુનને શિક્ષા આપ્યા પછી, કૃષ્ણ તેને સ્વતંત્રતા આપે છે, "હવે તને જેવુ ગમે, તેવું તું કરી શકે છે." કૃષ્ણએ ક્યારેય તેને ભગવદ ગીતની શિક્ષાનો સ્વીકાર કરવા માટે બળજબરી પૂર્વક આગ્રહ નથી કર્યો. તેમણે તેને સ્વતંત્રતા આપી, "હવે તને જેવુ ગમે, તેવું તું કરી શકે છે." અને તે રાજી થયો: "હા, હવે મારો ભ્રમ જતો રહ્યો છે, હું તમે જેમ કહો છો તેમ કરીશ." તેજ સ્વતંત્રતા. હા.

બહુલાશ્વ: આ અઢારમાં અધ્યાયમાં છે.

ધર્માધ્યક્ષ: "તેથી મે તને સમજાવ્યું છે સૌથી..." પહેલા સંસ્કૃત વાંચું?

પ્રભુપાદ: હા.

ધર્માધ્યક્ષ:

ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ
ગુહ્યદ ગુહ્યાતરમ મયા
વિમ્ર્ષ્યૈતદ અશેશેણ
યથેચ્છસિ તથા કુરુ
(ભ.ગી. ૧૮.૬૩)

"તેથી હવે મે તને સૌથી ગોપનીય જ્ઞાન સમજાવ્યું છે. આના ઉપર પૂરો વિચાર વિમર્શ કર, અને પછી તને જેવુ ગમે તેવું કર."

પ્રભુપાદ: હા. હવે જો તમે કહો, "શું કરવા આત્મા આટલો મૂર્ખ બને?" તો તે સ્વતંત્રતાનો દુરુપયોગ છે. બુદ્ધિશાળી પિતાને બુદ્ધિશાળી પુત્ર છે, પણ કોઈક વાર તે મૂર્ખ બને છે. તો તેનું કારણ શું છે? તે પિતાનો અભિન્ન ભાગ છે. તેને તદ્દન પિતા જેવુ જ બનવું જોઈએ. પણ તે પિતા જેવો નથી બનતો. મે જોયું છે, અલાહાબાદમાં એક મોટા વકીલ હતા, બેરિસ્ટર, શ્રીમાન બેનર્જી. તેમનો સૌથી મોટો પુત્ર પણ વકીલ હતો, અને સૌથી નાનો પુત્ર, ખરાબ સંગતને કારણે, તે એકલવલ બની ગયો. એકલ મતલબ... ભારતમાં એક ઘોડાથી ચાલવાવાળી ગાડી છે. તો તેણે એકલ બનવાનું પસંદ કર્યું. તેનો મતલબ તે એક નીચલા વર્ગની સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને તેના સંગથી, તે એકલ બની ગયો. ઘણા કિસ્સાઓ છે. અજામિલ ઉપાખ્યાન. તે બ્રાહ્મણ હતો અને ખૂબ નીચે પતિત થઈ ગયો. તો આ સ્વતંત્રતાનો દુરુપયોગ હમેશા છે.