GU/Prabhupada 0954 - જ્યારે આપણે આ નીચ ગુણો પર વિજય મેળવીએ છીએ, ત્યારે આપણે સુખી થઈએ છીએ750623 - Conversation - Los Angeles

બહુલાશ્વ: શ્રીલ પ્રભુપાદ, આપણી ભૌતિક દૂષિત અવસ્થામાં, જ્યારે આપણે મૂર્ખતાપૂર્ણ કે પાગલપનથી વર્તીએ છીએ, ત્યારે આપણે તેને તમસ, કે અજ્ઞાન કહીએ છીએ. પણ આધ્યાત્મિક આકાશમાં જ્યારે જીવ તેની શુદ્ધ ચેતનામાં હોય છે, તો શું કામ કરે છે... શું તેના પર કોઈ કામ કરે છે તેને ભ્રમિત કરવા માટે તે સમયે પણ?

પ્રભુપાદ: હા. જેમ કે જય વિજય. તેઓએ અપરાધ કર્યો. તેઓએ ચાર કુમારોને અંદર આવવા ના દીધા. તે તેમની ભૂલ હતી. અને કુમારો બહુ નારાજ થયા. પછી તેમણે શાપ આપ્યો કે "તમે આ સ્થાન પર રહેવા માટે યોગ્ય નથી." તો આપણે ક્યારેક ભૂલ કરીએ છીએ. તે પણ સ્વતંત્રતાનો દુરુપયોગ છે. અથવા કારણકે આપણે નાના છીએ આપણા નીચે પડવાની શક્યતા રહેલી છે. જેમ કે અગ્નિનો એક નાનો ભાગ, જો કે તે પણ અગ્નિ છે, તેની બુઝાઇ જવાની શક્યતા વધુ છે. મોટી અગ્નિ બુઝાતી નથી. તો કૃષ્ણ મોટી અગ્નિ છે, અને આપણે અભિન્ન અંશ, તણખલા, બહુ જ નાના. તો અગ્નિમાં તણખલા છે, "ફટ!ફટ!" ઘણા બધા છે. પણ જો તે તણખલા નીચે પડે છે, તો તે બુઝાઇ જાય છે. તે તેવું છે. નીચે પડવું મતલબ, ભૌતિક જગત, ત્રણ શ્રેણીઓ છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. જો... જેમ કે તણખલું નીચે પડે છે. જો તે સૂકા ઘાસ પર પડે, તો ઘાસ પર આગ લાગી જાય છે. તો અગ્નિનો ગુણ હજુ રહે છે, ભલે તે નીચે પડ્યું છે. સૂકા ઘાસના વાતાવરણને કારણે, ફરીથી બીજી અગ્નિ ઉત્પન્ન થાય છે, અને અગ્નિનો ગુણ રહે છે. તે સત્વગુણ છે. અને જો તણખલું લીલા ઘાસ પર પડે, તો તે બુઝાઇ જાય છે. અને સૂકું ઘાસ, જ્યારે લીલું ઘાસ સૂકું બને છે, ફરીથી અવસર છે અગ્નિમય બનવાનો. પણ જો તણખલું પાણી પર પડે, તો તે બહુ મુશ્કેલ છે. તેવી જ રીતે, આત્મા, જ્યારે તે ભૌતિક જગતમાં આવે છે, ત્રણ ગુણો હોય છે. તો જો તે તમોગુણના સંસર્ગમાં આવે તો તે સૌદધિ અધમ અવસ્થા છે. જો તે રજોગુણ સાથે નીચે પડે તો થોડીક ક્રિયા છે. જેમ કે તેઓ કામ કરી રહ્યા છે. અને જો તે સત્વગુણમાં પડે, તો તે ઓછામાં ઓછું પોતાને જ્ઞાનમા રાખે છે કે "હું અગ્નિ છું. હું આ જડ પદાર્થ નથી."

તો તેવી જ રીતે આપણે તેને ફરીથી સત્વગુણ પર લાવવું પડશે, બ્રાહ્મણ યોગ્યતા, જેથી તે સમજી શકે અહમ બ્રહ્માસ્મિ, "હું આધ્યાત્મિક આત્મા છું. હું જડ પદાર્થ નથી." પછી તેનું આધ્યાત્મિક કાર્ય આરંભ થાય છે. તેથી આપણે તેને સત્વગુણના સ્તર પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, મતલબ રજોગુણ, તમોગુણના કાર્યો ત્યજી દેવા: માંસાહાર નહીં, અવૈધ યૌન સંબંધ નહીં, નશો નહીં, જુગાર નહીં. ઘણી બધી ના - ભૌતિક ગુણોની અસરથી તેને બચાવવા માટે. પછી, જો તે સત્વગુણમાં સ્થિત થાય છે, તે સ્તર પર રહે છે... જ્યારે તે સત્વગુણના સ્તર પર રહે છે, પછી રજસ-તમ:, બીજા નીચલા ગુણો, તેને વિચલિત નહીં કરી શકે. નીચલા ગુણો, નીચલા ગુણોનું સ્તર, આ છે: અવૈધ યૌન સંબંધ, માંસાહાર, નશો, જુગાર. તો તદા રજસ તમો ભાવા: કામ લોભાદયસ ચ યે (શ્રી.ભા. ૧.૨.૧૯). જ્યારે કોઈ ઓછામાં ઓછું આ બે નીચલા ગુણોથી મુક્ત થાય છે... નીચલા ગુણો મતલબ કામ, વાસના, અને લોભ. ભૌતિક જગતમાં, સામાન્ય રીતે તેઓ આ નીચલા ગુણો હેઠળ હોય છે, મતલબ હમેશા વાસનાવૃત્તિથી ભરેલા અને સંતુષ્ટ નહીં, લોભી. જ્યારે આપણે આ નીચ ગુણો પર વિજય મેળવીએ છીએ, ત્યારે આપણે સુખી થઈએ છીએ. તદા રજસ તમો ભાવા: કામ લોભાદયસ ચ યે, ચેતા એતૈર અનવિધ્ધમ... (શ્રી.ભા. ૧.૨.૧૯). જ્યારે ચેતના આ નીચલા ગુણોથી પ્રભાવિત નથી થતી, ચેતા એતૈર અના... સ્થિત: સત્વે પ્રસીદતી. સત્વગુણના સ્તર પર સ્થિત થઈને, તે આનંદનો અનુભવ કરે છે. તે આધ્યાત્મિક જીવનનો આરંભ છે. જ્યારે... જ્યાં સુધી વાસના અને લોભથી મન વિચલિત થયા કરશે, આધ્યાત્મિક જીવનનો કોઈ પ્રશ્ન જ નથી. તેથી, સૌ પ્રથમ કાર્ય છે કે કેવી રીતે મનને નિયંત્રિત કરવું, જેથી તે નીચલા ગુણો, વાસના અને લોભ, થી પ્રભાવિત ના થાય. અમે જોયું છે પેરિસમાં ઘરડો પુરુષ, પંચોતેર વર્ષનો, તે નાઇટ ક્લબમાં જાય છે, કારણકે વાસના છે. તે પચાસ ડોલર ક્લબમાં પ્રવેશવા માટે આપે છે, અને પછી તે બીજી વસ્તુઓ માટે ફરીથી ચૂકવે છે. તો ભલે તે પંચોતેર વર્ષનો છે, વાસના છે.