GU/Prabhupada 0956 - કુતરાનો પિતા ક્યારેય તેની સંતાનને નહીં કહે, 'શાળાએ જાઓ'. નહીં. તેઓ કુતરા છે



750623 - Conversation - Los Angeles

ડૉ. મીઝ: મનને કેવી રીતે જાણ થાય કે આત્મા છે?

પ્રભુપાદ: જેમના મન સ્પષ્ટ છે તેવા આચાર્યો પાસેથી શિક્ષા લઈને. વિદ્યાર્થીઓ તમારી પાસે કેમ આવે છે? કારણકે મન સ્પષ્ટ નથી. તમારે મન સ્પષ્ટ કરવું પડશે, તેમને મનોવિજ્ઞાન શીખવાડીને, અનુભવીને... વિચારીને, અનુભવીને, ઈચ્છા રાખીને. તેથી તેણે વિદ્વાન માણસ પાસે આવવું જ પડે કે જેને ખબર હોય મનને કેવી રીતે સમજવું, કેવી રીતે મનની ગતિવિધિઓ સમજવી, કેવી રીતે તેની સાથે નીપટવું. તેના માટે શિક્ષાની આવશ્યકતા છે. એક કૂતરો આ શિક્ષા ના લઈ શકે, પણ મનુષ્ય લઈ શકે. તેથી તે મનુષ્યનું કર્તવ્ય છે, કેવી રીતે મનને નિયંત્રિત કરવું, બિલાડા અને કૂતરાની જેમ ના વર્તવું. તે મનુષ્ય છે. તેણે જિજ્ઞાસુ થવું જોઈએ, "આ કેમ થઈ રહ્યું છે? આ કેમ થઈ રહ્યું છે?" અને તેણે શિક્ષા લેવી જોઈએ. તે મનુષ્ય જીવન છે. અને જો તે પૃચ્છા ના કરે, જો તે શિક્ષા ના લે, તો તેનામાં અને કુતરામાં શું ફરક છે? તે કૂતરો રહે છે. તેની પાસે મનુષ્ય જીવનરૂપિ અવસર છે. તેણે શું વસ્તુ શું છે તે સમજવાનો લાભ લેવો જોઈએ, પોતાની જાતને કુતરાના સ્તર પર ના રાખવી જોઈએ, ફક્ત, ખાવું, ઊંઘવું, સેક્સ જીવન અને રક્ષણ. તે કુતરા અને મનુષ્ય વચ્ચેનું અંતર છે. જો તે કેવી રીતે મનને નિયંત્રણમાં રાખવું તેના વિશા જિજ્ઞાસુ ના બને, તો તે માણસ પણ નથી. એક કૂતરો ક્યારેય નથી પૃચ્છા કરતો. એક કૂતરાને ખબર છે કે "જ્યારે હું ભસું છું, લોકો પરેશાન થાય છે." તે ક્યારેય નહીં પૂછે, "આ ભસવાની આદતને કેવી રીતે નિયંત્રણમાં લાવવી?" (હાસ્ય) કારણકે તે કૂતરો છે, તે ના કરી શકે. એક મનુષ્ય જાણી શકે છે કે "લોકો મને નફરત કરે છે. હું કઈક ખરાબ કરું છું. હું મારૂ મન કેવી રીતે નિયંત્રિત કરું?" તે મનુષ્ય છે. તે મનુષ્ય અને કુતરા વચ્ચેનું અંતર છે. તેથી વેદિક આજ્ઞા છે, "જાઓ અને પૃચ્છા કરો. તમને આ મનુષ્ય જીવન મળ્યું છે." અથાતો બ્રહ્મ જિજ્ઞાસા: "હવે આ સમય છે આત્મા વિષે પૃચ્છા કરવાનો." તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). જો તમારે આ વિજ્ઞાન સમજવું હોય, તો યોગ્ય ગુરુ પાસે જાવો અને તેમની પાસેથી શિક્ષા મેળવો. તેજ વસ્તુ જે આપણે આપણા બાળકોને શિક્ષા આપીએ છીએ: "જો તમારે જીવનના ઉચ્ચ સ્તર પર શિક્ષિત થવું હોય, તો શાળાએ જાઓ, કોલેજમાં જાઓ, શિક્ષા લો." તે માનવ સમાજ છે. કુતરાનો પિતા ક્યારેય તેની સંતાનને નહીં કહે, "શાળાએ જાઓ". નહીં. તેઓ કુતરા છે.

જયતિર્થ: યુનિવર્સિટીઓ અત્યારના સમયમાં આત્માના સ્વભાવ વિષે કોઈ શિક્ષા નથી આપતી.

પ્રભુપાદ: તેથી તે કહે છે, "શું વાંધો છે જો હું કૂતરો બનુ તો?" કારણકે કોઈ શિક્ષા નથી. તેણે ખબર નથી કે કુતરા અને મનુષ્ય વચ્ચે શું અંતર છે. તેથી તે કહે છે કે "જો હું કૂતરો બનું તો તેમાં ખોટું શું છે? મને કોઈ પણ અપરાધી આરોપ વગર વધારે મૈથુનની સુવિધા મળશે." આ શિક્ષાનો વિકાસ છે.

ડૉ. મીઝ: તો કેવી રીતે મનને, તો પછી, જાણ થાય કે આત્મા છે?

પ્રભુપાદ: તે જ તો હું કહું છે, કે તમારે શિક્ષા લેવી પડે. આ લોકો કેવી રીતે આત્મા વિષે આશ્વસ્ત થયા છે. તેઓને શિક્ષા આપવામાં આવી છે. અભ્યાસ અને જ્ઞાન દ્વારા. દરેક વસ્તુ શિક્ષિત થઈને શીખવી પડે. અને તેથી વેદિક આજ્ઞા છે તદ વિજ્ઞાનાર્થમ, "વિજ્ઞાન જાણવા માટે," ગુરૂમ એવ અભિગચ્છેત, "તમારે ગુરુ, શિક્ષક પાસે જવું જ પડે." તો જવાબ છે કે તમારે શિક્ષક પાસે જવું પડે કે જે તમને શીખવાડે કે કેવી રીતે આત્મા છે.