GU/Prabhupada 0957 - મોહમ્મદ કહે છે કે તેઓ ભગવાનના સેવક છે. ખ્રિસ્ત કહે છે કે તેઓ ભગવાનના પુત્ર છે



750624 - Conversation - Los Angeles

પ્રભુપાદ: મોહમ્મદ કહે છે કે તેઓ ભગવાનના સેવક છે. ખ્રિસ્ત કહે છે કે તેઓ ભગવાનના પુત્ર છે. અને કૃષ્ણ કહે છે, "હું ભગવાન છું." તો ફરક ક્યાં છે? પુત્ર પણ તે જ વસ્તુ કહેશે, સેવક પણ તેજ વસ્તુ કહેશે, અને પિતા પણ તેજ વસ્તુ કહેશે. તો ધર્મશાસ્ત્રનો મતલબ છે ભગવાનને જાણવા અને તેમની આજ્ઞાનું પાલન કરવું. તે મારી સમજ છે. ધર્મશાસ્ત્રનો મતલબ તે નથી કે ભગવાન પર સંશોધન કરવું. તે ધર્મવિદ્યા છે. તો જો તમે ધર્મશાસ્ત્રીછો, તો તમારે ભગવાનને જાણવા જ જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું પડે. તમે શું વિચારો છો, ડૉ. જુડા? ડૉ.

જુડા: માફ કરજો?

પ્રભુપાદ: તમે શું વિચારો છો, આ પ્રસ્તાવ વિષે?

પ્રભુપાદ: હા, મને લાગે છે તમે એકદમ સાચા છો. મને લાગે છે કે તે છે... ચોક્કસ રીતે, આપણા આ યુગમાં, આપણામાના ઘણા ખરેખર ભગવાનને જાણતા નથી. પ્રભુપાદ: હા. તો પછી તે ધર્મશાસ્ત્રી નથી. તે બ્રહ્મજ્ઞાની છે.

ડૉ. જુડા: આપણે ભગવાન વિષે જાણીએ છીએ, પણ ભગવાનને નથી જાણતા. હું સહમત થઈશ.

પ્રભુપાદ: તો તે ધર્મવિદ્યા છે. બ્રહ્મજ્ઞાનિઓ, તેઓ વિચારે છે કે કઈક ચડિયાતું છે. પણ તે ચડિયાતું કોણ છે, તેઓ શોધી રહ્યા છે. તેજ વસ્તુ: એક છોકરો, તેને જાણ છે, "મારે પિતા છે," પણ "કોણ મારા પિતા છે? તે મને ખબર નથી." "ઓહ, તે, તારે તારી માતાને પૂછવું પડશે." બસ તેટલું જ. એકલો તે સમજી નહીં શકે. તો અમારો પ્રસ્તાવ છે કે જો તમારે ભગવાનને જાણવા હોય, અને અહી ભગવાન છે, કૃષ્ણ, તો તમે તેનો સ્વીકાર કેમ નથી કરતાં? તમે સૌથી પહેલા તો જાણતા જ નથી. અને જો હું પ્રસ્તુત કરું છું, "અહી ભગવાન છે," તો તમે સ્વીકારતા કેમ નથી? શું જવાબ છે? અમે ભગવાન પ્રસ્તુત કરીએ છીએ, "અહી ભગવાન છે." અને મહાન આચાર્યોએ સ્વીકારેલા છે - રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, ભગવાન ચૈતન્ય, અમારી ગુરુ શિષ્ય પરંપરામાં મારા ગુરુ મહારાજ - અને હું પ્રચાર કરી રહ્યો છું, "અહી ભગવાન છે." હું ભગવાનને ઉટપટાંગ રીતે પ્રસ્તુત નથી કરતો. હું તેવા ભગવાનને પ્રસ્તુત કરું છું જેને માન્યતા પ્રાપ્ત છે. તો તમે સ્વીકાર કેમ નથી કરતાં? શું મુશ્કેલી છે?

ડૉ. જુડા: હું માનું છું કે એક મુશ્કેલી ચૂકસ છે ઘણા જૂની પેઢી માટે, કે અમે જીવનની એક ચોક્કસ પદ્ધતિ અનુસરીએ છીએ, અને...

પ્રભુપાદ: તો પછી તમે ભગવાન વિષે ગંભીર નથી.

ડૉ. જુડા: અને, તે બદલવું મુશ્કેલ છે. તે સૌથી મોટી સમસ્યા છે.

પ્રભુપાદ: તમે ગંભીર નથી. તેથી કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬). "તમારે છોડવી પડશે."

ડૉ. જુડા: તે સાચું છે.

પ્રભુપાદ: કારણકે જો તમે ના છોડવા કટિબદ્ધ હોવ, તો તમે ભગવાનનો સ્વીકાર ના કરી શકો.

ડૉ. ઓર: મને લાગે છે કે તમે ડૉ. ક્રોસલીની સાથે અન્યાય કરી રહ્યા છો. મને લાગે છે કે જે તમે કહી રહ્યા છો તે સત્ય છે, કે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આપણે કરી શકીએ તે છે ભગવાનને શોધવા અને તેમને સમજવા, પણ મને નથી લાગતું કે એ સાચું છે તે કહેવું કે બીજા લોકો કઈ રીતે અભ્યાસ કરે છે તે ખરાબ વસ્તુ છે, કે કેવી રીતે માણસ...

પ્રભુપાદ: ના, હું નથી કહેતો ખરાબ વસ્તુ. હું કહું છું જો તમે ભગવાન વિષે ગંભીર છો, તો હવે, અહી ભગવાન છે.

ડૉ. ઓર. એક યુનિવર્સિટી તેના માટે છે કે અભ્યાસ કરી શકાય કે કેવી રીતે લોકો અલગ અલગ રીતે વિચાર કરે અલગ અલગ વસ્તુઓ પર.

પ્રભુપાદ: ના, તે ઠીક છે. મે પહેલા જ કીધું છે. જો તમે કોઈક વસ્તુ શોધતા હોવ, જો તમને તે વસ્તુ મળી જાય, તો તમે તેનો સ્વીકાર કેમ નથી કરતાં?

ડૉ. ઓર: તમે એવું માનો છો કે ખ્રિસ્તે કહ્યું હતું કે કૃષ્ણ તેમના પિતા છે?

પ્રભુપાદ: નામ અલગ હોઈ શકે છે. જેમ કે અમારા દેશમાં અમે કહીએ છીએ, આ ફૂલને કઈક, તમે કઈક કહો છો, કઈક. પણ મૂળ વસ્તુ તે જ છે. નામ નથી.... તમે જે પ્રમાણે સમજો તે પ્રમાણે કહી શકો છો. પણ ભગવાન એક છે. ભગવાન બે ના હોઈ શકે. તમે તેને અલગ અલગ નામ આપી શકો છો. તે અલગ વસ્તુ છે. પણ ભગવાન એક છે. ભગવાન બે ના હોઈ શકે.