GU/Prabhupada 0986 - કોઈ વ્યક્તિ ભગવાન કરતાં વધારે ડાહ્યું ના હોઈ શકે720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA

જેમ કે, તમારા પાશ્ચાત્ય દેશોમાં, પ્રભુ ઈશુ ખ્રિસ્તે તેમનું જીવન ભગવાન માટે બલિદાન આપ્યું. તેમના પર આરોપ હતો કે તેઓ કઈક ઈશ્વરનિંદનીય પ્રચાર કરી રહ્યા હતા. પણ તેઓ ભગવાનના ભક્ત હતા. તેમણે, તેમણે લોકોને પ્રચાર કર્યો, કે ભગવાનનું રાજ્ય હોય છે, તમે ભગવાનને પ્રેમ કરો, અને ભગવાનના ધામમાં જાઓ. સરળ સત્ય. તે મનુષ્ય જીવનનું વાસ્તવિક કાર્ય છે. આ મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે કારણકે આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ અને આપણે ભૂલી ગયા છે. જેમ કે તે જ વસ્તુ, મે ઘણી વાર ઉદાહરણ આપ્યું છે, એક વ્યક્તિ, તેના પિતા ખૂબ ધની છે, પણ એક યા બીજી રીતે તેણે ઘર છોડી દીધું છે અને તે રખડયા કરે છે. તમારા દેશમાં આ ઉદાહરણ સારું લાગુ પડે છે. ઘણા બધા છોકરાઓ, તેઓએ તેમના ધની પિતા, ધની કુટુંબ ને છોડી દીધા છે, અને શેરીમાં પડ્યા રહ્યા છે. કેમ? કોઈક કારણથી, પણ તેની પાસેથી શેરીમાં પડ્યા રહેવાની આશા નથી કારણકે તેને ધની પિતા છે, ઓછામાં ઓછું ધની દેશ, તમારો અમેરિકા દેશ. તેવી જ રીતે જ્યારે આપણે હેરાન અને ભ્રમિત થઈ જઈએ છે અને ભગવાનથી સ્વતંત્ર રીતે રહેવા માંગીએ છીએ, સૌથી ધનિક પિતા - ભગવાનથી ધનિક કોણ હોઈ શકે? ભગવાન મતલબ સૌથી ધનિક. તેમનાથી કોઈ વધારે ધનિક ના હોઈ શકે. તે ભગવાનની બીજી વ્યાખ્યા છે.

ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય
વીર્યસ્ય યશસ: શ્રીય:
જ્ઞાન વૈરાગ્યયશ ચૈવ
સન્નમ ભગ ઈતિંગના

વિષ્ણુ પુરાણ ૬.૫.૪૭

ભાગ, ભાગ મતલબ ભાગ્ય. જેની પાસે છ પ્રકારના વૈભવયુક્ત ભાગ્ય હોય. આપણે તે બહુ સારી રીતે સમજી શકીએ છીએ. જેમ કે આપણા, આ ભૌતિક જગતમાં, જો કોઈ માણસ ધની છે, તે આકર્ષક છે. દરેક વ્યક્તિ તેના વિષે વાતો કરે છે. ભલે તે પહેલા નંબરનો મૂર્ખ હોય, જો તેની પાસે ધન છે, બધા તેના વિષે વાતો કરે છે. ઓછામાં ઓછું આ યુગમાં તે ચાલી રહ્યું છે. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગણકારતું નથી, પણ જો એક યા બીજી રીતે કોઈ વ્યક્તિ બહુ ધની બની જ્યાં છે, તે એક પ્રખ્યાત વ્યક્તિ બની જાય છે. તો ભગવાન સૌથી ધનિક હોવા જ જોઈએ. અહિયાં, આ ભૌતિક જગતમાં આપણે દાવો કરી શકીએ, "હું તેના કરતાં ધનિક છું," પણ કોઈ મારા કરતાં પણ ધનિક છે. હું તેવો દાવો ના કરી શકું કે "મારા કરતાં કોઈ ધનિક નથી." તે શક્ય નથી. આપણે આપણા કરતાં ધનિક અને ગરીબ બંને પ્રકારના વ્યક્તિઓ શોધી શકીએ. બંને. પણ જ્યારે તમે ભગવાન પાસે જાઓ છો, તમને તેમના કરતાં કોઈ વધારે ધનિક નહીં મળે.

તેથી ભગવાન મહાન કહેવાય છે. ભગવાન મહાન છે. તેવી જ રીતે, ફક્ત ધનમાં નહીં, ઐશ્વર્ય, સ સમગ્રસ્ય, વીર્યસ્ય, શક્તિમાં પણ. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ:, પ્રસિદ્ધિમાં પણ, પ્રતિષ્ઠામાં. જેમકે દરેક વ્યક્તિ, તેવી હોઈ શકે તે તમે કોઈ ધર્મના હોવ, હું, પણ દરેક જાણે છે કે ભગવાન મહાન છે. તે પ્રતિષ્ઠા છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ:, અને શ્રી, શ્રી મતલબ સૌંદર્ય. ભગવાન સૌથી વધારે સુંદર છે. જેમ કે, અહી કૃષ્ણને જુઓ, તમારી પાસે કૃષ્ણનું રૂપ છે અહી, કેવા સુંદર છે તેઓ. ભગવાન હોય જ, તે હમેશા જુવાન છે. એક ઘરડો માણસ સુંદર ના હોઈ શકે. તે બ્રહ્મસંહિતા માં કહેલું છે, અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ (બ્ર.સં. ૫.૩૩). તે આદ્યમ પુરાણનું વિવરણ છે, તે મૂળ વ્યક્તિ છે, સૌથી જૂના પણ છતાં તેઓ નવયૌવનમ છે, જેમ કે એક સુંદર છોકરો, કહો કે સોળ કે વીસ વર્ષનો. તો તે સુંદરતા છે, સૌથી સુંદર. અને સૌથી ડાહ્યું, જ્ઞાન. ભગવાનથી ડાહ્યું કોઈ ના હોય. આ વિવરણ પરાશર મુનિ દ્વારા આપવામાં આવ્યા છે, વ્યાસદેવના પિતા. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ: શ્રીય: (વિષ્ણુપુરાણ ૬.૫.૪૭), જ્ઞાન વૈરાગ્ય અને તે જ સમયે વૈરાગી.