GU/Prabhupada 0987 - એવું ના વિચારો કે ભગવાન ભાવનામાં તમે ભૂખ્યા રહેશો. તમે ક્યારેય ભૂખ્યા નહીં રહો720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA

હવે ભગવાને આ બ્રહ્માણ્ડની રચના કરી છે. ભગવાને રચ્યા છે લૌકિક અભિવ્યક્તિ, અસંખ્ય બ્રહ્માંડો, પણ તેમને તેમાં રુચિ નથી. તેમને રુચિ છે; તેમણે રચ્યું છે. તેમણે આપણને અહી રહેવા માટે સુવિધા આપી છે, પણ તેઓ અહી આનંદ લેવા નથી આવતા. તેમની પાસે વધુ સારી સુવિધા છે. અથવા તેમને આ બધા વૈભવોની દરકાર નથી. તે ભગવાનની બીજી વ્યાખ્યા છે. તો આ મનુષ્ય જીવન છે ભગવાનને સમજવા માટે, અને વૈજ્ઞાનિક રીતે, પૂર્ણ જ્ઞાન દ્વારા. તે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલું છે. તેથી આપણે આ ભાગવતનો પ્રચાર કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતમની શરૂઆતમાં ભગવાનનો સ્વભાવ શું છે? તે વર્ણવેલું છે, જન્માદિ અસ્ય યત: અન્વયાદ ઇતરતશ ચ અર્થેષુ અભિજ્ઞ: સ્વરાટ (શ્રી.ભા. ૧.૧.૧). ભગવાન... ભગવાન જાણકાર છે, તેમને બધુ જ જ્ઞાન છે. તે એક ભાવુક વ્યક્તિ છે. એક મૃત પથ્થર નહીં. જો ભગવાન એક ભાવુક વ્યક્તિ ના હોય, જો ભગવાન એક વ્યક્તિ ના હોય, તો કેવી રીતે તેમનામાથી આટલા બધા શક્તિશાળી વ્યક્તિઓ, ભાવુક વ્યક્તિઓ આવે છે? જો પિતા બુદ્ધિશાળી ના હોય, તો પુત્રો અને પુત્રીઓ કેવી રીતે બુદ્ધિશાળી બની શકે? એક કૂતરો એક બુદ્ધિશાળી વ્યક્તિને જન્મ ના આપી શકે, એક વ્યક્તિ કે જે બુદ્ધિશાળી છે, તે બુદ્ધિશાળી બાળકોને જન્મ આપી શકે. તે આપણો વ્યાવહારિક અનુભવ છે. તેથી આ ભગવાનનું વિવરણ છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ: શ્રીય: આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભગવાન શું છે. જો તમે કોઈ એક વ્યક્તિ શોધી શકો કે જે બધી વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ છે, ધનમાં, શક્તિમાં, સૌંદર્યમાં, કિર્તિમાં, જ્ઞાનમા, વૈરાગ્યમાં, તો તેઓ ભગવાન છે. કોઈ ચોથા દરજ્જાના ભગવાનને ના પકડો. જો તમે બુદ્ધિશાળી હોવ, તો સમજવાનો પ્રયાસ કરો કે ભગવાનનો અર્થ શું છે અને.... સમજવાનો પ્રયાસ કરો.

તો અહી શ્રીમદ ભાગવતમમાં, તે કહ્યું છે કે પ્રથમ વર્ગનો ધર્મ તે છે. તે શું છે? જે અનુયાયીઓને તક આપે કે ભગવાનને પ્રેમ કઈ રીતે કરવો. આપણે કેમ ના કરવો? જો ભગવાન મહાન હોય, જો આપણા પિતા આટલા મહાન હોય, આપણે પ્રેમ કેમ ના કરવો? આપણે અહી કોઇની ખુશામદ કરીએ છીએ... જેની પાસે, કહો કે, લાખો ડોલર છે, આપણે ખુશામદ કરીએ છીએ, અને જે સૌથી ધનિક હોય, આપણે તેમને પ્રેમ ના કરવો? કેમ? શું કારણ છે? અને ખરેખર તેઓ બધો પુરવઠો પૂરો પાડે છે, એકો બહુનામ વિદધાતી કામાન. તે દરેક જીવ ને જીવન માટેની બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે, કીડી થી લઈને હાથી સુધી. તો આપણને કેમ નહીં? આપણે આપણું આખું જીવન ભગવાનની સેવામાં સમર્પિત કર્યું છે, તો જો ભગવાન કિડીને ભોજન આપે છે, હાથીને આપે છે, તો આપણને કેમ નહીં આપે? તો એવું ના વિચારો કે ભગવાન ભાવનામાં તમે ભૂખ્યા રહેશો. તમે ક્યારેય ભૂખ્યા નહીં રહો. તમે તમારા કર્તવ્યો નિભાવતા જાઓ, ભગવાનને પ્રેમ કરવો અને ભગવાનના પ્રેમનો પ્રચાર કરવો. તમે હમેશા વૈભવશાળી રહેશો, નિશ્ચિંત રહો. એક સાધારણ વ્યક્તિ, જો તમે તેના માટે કામ કરશો, તે તમને પગાર આપશે, સારો પગાર. અને આપણે ભગવાન માટે કામ કરી રહ્યા છીએ, આપણને પગાર નહીં મળે? તે કેવી રીતે? (હાસ્ય) આપણને મળશે જ. જો તમે ખરેખર ભગવાનના પ્રેમી છો, ભગવાનના કાર્યકર્તા, તમારી આર્થિક પરિસ્થિતી વિષે ના વિચારો. તેનું પાલન થશે. ભગવદ ગીતામાં તે કહ્યું છે, યોગ ક્ષેમમ વહામિ અહમ (ભ.ગી. ૯.૨૨). તે વ્યક્તિગત રીતે જે પણ જરૂરિયાતો છે તે પૂરી પાડે છે. જેમ કે એક પિતા. એક નાનું બાળક જે પૂર્ણ રીતે તેના માતપિતા પર આશ્રિત છે, માતાપિતા તેના આરામની દેખરેખ કરે છે. બાળક માતાપિતાને કહેતો નથી, કારણકે તે બોલી પણ નથી શકતો. તો તે ફક્ત ભગવાન પર આધાર રાખે છે, ફક્ત માતાપિતા પર આધાર રાખે છે. ફક્ત, જો તમે ફક્ત ભગવાન પર આધાર રાખશો, તો આર્થિક સમસ્યાનો કોઈ પ્રશ્ન જ નથી. નિશ્ચિંત રહો. આ સામાન્ય બુદ્ધિ છે.

તો વર્તમાન સમયમાં ભગવાનના ભક્તોની અછત છે. લોકોએ ભગવાનને ત્યાગી દીધા છે. કોઈક કહે છે, "ભગવાન મૃત છે." કોઈ વ્યક્તિ કોઈ ધૂર્તને ભગવાન તરીકે સ્વીકારે છે. કોઈ વ્યક્તિ પોતાની જાતને ભગવાન તરીકે ઘોષણા કરે છે. ના, ભગવાનને વૈજ્ઞાનિક રીતે સમજવાની કોશિશ કરો અને એક ભક્ત બનો, એક ભગવાનના પ્રેમી, તમારું જીવન સફળ થશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તેવું નથી કે "મારા ભગવાન," "તમારા ભગવાન," "આ ધર્મ," "તે ધર્મ." ભગવાન એક છે અને ધર્મ એક છે. તે ધર્મ શું છે? ભગવાનને પ્રેમ કરવો. બસ તેટલું જ. બીજો કોઈ ધર્મ નથી. આ જ ધર્મ છે. તેથી ભગવાન અવતરિત થાય છે અને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). આ ધર્મ છે.