GU/Prabhupada 0989 - ગુરુની કૃપાથી કૃષ્ણ મળે છે. આ છે ભગવદભક્તિ યોગ

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png પહેલાનું પૃષ્ઠ - વિડીઓ 0988
આગામી પૃષ્ઠ - વિડીઓ 0990 Go-next.png

ગુરુની કૃપાથી કૃષ્ણ મળે છે. આ છે ભગવદભક્તિ યોગ
- Prabhupāda 0989


740724 - Lecture SB 01.02.20 - New York

પ્રભુપાદ: કૃષ્ણને સમજવું તે સાધારણ વસ્તુ નથી. કૃષ્ણ કહે છે,

મનુષ્યાણામ સહસ્રેષુ
કશ્ચિદ યતતિ સિદ્ધયે
યતતામ અપિ સિદ્ધાનામ
કશ્ચિન વેત્તિ મામ તત્ત્વત:
(ભ.ગી. ૭.૩)

તો આ સત્ય સમજવું શક્ય છે... કૃષ્ણ દ્વારા કે કૃષ્ણના પ્રતિનિધિ દ્વારા. ભગવદ ગીતામાં કૃષ્ણ કહે છે,

મૈ આસક્ત મના: પાર્થ
યોગમ યુંજન મદાશ્રય:
(ભ.ગી. ૭.૧)

મદાશ્રય. મદાશ્રય મતલબ "મારી નીચે." વાસ્તવિક રીતે તેનો અર્થ છે... મદાશ્રય મતલબ, તે કે જેણે કૃષ્ણની શરણ લીધી છે, અથવા જેણે કોઈ શરત વગર કૃષ્ણની શરણ લીધી છે. તેને મદાશ્રય કહેવાય છે, અથવા જેણે કૃષ્ણની પૂર્ણ રીતે શરણ લીધી છે. તો આ યોગ, આ ભક્તિયોગ, જેમ અહી કહ્યું છે તેમ, ભગવદ ભક્તિ યોગત:... તો ભગવદ ભક્તિ યોગ શીખી શકાય છે જ્યારે કોઈ ભગવદ ભક્તના ચરણકમળની સંપૂર્ણ શરણ ગ્રહણ કરે છે. તેને ભગવદ ભક્ત કહે છે. તે સ્વતંત્ર રીતે ભગવદ ભક્ત ના બની શકે, તમારા આધ્યાત્મિક ગુરુની દરકાર કર્યા વગર. તે બકવાસ છે. તે ધૂર્તતા છે. તે ક્યારેય નહીં કરી શકે.

આપણે રોજ ગાઈએ છીએ, યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો. પણ તમને દુર્ભાગ્યથી તેનો અર્થ નથી ખબર. યસ્ય પ્રસાદાદ: જો આધ્યાત્મિક ગુરુ પ્રસન્ન છે, તો ભગવાન પ્રસન્ન છે. એવું નથી કે સ્વતંત્ર રીતે.... યસ્ય, યસ્ય પ્રસાદાદ. દસ પ્રકારના અપરાધોમાં, પહેલો અપરાધ છે ગુરોર અવજ્ઞા, ગુરુની આજ્ઞાનું પાલન ના કરવું. અને ખાસ કરીને ગુરુનું કાર્ય હોય છે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવો. અને જો કોઈ વ્યક્તિ તેની નિંદા કરે કે જે સમસ્ત સંસારમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરતો હોય, તે સૌથી મહાન અપરાધ છે. પણ આપણે દસ પ્રકારના અપરાધો વાંચીએ છીએ, ગુર્વાષ્ટક, અને ગુરુની... તમને અર્થ ખબર છે, તે શું છે, શ્રી ગુરુ ચરણ પદ્મ? તે ભજન શું છે? તે વાંચો.

ભક્ત: શ્રી ગુરુ ચરણ પદ્મ, કેવલ ભકતિ સદ્મ, બંદો મુઈ સાવધાન...

પ્રભુપાદ: આહ, સાવધાન મતે, "ખૂબ કાળજીથી." તમે આ ભજન ગાઓ છો - તમને અર્થ ખબર નથી? ના. કોણ અર્થ સમજાવી શકશે? હા, તમે સમજાવો.

ભક્ત: શ્રી ગુરુ ચરણ પદ્મ મતલબ "ગુરુના ચરણકમળ." કેવલ ભકતિ સદ્મ, કે તે સમસ્ત ભક્તિનો સ્ત્રોત છે. બંદો મુઈ સાવધાન મતલબ આપણે પુજા કરીએ મહાન શ્રદ્ધા સાથે.

પ્રભુપાદ: હમ્મ. વાંચો. બીજી પંક્તિઓ વાંચો.

ભક્ત: યાહાર પ્રસાદે ભાઈ....

પ્રભુપાદ: આહ, યાહાર પ્રસાદે ભાઈ. પછી?

ભક્ત: એ ભવ તોરીયા યાઈ.

પ્રભુપાદ: એ ભવ તોરીયા યાઈ. જો કોઈ, મારો કહેવાનો મતલબ, ગુરુની કૃપા મેળવે છે, તો પછી અજ્ઞાનને પાર કરવાનો માર્ગ સરળ છે. યાહાર પ્રસાદે ભાઈ, એ ભવ તોરીયા યાઈ. પછી, આગળની પંક્તિ?

ભક્ત: કૃષ્ણ પ્રાપ્તિ હોય યાહા હાતે.

પ્રભુપાદ: અને કૃષ્ણ પ્રાપ્તિ હોય યાહા હાતે: ગુરુની કૃપાથી કૃષ્ણ મળે છે. આ છે... યસ્ય પ્રસાદાદ ભગવત. બધેજ. આ છે ભગવદ ભક્તિ યોગ. તો કોઈ આ સ્તર પર નથી આવ્યું, શું છે આ ભગવદ ભક્તિ? તે ધૂર્તતા છે. તે ભગવદ નથી...

એવમ પ્રસન્ન મનસો
ભગવદ ભક્તિ યોગત:
(શ્રી.ભા. ૧.૨.૨૦)