GU/Prabhupada 0990 - પ્રેમનો અર્થ એ નથી કે 'હું મારી જાતને પ્રેમ કરું' અને પ્રેમ પર ધ્યાન ધરું. ના740724 - Lecture SB 01.02.20 - New York

ભગવદ ભક્તિ યોગ. તે એક પ્રકારનો યોગ છે, અથવા વાસ્તવિક યોગ. સર્વોચ્ચ યોગ વિધિ છે ભગવદ ભક્તિ, અને, ભગવદ ભક્તિ યોગ શરૂ થાય છે, આદૌ ગુર્વાશ્રય: સૌથી પહેલા ગુરુને શરણાગત થાઓ.

તદ વિધિ પ્રણિપાતેન
પરિપ્રશ્નેન સેવયા
(ભ.ગી. ૪.૩૪)

ઔપચારિક દિક્ષાનો કોઈ મતલબ નથી. જ્યાં સુધી કોઈ પૂર્ણ રીતે ગુરુને શરણાગત ના થાય, ત્યાં સુધી દિક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી. દિવ્ય જ્ઞાન હ્રદે પ્રોકાશીતો. દિવ્ય જ્ઞાન મતલબ દિવ્ય આધ્યાત્મિક જ્ઞાન. તો ગુરુ સાથે રમત રમવી, કૂટનીતિ કરવી, આ ધૂર્તતા ભગવદ ભક્તિ યોગમાં મદદ નહીં કરે. તમે બીજી વસ્તુઓ મેળવી શકો છો, થોડો ભૌતિક લાભ, પણ આધ્યાત્મિક જીવન બરબાદ થઈ જશે.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આધ્યાત્મિક પ્રકાશ માટે છે, ધન કમાવવા માટે નથી, કેવી રીતે ધન કમાવવું. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન નથી. ચૈતન્ય મહાપ્રભુ શિક્ષા આપે છે,

ન ધનમ ન જનમ ન સુંદરીમ
કવિતામ વા જગદીશ કામયે
(ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪)

ન ધનમ. કર્મીઓ, તેઓ, તેઓને શું જોઈએ છે? તેઓને ધન જોઈએ છે. તેઓને ઘણા અનુયાયીઓ જોઈએ છે અને ઘણા સેવકો, અથવા, સરસ, સુંદર પત્ની. આ ભૌતિક કર્મી છે. પણ ચૈતન્ય મહાપ્રભુ તેનો અસ્વીકાર કરે છે. ન ધનમ: "ના, ના, મારે ધન નથી જોઈતું." આ શિક્ષા છે. ન ધનમ જ જનમ: "મારે કોઈના ઉપર રાજ નથી કરવું." ના. ન... ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ; એક કવિની સુંદર પત્નીની કલ્પના. "આ વસ્તુઓ મારે નથી જોઈતી" શું છે? પછી, ભગવદ ભક્તિ યોગ,

મમ જન્મની જન્મનીશ્વરે
ભવતાદ ભક્તિર અહૈતુકી ત્વયી
(ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪)

પછી ભગવદ ભક્ત મુક્તિ સુદ્ધાં નથી ઈચ્છતો. કેમ કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જન્મની જન્મની, "જન્મ પછી..."? જે મુક્ત છે, તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ નથી લેતો. જે નિરાકરવાદીઓ છે, તેઓ બ્રહ્મતેજમાં લીન થઈ જાય છે, કૃષ્ણના શરીરના કિરણો, અને જેઓ ભક્ત છે, તેઓને વૈકુંઠ, અથવા ગોલોક વૃંદાવનમાં પ્રવેશવાની અનુમતિ મળે છે. (બાજુમાં): અવાજ ના કરો.

તો જો આપણને પ્રસન્ન મન, હમેશા આનંદ જોઈએ છે - તે છે આધ્યાત્મિક જીવન. એવું નહીં કે હમેશા ઉદાસ, કઈક યોજના બનાવવી. તે આધ્યાત્મિક જીવન નથી. તમે કોઈ કર્મી વ્યક્તિને ઉત્સાહી નહીં જુઓ. તે ઉદાસ છે, વિચારે છે, સિગારેટ પીવે છે અને દારૂ પીવે છે, કઈક મોટી, મોટી યોજના બનાવે છે. તે ભૌતિકવાદી છે. અને ભગવદ ભક્તિ યોગત: પ્રસન્ન મનસો. ભગવદ ગીતામાં,

બ્રહ્મ ભૂત: પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
(ભ.ગી. ૧૮.૫૪)

પ્રસન્નાત્મા. આ આધ્યાત્મિક જીવન છે. જેવા તમે આધ્યાત્મિક જીવનમાં વાસ્તવિક રીતે સ્થિત થાઓ છો, કઈ વાંધો નહીં તમારો નિરાકરવાદી વિચાર કે વ્યક્તિરૂપનો વિચાર, બંને આધ્યાત્મવાદી છે; ફક્ત અંતર છે કે નિરાકારવાદીઓ વિચારે છે કે "હું આત્મા છું, ભગવાન આત્મા છે. તેથી અમે એક છીએ. આપણે તેમાં લીન થઈ જઈએ." સાયુજ્ય મુક્તિ. કૃષ્ણ તેમને સાયુજ્ય મુક્તિ આપે છે. પણ તે બહુ સુરક્ષિત નથી, કારણકે આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). આનંદ, સાચો આનંદ, એકલાથી ના અનુભવાય. બે વ્યક્તિઓ હોવા જ જોઈએ. પ્રેમનો અર્થ એ નથી કે 'હું મારી જાતને પ્રેમ કરું' અને પ્રેમ પર ધ્યાન ધરું. ના. બીજો વ્યક્તિ, પ્રેમી, હોવો જ જોઈએ. તેથી દ્વૈતવાદ. જેવા તમે ભક્તિની શાળામાં આવો છો, દ્વૈતવાદ હોવો જ જોઈએ. બે - કૃષ્ણ અને કૃષ્ણભક્ત. અને કૃષ્ણ અને કૃષ્ણ સેવક વચ્ચેના વ્યવહારને ભક્તિ કહે છે. વ્યવહાર, તેને ભક્તિ કહેવાય છે. તેથી તે કહ્યું છે, ભગવદ ભક્તિ યોગત: એકત્વવાદ નહીં, એક થવું. ભક્ત હમેશા છે... ભક્ત કૃષ્ણને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.