GU/Prabhupada 1007 - જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતનો પ્રશ્ન છે, અમે સમાન રીતે વિતરિત કરીએ છીએ



750713 - Conversation B - Philadelphia

સેંડી નિકસોન: તે દિશામાં આ બીજો પ્રશ્ન છે. તે દિશામાં આ બીજા એક પ્રકારનો પ્રશ્ન છે. શું, તમને શું લાગે છે સ્ત્રીની મુક્તિ વિશે? (હસે છે)

જયતિર્થ: તેમને જાણવું છે સ્ત્રીની મુક્તિ વિશે. સ્ત્રીની મુક્તિ વિશે આપણી ભાવના શું છે?

પ્રભુપાદ: તે હું ચર્ચા કરવા નથી માંગતો કારણકે... (હાસ્ય) જેમ તમે પૂછ્યું છે, હું સમજાવી શકું છું, કે કેવી રીતે મૂર્ખ સ્ત્રીઓ બુદ્ધિશાળી પુરુષો દ્વારા છેતરવામાં આવી રહી છે. તમે જોયું?

સ્ત્રી ભક્ત: શ્રીલ પ્રભુપાદ દરેકને મુક્તિ આપે છે જે હરે કૃષ્ણ જપ કરે છે.

પ્રભુપાદ: તેમણે આપી છે... તમારા દેશમાં, તેમણે છૂટ આપી છે. છૂટ મતલબ સમાન અધિકારો, એવું ને? પુરુષ અને સ્ત્રીને સમાન અધિકાર હોય છે.

સેંડી નિકસોન: તે લોકો આ દેશમાં પ્રયત્ન કરી રહ્યા છે.

પ્રભુપાદ: ઠીક છે, પ્રયત્ન કરી રહ્યા છે. પણ તમે સ્ત્રી, તમે જોઈ નથી શકતા, કે આ કહેવાતો સમાન અધિકાર મતલબ સ્ત્રીને છેતરવું. હવે હું વધુ સ્પષ્ટ રીતે કહું છું કે એક સ્ત્રી અને પુરુષ મળે છે. હવે તેઓ પ્રેમી બને છે. પછી તેઓ મૈથુન કરે છે, અને સ્ત્રી ગર્ભવતી બને છે, અને પુરુષ જતો રહે છે. સરળ સ્ત્રી, તેણે બાળકની સંભાળ કરવી પડે છે, અને સરકાર પાસેથી ધનની ભીખ માંગવી પડે છે, "કૃપા કરીને મને ધન આપો." આ તમારી સ્વતંત્રતા છે. શું તમે સ્વીકારો છો કે આ સ્વતંત્રતા છે? કે, પુરુષ સ્ત્રીને ગર્ભવતી બનાવે છે અને કોઈ પણ જવાબદારી વગર જતો રહે છે, અને સ્ત્રી બાળકને છોડી નથી શકતી, તે પાલન કરે છે, સરકાર પાસેથી ભીખ માંગતી અથવા તે બાળકને મારવાનો પ્રયત્ન કરે છે? શું તમને લાગે છે કે તે બહુ સારી સ્વતંત્રતા છે? તમારો જવાબ શું છે?

એને જેકસન: બાળકને મારવું કે નહીં? શું તે પ્રશ્ન છે?

પ્રભુપાદ: હા, તેઓ અત્યારે મારી રહ્યા છે, ગર્ભપાત.

રવીન્દ્રસ્વરૂપ: તેઓ જાણવા માંગે છે કે કયા પ્રકારની સ્વતંત્રતા.

એને જેકસન: બાળક માટે?

રવિન્દ્રસ્વરૂપ: સ્ત્રી માટે.

પ્રભુપાદ: સ્ત્રી માટે.

રવિન્દ્રસ્વરૂપ: આ મુક્તિ છે. તેને પુરુષ સાથે પ્રેમ થાય છે, અને તે ગર્ભવતી બને છે. પુરુષ જતો રહે છે. પછી તેણે સરકાર પાસે બાળકને મદદ કરવા ભીખ માંગવી પડે છે...

પ્રભુપાદ: અથવા હત્યા. રવિન્દ્રસ્વરૂપ: અથવા તે બાળકની હત્યા કરે છે. તો શું તે સારું છે કે ખરાબ?

એને જેકસન: તેણે પસંદ કર્યું છે...

પ્રભુપાદ: તેનો મતલબ, તે ચોત્રીસ ઔંસ છે. તમે તમારા પોતાના બાળકને મારવાનું પસંદ કર્યું છે. શું તે બહુ સારી પસંદગી છે?

સેંડી નિકસોન: તે સૌથી ખરાબ અપરાધ છે જે તમે કરી શકો.

જયતિર્થ: તેનું મગજ મોટું થઈ રહ્યું છે. (હાસ્ય)

પ્રભુપાદ: શું તમને લાગે છે કે તે બહુ સારું કાર્ય છે? હું?

એને જેકસન: મને લાગે છે કે તે બહુ જટિલ પ્રશ્ન છે.

પ્રભુપાદ: તેથી હું કહું છું તે લોકો તમને સ્વતંત્રતાના નામ પર છેતરે છે. તે તમે સમજતા નથી. તેથી ચોત્રીસ ઔંસ. તે લોકો તમને છેતરે છે, અને તમે વિચારો છો કે તમે સ્વતંત્ર છો.

સેંડી નિકસોન: તે લોકો સ્વતંત્રતા સાથે આવતી જવાબદારી ભૂલી જાય છે.

પ્રભુપાદ: હા, તેઓ જવાબદારી નથી લેતા. તેઓ જતાં રહે છે. તેઓ આનંદ કરે છે અને જતાં રહે છે. અને સ્ત્રીએ જવાબદારી લેવી પડે છે, ક્યાં તો બાળકની હત્યા કરો અથવા પાલન કરો, ભીખ માંગીને. શું તમને લાગે છે કે ભીખ માંગવુ બહુ સારું છે? ભારતમાં, જોકે તેઓ ગરીબ છે, છતાં, તેઓ સ્વતંત્ર નથી રહેતા. તેઓ પતિ હેઠળ રહે છે, અને પતિ બધી જવાબદારી લે છે. તો તેણે બાળકને મારવું નથી પડતું કે નથી બાળકના પાલન માટે ભીખ માંગવી પડતી. તો સ્વતંત્રતા કઈ છે? પતિની નીચે રહેવું તે સ્વતંત્રતા છે અથવા દરેક વ્યક્તિ દ્વારા ભોગ કરાવવા માટે મુક્ત રહેવું તે સ્વતંત્રતા છે?

સેંડી નિકસોન: તે કોઈ પણ રીતે સ્વતંત્રતા નથી. તે સ્વતંત્રતા નથી.

પ્રભુપાદ: તો કોઈ સ્વતંત્રતા નથી; છતાં, તેઓ વિચારે છે કે તેમને સ્વતંત્રતા છે. તેનો મતલબ કોઈ અરજી હેઠળ, પુરુષો સ્ત્રીઓને છેતરી રહ્યા છે, બસ તેટલું જ. તો સ્વતંત્રતાના નામ પર, તેઓ બીજા વર્ગને છેતરવા સહમત થયા છે. આ પરિસ્થિતી છે.

સેંડી નિકસોન: તેના છતાં પણ, શું સ્ત્રી કૃષ્ણને જાણી શકે...

પ્રભુપાદ: અમને એવો કોઈ ભેદ નથી.

સેંડી નિકસોન: કોઈ ભેદ નથી...

પ્રભુપાદ: અમે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન રીતે કૃષ્ણ ભાવનામૃત આપીએ છીએ. અમે આવો કોઈ ભેદ નથી કરતાં. પણ તેમની પુરુષના શોષણથી રક્ષા કરવા માટે, અમે કઈ શીખવાડીએ છીએ, કે "તમે આ કરો. તમે તે કરો. તમે લગ્ન કરો. ઠરીઠામ થાઓ. સ્વતંત્ર રીતે ભટકો નહીં." અમે તેમને તેવું શીખવાડીએ છીએ. પણ જ્યાં સુધી કૃષ્ણ ભાવનામૃતનો પ્રશ્ન છે, અમે સમાન રીતે વિતરિત કરીએ છીએ. એવી કોઈ વસ્તુ નથી કે "ઓહ, તમે સ્ત્રી છો, ઓછા બુદ્ધિશાળી અથવા વધુ બુદ્ધિશાળી. તેથી તમે આવી ના શકો." અમે તેવું નથી કહેતા. અમે સ્ત્રીને, પુરુષને, ગરીબને, ધનવાનને, દરેક વ્યક્તિને સમાન સ્તરે આવકારીએ છીએ.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમ દર્શિના:
(ભ.ગી. ૫.૧૮)

અમે કોઈનો અસ્વીકાર નથી કરતાં. તે સમાનતા છે.