GU/Prabhupada 1008 - મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો 'જા અને આ સંપ્રદાયનો પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કર'



750713 - Conversation B - Philadelphia

સેંડી નિકસોન: તમે નકારાત્મકતા સાથે કેવી રીતે વ્યવહાર કરો છો? બહારની દુનિયામાં... ભક્તો નકારાત્મકતાનો રોજ સામનો કરે છે, જે લોકો રુચિ નથી ધરાવતા. કેવી રીતે, ફક્ત બહારના જગતમાં નહીં, પણ કેવી રીતે વ્યક્તિ પોતાની અંદરની નકારાત્મકતા સાથે પણ વ્યવહાર કરે છે? કેવી રીતે વ્યક્તિ આ નકારાત્મકતાથી પોતાને રાહત આપે છે?

પ્રભુપાદ: નકારાત્મકતા મલબ... જેમ કે અમે કહીએ છીએ, "અવૈધ મૈથુન નહીં." અમે કહીએ છીએ, અમે અમારા વિદ્યાર્થીને શીખવાડીએ છીએ, "અવૈધ મૈથુન નહીં." શું તમને લાગે છે તે નકારાત્મક છે? (બાજુમાં:) તેમનો મતલબ શું છે...?

જયતિર્થ: પરિસ્થિતી કે બીજા લોકો વિચારે છે કે તે નકારાત્મક છે, અને તેથી તે લોકો આપણા પ્રત્યે નકારાત્મકતા અનુભવે છે. તો આપણે તેના પ્રત્યે કેવી રીતે પ્રતિક્રિયા કરવી જોઈએ, તેઓ તે કહી રહ્યા છે.

સેંડી નિકસોન: કેવી રીતે તમે..., કેવી રીતે તમે પોતાની અંદરની નકારાત્મકતા સાથે વ્યવહાર કરો છો?

રવીન્દ્રસ્વરૂપ: તમારો કહેવાનો મતલબ શું છે, પોતાની અંદરની નકારાત્મકતા?

સેંડી નિકસોન: ના, ના, ફક્ત આલોચના જ નહીં, પણ... જો તમને ઘણા બધા લોકો મળે જે હમેશા તમારી વિરોધમાં કામ કરી રહ્યા છે... અહી તમે તેવા લોકોને વચ્ચે છો જે સકારાત્મક છે અને મજબૂત કરતું છે. પણ જ્યારે તમે પોતાને બહાર લઈ જાઓ એક પરિસ્થિતીમાં જ્યાં લોકો તમને નિતરાવી નાખે છે અને તમારી શક્તિ લઈ લે છે, તમે તે શક્તિને પાછી કેવી રીતે લાવો છો? કેવી રીતે તમે...

રવીન્દ્રસ્વરૂપ: કેવી રીતે તમે સ્થિર રહો જ્યારે ઘણા બધા લોકો તમારી વિરુદ્ધમાં હોય?

પ્રભુપાદ: હું?

રવીન્દ્રસ્વરૂપ: તેમને જાણવું છે કે કેવી રીતે આપણે સ્થિર રહીએ છીએ જ્યારે ઘણા બધા લોકો આપણી વિરુદ્ધમાં હોય.

પ્રભુપાદ: તો કોઈ પણ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં નથી? શું તમને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં નથી? હું તમને પૂછી રહ્યો છું.

સેંડી નિકસોન: શું હું વિચારું છું કે કોઈ વ્યક્તિ મારી વિરુદ્ધમાં નથી? ઓહ, ચોક્કસ, લોકો મારી સાથે છે, વિરુદ્ધમાં છે, તે હું પરવાહ નથી કરતી.

પ્રભુપાદ: તો લોકો સાથે છે અને વિરુદ્ધમાં પણ છે. તમે વિરુદ્ધના લોકો વિશે શા માટે ચિંતા કરો? જેમ આપણી વિરુદ્ધમાં લોકો છે, આપણી સાથે પણ લોકો છે. તો તે દરેક કાર્યક્ષેત્રની સ્થિતિ છે. તો જો કોઈ વ્યક્તિ આપણી વિરુદ્ધમાં હોય, આપણે શા માટે તેની ચિંતા કરવી જોઈએ? ચાલો આપણે આપણા સકારાત્મક કામ સાથે આગળ વધીએ.

સેંડી નિકસોન: ઉદાહરણ તરીકે, જો દિવસ જાય અને ભક્ત ફક્ત તેવા લોકોને જ મળે જે તેની વિરુદ્ધમાં હોય, તે ખરાબ વ્યક્તિઓને મળે, અને નીતરી ગયેલો અનુભવે. તો તે કેવી રીતે...?

પ્રભુપાદ: અમારો ભક્ત એટલો અસ્થિર નથી. (હાસ્ય) તેઓ વ્યક્તિ પાસે જાય છે જે અમારી વિરુદ્ધમાં છે અને તેને એક પુસ્તક ખરીદવા માટે પ્રેરે છે. અમે પુસ્તકો વિતરણ કરીએ છીએ રોજ, પુષ્કળ જથ્થામાં. તો અમારી વિરુદ્ધમાં હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. જે પણ અમારી વિરુદ્ધમાં પણ છે, તેને પુસ્તક ખરીદવા માટે મનાવવામાં આવે છે. તો કેવી રીતે તે અમારી વિરુદ્ધમાં છે? તે અમારી પુસ્તક ખરીદી રહ્યો છે. (બાજુમાં:) આપણી પુસ્તકોનું દૈનિક વેચાણ કેટલું છે?

જયતિર્થ: અમે આશરે પચીસ હજાર પુસ્તકો અને સામાયિકો એક દિવસમાં વિતરિત કરીએ છીએ.

પ્રભુપાદ: ભાવ શું છે?

જયતિર્થ: ભંડોળ હશે કદાચ આશરે એક દિવસનું પાત્રીસથી ચાલીસ હજાર ડોલર.

પ્રભુપાદ: અમે એક દિવસના ચાલીસ હજાર ડોલર એકત્ર કરીએ છીએ પુસ્તકો વિતરિત કરીને. હું કેવી રીતે કહી શકું કે તેઓ અમારી વિરુદ્ધમાં છે?

સેંડી નિકસોન: તમે બહુ જ સકારાત્મક છો. મને તે ગમ્યું.

પ્રભુપાદ: શું કોઈ બીજી સંસ્થા છે જે એક દિવસમાં ચાલીસ હજાર ડોલરનું વેચાણ કરી શકે? તો તમે કેવી રીતે કહો છો કે તેઓ અમારી વિરુદ્ધમાં છે?

સેંડી નિકસોન: મારો છેલ્લો પ્રશ્ન. શું તમે મને હરે કૃષ્ણ મંત્ર વિશે કહી શકો, કારણકે તે કૃષ્ણ ભાવનામૃતમાં બહુ જ મહત્વપૂર્ણ છે, અને તમારા શબ્દોમાં મારે તે જોઈએ છે....

પ્રભુપાદ: તે બહુ જ સરળ છે. હરે મતલબ "હે ભગવાનની શક્તિ," અને કૃષ્ણ મતલબ "હે ભગવાન." "તમે બંને કૃપા કરીને મને તમારી સેવામાં પ્રવૃત્ત કરો." બસ તેટલું જ. "તમે બંને, કૃષ્ણ અને તેમની શક્તિ..." જેમ કે અહી આપણને પુરુષ અને સ્ત્રીનો ખ્યાલ છે, તેવી જ રીતે, મૂળ રૂપે, ભગવાન અને તેમની શક્તિ, ભગવાન પુરુષ છે અને શક્તિ સ્ત્રી, પ્રકૃતિ અને પુરુષ. આ પુરુષ અને સ્ત્રીનો ખ્યાલ, ક્યાંથી તે આવ્યો? ભગવાન ઘણા બધા પુરુષ અને સ્ત્રીનું નિર્માણ કરી રહ્યા છે. તો પુરુષ અને સ્ત્રીનો ખ્યાલ, તે ક્યાંથી આવ્યો? તે ભગવાનમાથી આવે છે. તેઓ દરેક વસ્તુના મૂળ છે. તો સ્ત્રી, અથવા પ્રકૃતિ, અથવા ભગવાનની શક્તિ, અને ભગવાન પોતે... તેમને પુરુષ કહેવામા આવે છે. તો અમે બંને ભગવાન અને તેમની શક્તિને પ્રાર્થના કરીએ છીએ, બંનેને જોડે, અમને તેમની સેવામાં જોડો. આ છે હરે કૃષ્ણ. હે હરે મતલબ "હે ભગવાનની શક્તિ," હે કૃષ્ણ, "હે ભગવાન, તમે બંને મારી કાળજી રાખો અને મને તમારી સેવામાં પ્રવૃત્ત કરો." બસ તેટલું જ. આ અર્થ છે.

સેંડી નિકસોન: ઠીક છે, આભાર. અને હું રસ્તો ભૂલી ગઈ હતી, મને લાગે છે.

પ્રભુપાદ: આપનો આભાર.

સેંડી નિકસોન: જ્યારે હું ઘરમાં આવી,... પૃથ્વીમાથી એકદમ બહાર આવી, અને તેમને જોવું ખૂબ જ સુંદર હતું.

પ્રભુપાદ: તો તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો?

એને જેકસન: શું હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું? શું તમે મને થોડું તમારા જીવન વિશે કહેશો, અને તમે કેવી રીતે તમે જાણ્યું કે તમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનના ગુરુ છો?

પ્રભુપાદ: મારૂ જીવન બહુ જ સરળ છે. હું એક ગૃહસ્થ હતો. મને હજુ પણ મારી પત્ની છે, મારા બાળકો, મારા પૌત્રો. મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો "જા અને આ સંપ્રદાયનો પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કર." તો મે મારા ગુરુ મહારાજના આદેશ પર બધો જ ત્યાગ કરી દીધો, અને હું તેમના આદેશનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બસ તેટલું જ.

એને જેકસન: અને શું આ માણસનું તે ચિત્ર છે?

પ્રભુપાદ: હા, તે મારા ગુરુ મહારાજ છે.

એને જેકસન: અને તે હવે જીવિત નથી.

પ્રભુપાદ: ના.

એને જેકસન: તેમણે આધ્યાત્મિક રીતે તમારી સાથે વાત કરી?

પ્રભુપાદ: તો આ છે મારુ (અસ્પષ્ટ). બસ તેટલું જ.

એને જેકસન: કયા સમયે તેમણે તમને આ કહ્યું? તમારા જીવનમાં ખૂબ જ મોડે તમે...?

પ્રભુપાદ: હા. જ્યારે હું પચ્ચીસ વર્ષનો હતો હું તેમને પ્રથમ વાર મળ્યો. પ્રથમ મુલાકાતમાં જ તેમણે મને આ આદેશ આપ્યો. તો તે સમયે હું વિવાહિત પુરુષ હતો. મને બે બાળકો હતા. તો મે વિચાર્યું, "હું તે પછી કરીશ." પણ હું મારા પારિવારિક જીવનમાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો. તેને થોડો સમય લાગ્યો. પણ તેમના આદેશનું પાલન કરવાનો હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરતો હતો. ૧૯૪૪માં મે સામાયિક શરૂ કર્યું, બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન), જ્યારે હું ગૃહસ્થ હતો. પછી મે ૧૯૫૮ અથવા '૫૯માં પુસ્તકો લખવાનું શરૂ કર્યું. આ રીતે, ૧૯૫૫ (૧૯૬૫)માં હું તમારા દેશમાં આવ્યો.