GU/Prabhupada 1020 - હ્રદય પ્રેમ કરવા માટે છે, પણ શા માટે તમે આટલા કઠણ હ્રદયના છો?



730408 - Lecture SB 01.14.44 - New York

તો આ પાંડવો, તેઓ પણ કૃષ્ણને પ્રેમ કરવાના સ્તર પર હતા. દરેક વ્યક્તિ સ્તર પર છે, પણ તે વિભિન્ન શ્રેણીમાં છે. તે જ પ્રેમ. કોઈ વ્યક્તિ તેના પરિવારને પ્રેમ કરે છે, કોઈ વ્યક્તિ તેની પત્નીને પ્રેમ કરે છે, કોઈ વ્યક્તિ તેના સમાજ અથવા મિત્રતા, સમાજને પ્રેમ કરે છે. તે બધા પ્રેમ અલગ રહે છે. પણ અંતિમ, પ્રેમનું ચરમબિંદુ છે જ્યારે તમે કૃષ્ણ પાસે આવો છો. સ વૈ પુંસામ પરો ધર્મો (શ્રી.ભા. ૧.૨.૬). ધર્મ મતલબ કર્તવ્ય. તે ધર્મ છે. અથવા લક્ષણો. ધર્મ મતલબ કોઈ ધાર્મિક લાગણી નથી. ના. તે સંસ્કૃત અર્થ નથી. ધર્મ મતલબ સાચું લક્ષણ. મે ઘણી વાર સમજાવેલું છે કે પાણી પ્રવાહી છે; તે પાણીનું શાશ્વત લક્ષણ છે. જ્યારે પાણી સખત બને છે, તે પાણીનું શાશ્વત લક્ષણ નથી. પાણી સ્વભાવથી પ્રવાહી છે. જ્યારે પાણી સખત બને છે, જેમ કે બરફ, ત્યારે પણ, વૃત્તિ છે ફરીથી પ્રવાહી બનવું. ફરીથી. ફરીથી પ્રવાહી.

તો આપણી સાચી સ્થિતિ, બંધારણીય સ્થિતિ, છે કૃષ્ણને પ્રેમ કરવો. પણ અત્યારે આપણે કૃષ્ણને પ્રેમ ન કરવા માટે કઠણ હ્રદયના બની ગયા છીએ. જેમ કે કોઈ સંજોગોવશાત પાણી સખત, બરફ, બની જાય છે. જ્યારે તાપમાન ખૂબ નીચું હોય છે, પાણી સખત બની જાય છે. તેવી જ રીતે, જો આપણે કૃષ્ણને પ્રેમ કરતાં નથી, તો આપણા હ્રદય કઠણ અને કઠણ અને વધુ કઠણ બનશે. હ્રદય પ્રેમ કરવા માટે છે, પણ શા માટે તમે આટલા કઠણ હ્રદયના છો? શા માટે તમે આટલા બધા કઠણ-હ્રદયના છો કે આપણે બીજા સાથી જીવ અથવા બીજા પ્રાણીની હત્યા કરીએ છીએ - આપણે તેના માટે પરવાહ નથી કરતાં - મારા જીભની સંતુષ્ટિ માટે? કારણકે આપણે કઠણ-હ્રદયના બની ગયા છીએ. કઠણ-હ્રદયના. કૃષ્ણના પ્રેમી ના બનવાને કારણે, આપણે બધા કઠણ-હ્રદયના બની ગયા છીએ. તેથી આખી દુનિયા દુખી છે. પણ જો તમે, હ્રદયેન... તેથી તે કહ્યું છે, પ્રેષ્ઠતમેનાથ હ્રદયેનાત્મ બંધુના (શ્રી.ભા. ૧.૧૪.૪૪). જો તમે કૃષ્ણને પ્રેમ કરો, જે આપણા સાચા મિત્ર છે, અને કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં સુહ્રદમ સર્વ ભૂતાનામ (ભ.ગી. ૫.૨૯). તો જ્યારે તમે વાસ્તવમાં કૃષ્ણના એક ભક્ત બની જાઓ, કારણકે કૃષ્ણના ગુણો તમારામાં છે જ, જો કે સૂક્ષ્મ માત્રામાં, તો તમે પણ સુહ્રદમ સર્વ ભૂતાનામ બની જાઓ છો. સુહ્રદમ સર્વ ભૂતાનામ મતલબ બધા જીવોના મિત્ર. સુહ્રદમ. વૈષ્ણવનું કાર્ય શું છે? વૈષ્ણવનું કાર્ય છે જે લોકો ભૌતિક રીતે પીડાઈ રહ્યા છે તેમના પર દયાળુ બનવું. આ વૈષ્ણવ છે. તેથી વૈષ્ણવનું વર્ણન છે,

વાંછા કલ્પતરૂભ્યશ ચ
કૃપા સિંધુભ્ય એવ ચ
પતિતાનામ પાવનેભ્યો
વૈષ્ણવેભ્યો નમો નમઃ
(શ્રી વૈષ્ણવ પ્રણામ)

પતિતાનામ પાવનેભ્યો. પતિત મતલબ "પતન પામેલો."