GU/Prabhupada 1027 - મારી પત્ની, બાળકો અને સમાજ મારા સૈનિકો છે. જો હું સંકટમાં છું, તેઓ મારી મદદ કરશે



731129 - Lecture SB 01.15.01 - New York

તો તમે કૃષ્ણના કાયદાઓનું ઉલ્લંઘન ના કરી શકો, અથવા પ્રકૃતિના કાયદાઓનું, તે શક્ય નથી. તમે જરા પણ સ્વતંત્ર નથી. કારણકે આ ધૂર્તો, તેઓ આ સમજતા નથી. તેઓ હમેશા વિચારે છે, અમે સ્વતંત્ર છીએ. તે બધા દુખોનું કારણ છે. કોઈ પણ સ્વતંત્ર નથી. તમે કેવી રીતે સ્વતંત્ર હોઈ શકો? કોઈ પણ સ્વતંત્ર નથી, તમે સ્વતંત્ર નથી, કે નથી બીજું કોઈ સ્વતંત્ર. હકીકત છે કે, સ્વતંત્ર કોણ છે? અહી તમે બેઠા છો, ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ, કોણ કહી શકે છે "હું બધી રીતે સ્વતંત્ર છું"? ના, કોઈ પણ ના કહી શકે. તો આ આપણી ભૂલ છે, અને આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને આપણે આ ભૌતિક જગતમાં ઘણી બધી રીતે પીડાઈએ છીએ. તેને બદલવું પડે. તેને રોકવું પડે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. ચૈતન્ય મહાપ્રભુએ પ્રચાર કર્યો છે, જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). આપણે જીવો, આપણે કૃષ્ણના શાશ્વત સેવક છીએ. તે આપણી સ્થિતિ છે. પણ જો આપણે આ સ્થિતિનો વિરોધ કરીએ, "હવે શા માટે હું કૃષ્ણનો સેવક બનું? હું સ્વતંત્ર છું," પછી પીડા શરૂ થાય છે, તરત જ. કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે... જેવુ તમે કૃષ્ણથી સ્વતંત્ર રીતે ભોગવવાની ઈચ્છા કરો છો, તરત જ... તેનો મતલબ તે તરત જ માયાની પકડમાં આવી જાય છે.

કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
પાશતે માયા તારે જાપટિયા ધરે

તે સમજવું બહુ સરળ છે. જેમ કે જો તમે સરકારના કાયદાઓની પરવાહ ના કરો, જો તમારે સ્વતંત્ર રીતે જીવવું છે, તેનો મતલબ તરત જ તમે પોલીસ બળના સકંજામાં છો. તમારે કશું રચવાનું નથી, તે પહેલેથી જ છે. તો આપણી સ્થિતિ હમેશા ભગવાન પર નિર્ભર રહેવાની છે. આપણે આ સમજવું જોઈએ. આ કૃષ્ણ ભાવનામૃત છે. તેથી, ભક્તિવિનોદ ઠાકુરે ભજન ગાયું છે,

માનસો દેહો ગેહો, યો કિછુ મોર
અર્પિલૂન તુયા પદે નંદકિશોર

આ ભૂલ ચાલી રહી છે, કે હું સ્વતંત્ર છું, રાજા, અને મારા સૈનિકો અથવા મારો સમાજ, સંપ્રદાય, પરિવાર અથવા - ઘણા બધાનું આપણે નિર્માણ કર્યું છે - પણ

દેહાપત્ય કલાત્રાદીશુ
આત્મ-સૈન્યેશુ અસત્સ્વ અપિ
તેશામ નિધનમ પ્રમત્ત:

પશ્યન્ન અપિ ન પશ્યતિ

(શ્રી.ભા. ૨.૧.૪)

જેમ કે એક માણસ યુદ્ધ કરે છે, જેમ કે હિટલરે યુદ્ધની ઘોષણા કરી, અથવા ઘણા બધા યુદ્ધોની ઘોષણા થયેલી છે. આ માણસ ઘોષણા કરે છે, દરેક વ્યક્તિ વિચારે છે, "હું સ્વતંત્ર છું." તો, અને આપણે વિચારીએ છીએ કે આપણે ઘણા બધા સૈનિકો છે, ઘણા બધા પરમાણુ બોમ્બ, અને ઘણા બધા વિમાનો, આપણે વિજયી થઈશું. તેવી જ રીતે, આપણે દરેક, આપણે વિચારીએ છીએ, "હું સ્વતંત્ર છું, અને મારી પત્ની, બાળકો અને સમાજ મારા સૈનિકો છે. જો હું સંકટમાં છું, તેઓ મારી મદદ કરશે." આ ચાલી રહ્યું છે. આને માયા કહેવાય છે. પ્રમત્ત: તેશામ નિધનમ પશ્યન્ન અપિ ન પશ્યતિ. કારણકે આપણે આ કહેવાતી સ્વતંત્રતા પાછળ પાગલ બની ગયા છે, ભગવાનથી સ્વતંત્રતા, આપણે વિચારીએ છીએ કે આ વસ્તુઓ આપણી મદદ કરશે, આપણી રક્ષા કરશે, પણ તે માયા છે. તેશામ નિધનમ, દરેક વ્યક્તિનો વિનાશ થશે. કોઈ પણ વ્યક્તિ આપણને સુરક્ષા નહીં આપી શકે. જો સાચી સુરક્ષા જોઈએ છે, તેણે કૃષ્ણની સુરક્ષા લેવી પડે. તે ભગવદ ગીતાની શિક્ષા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તું ધૂર્ત, તું વિચારે છે કે ઘણી બધી વસ્તુઓ તારી રક્ષા કરશે. તે શક્ય નથી. તું સમાપ્ત થઈ જઈશ, અને તારા કહેવાતા રક્ષકો, અને મિત્રો અને સૈનિકો, તેઓ સમાપ્ત થઈ જશે. તું તેમના પર આધાર ના રાખ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬)... તું ફક્ત મને શરણાગત થા, હું તારી રક્ષા કરીશ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામિ મા શુચ: આ સાચી સુરક્ષા છે.