GU/Prabhupada 1028 - આ બધા રાજનેતાઓ, તેઓ પરિસ્થિતીને બગાડે છે731129 - Lecture SB 01.15.01 - New York

પ્રભુપાદ: દરેક વ્યક્તિ ખોટી રીતે સ્વતંત્ર હોવાનું વિચારી રહ્યો છે, પણ તે નિર્ભર છે. પણ તે ખોટા સ્તર નિર્ભર બની રહ્યો છે. તે ભૌતિક સમાજની ભૂલ છે. તેઓ એક ડગુમગુ સ્તર, ભૌતિક જગત, પાસેથી સુરક્ષા વિચારી રહ્યા છે. તો આપણે કૃષ્ણની શરણ લેવી પડે. કૃષ્ણ આપણા બધાના મિત્ર છે. તેથી તેઓ આ માહિતી આપવા વૈકુંઠમાથી આવે છે; તે છે ભગવદ ગીતા. અને તે શ્રીમદ ભાગવતમમાં વિસ્તારથી સમજાવેલું છે. આ જ વસ્તુ છે. તો અછત, લોકો કેટલી બધી અછતોનો સામનો કરી રહ્યા છે, સમસ્યાઓ. તે મે વિમાનમથકે કહ્યું હતું. પત્રકારે મને પૂછ્યું "આ અછતો જે આવી રહી છે તેનો ઉકેલ શું છે?" ઉકેલ છે કૃષ્ણ ભાવનામૃત, તે પહેલેથી જ છે, પણ તમે ધૂર્તો, તમે તેને ગ્રહણ નહીં કરો. ઉપાય પહેલેથી જ છે. જો અરેબિયનો વિચારે કે આ તેલ કૃષ્ણની સંપત્તિ છે અને બીજા, ખરીદદારો પણ વિચારે, કૃષ્ણની સંપત્તિ, તો તેમણે સહમત પણ થવું પડે. અમેરિકાએ પણ સમજવું પડે કે આ અમેરિકાની ભૂમિ પણ કૃષ્ણની સંપત્તિ છે. જો તમે વિચારો કે અરેબિયન તેલ કૃષ્ણની સંપત્તિ છે, ભગવાનની સંપત્તિ, અમે તેને લઈશું, બળપૂર્વક. તો શા માટે અરેબિયનોને રણમાથી અમેરિકામાં આવીને રહેવાની અનુમતિ ના આપવી જોઈએ? પણ તે લોકો મૂર્ખ છે, તેઓ નહીં આવે, તેમને હવે યુનાઇટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) છે. પણ સંયુક્ત રાષ્ટ્રો મતલબ ફક્ત ભૂલ કરવી, ભૂલ કરવી, ભૂલ કરવી, ભૂલ કરવી. બસ તેટલું જ. તે તેમનું કાર્ય છે. તમે કેમ સંયુક્ત નથી? હા, આ અરેબિયન તેલ કૃષ્ણની સંપત્તિ છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયન ભૂમિ, અથવા આફ્રિકન ભૂમિ, અથવા આ અમેરિકન ભૂમિ, વિશાળ જમીન, પણ "ના, તમે અહી ના આવી શકો. યો યો." તેઓ કહે છે, ઇમિગ્રેશન વિભાગ. તમે જુઓ. 'યો યો વિભાગ'.

તો આ બકવાસ, આ ધૂર્તો, આ બધા રાજનેતાઓ, તેઓ પરિસ્થિતીને બગાડી રહ્યા છે, પણ તેઓ એટલા મોટા ધૂર્ત છે, તેઓ ઉપાયને સ્વીકારશે નહીં. કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, અને બધો જ ઉપાય આવી જશે. તે હકીકત છે. મૂઢા, પણ તેઓ એટલા ધૂર્ત છે, દુષ્કૃતિન, અને પાપીઓ. ન મામ દુષ્કૃતિન મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા (ભ.ગી. ૭.૧૫):, અને માણસોમાં સૌથી અધમ. તો હમેશા યાદ રાખો કે આપણા પ્રચાર કાર્યમાં આ પ્રકારના માણસો સાથે વ્યવહાર કરવાનો છે. દુષ્કૃતિન મતલબ પાપમય કાર્યોથી પૂર્ણ. મૂઢા, ધૂર્તો, નરાધમા:, માણસોમાં સૌથી અધમ અને માયયાપહ્રત જ્ઞાના, અને તેઓ વિચારે છે શિક્ષાનો બહુ જ વિકાસ, પણ પ્રથમ ક્રમાંકના મૂર્ખ: માયાએ તેમનું સાચું જ્ઞાન લઈ લીધું છે, માયયાપહ્રત જ્ઞાના. આસુરી ભાવમ આશ્રિત: શા માટે આ બધી વસ્તુઓ? કારણકે તેઓ નાસ્તિક છે, એક માત્ર વાંક છે કે તેઓ નાસ્તિક છે. આસુરી ભાવમ આશ્રિત: કારણકે તેમણે એવી સ્થિતિ લીધી છે, "કોઈ ભગવાન નથી". આ મોટા, મોટા વૈજ્ઞાનિકો, તેઓ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે કોઈ ભગવાન નથી, "આ સૃષ્ટિની રચના પદાર્થ, રસાયણમાથી થઈ છે, પાણી આવ્યું છે રસાયણિક સંયોજનથી, હાઇડ્રોજન, ઓક્સિજન. આ છે... "આ મૂર્ખ સિદ્ધાંતો, અને તેમને નોબેલ પુરસ્કાર મળી રહ્યા છે. તેમને નોબેલ પુરસ્કાર મળી રહ્યા છે. આ સ્થિતિ છે.

તેથી, આ શ્લોકથી, તમારા જાણવું જોઈએ... એવમ કૃષ્ણ સખ: કૃષ્ણો ભ્રાત્રા રાજ્ઞા વિકલ્પિત:, નાના શંકા (શ્રી.ભા. ૧.૧૫.૧)... આ ધૂર્તો... આપણે, કહો કે આપણો મોટો ભાઈ, પ્રગતિ કરે છે, તેઓ સલાહ આપે છે, "આ કારણ છે," "આનું કારણ છે," "આનું કારણ છે," "આનું કારણ છે." પણ એક માત્ર કારણ છે કૃષ્ણ, કૃષ્ણને ભૂલી જવું, તે તેઓ જાણતા નથી. એક માત્ર કારણ.

કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
પાશતે માયા તારે જાપટિયા...

આ કારણ છે. તો આ સંપ્રદાયનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરો. પણ દરેક વ્યક્તિ નહીં સ્વીકારે, પણ જો એક થોડા ટકા, આખી જનતાના એક ટકા લોકો પણ સ્વીકારશે. જેમ કે આકાશમાં, એક જ ચંદ્ર છે અને લાખો તારાઓ છે. તે બેકાર છે. લાખો તારાઓનું મૂલ્ય શું છે> પણ એક ચંદ્ર, ઓહ, આખી રાત્રિનો અંધકાર દૂર કરે છે. તેવી જ રીતે, ઓછામાં ઓછું, જેમણે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, તમે બનો, તમે દરેક ચંદ્ર બનો અને દુનિયાને પ્રકાશ આપો. આ કહેવાતા ચમકતા-કીડાઓ, તેઓ કશું કરી નહીં શકે. તે હકીકત છે. એક ચમકતા કીડો ના રહો. બસ એક સૂર્ય અને ચંદ્ર બનો. પછી તમે... લોકો સુખી થશે, તમે સુખી થશો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ!