GU/Prabhupada 1030 - મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે. તે એક માત્ર કાર્ય છે મનુષ્ય જીવનમાં740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne

વેદિક સાહિત્યમાં તે કહ્યું છે કે અત: શ્રી કૃષ્ણ નામાદી (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). કૃષ્ણ ભગવાનનું નામ છે. તો તે કહ્યું છે કે કૃષ્ણનું નામ, કૃષ્ણનું રૂપ, કૃષ્ણની લીલાઓ, કૃષ્ણના કાર્યો... અત: શ્રી કૃષ્ણ નામાદી - શરૂઆત નામથી થાય છે તો અત: શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઈંદ્રિયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). ઇન્દ્રિય મતલબ ઇન્દ્રિયો. આપણે સમજી ના શકીએ કે કૃષ્ણ, અથવા ભગવાન શું છે - તેમનું નામ, તેમનું રૂપ, તેમના લક્ષણો, તેમની લીલાઓ... આપણે આ જડ ભૌતિક ઇન્દ્રિયોથી સમજી ના શકીએ. તો કેવી રીતે તેમને સમજવા? છેવટે, આ મનુષ્ય જીવન ભગવાનને સમજવા માટે છે. તે એક માત્ર કાર્ય છે મનુષ્ય જીવનમાં. પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, આપણને આ મનુષ્ય જીવનમાં આ તક આપે છે. આ જીવનની સુવિધા, આ મનુષ્ય જીવનની સુવિધા, આપણને આપવામાં આવી છે ફક્ત ભગવાનને સમજવા માટે. બીજી જીવન યોનીઓમાં - બિલાડીઓ અને કુતરાઓ, વૃક્ષો અને બીજી ઘણી બધી યોનીઓ; ૮૪,૦૦,૦૦૦ યોનીઓ છે - તો બીજી યોનીઓમાં તે સમજવું શક્ય નથી કે ભગવાન શું છે. જો આપણે તમારા દેશના બધા કુતરાઓને બોલાવીએ, "અહી આવો. અમે ભગવાન વિશે બોલીશુ," ના, સમજવાની કોઈ શક્યતા જ નથી. પણ મનુષ્ય જીવનમાં શક્યતા છે. તેનો ફરક નથી પડતો કે તે ભારતમાં છે કે અમેરીકામાં કે ઓસ્ટ્રેલિયામાં. કોઈ પણ મનુષ્ય, જો તે પ્રયત્ન કરે અને જો તે ગ્રંથો વાંચે - કોઈ વાંધો નહીં, બાઇબલ, ભગવદ ગીતા, ભાગવત - તો તે ભગવાનને સમજશે.