GU/Prabhupada 1029 - આપણો ધર્મ નથી કહેતો કે વૈરાગ્ય. આપણો ધર્મ ભગવાનને પ્રેમ કરતાં શીખવાડે છે



740625 - Arrival - Melbourne

પત્રકાર: (તોડ)... ભગવાનના વિશેષ સેવક.

પ્રભુપાદ: હું હમેશા ભગવાનનો સેવક છું, તમારે તે ઓળખવાનું છે, બસ તેટલું જ. હું હમેશા ભગવાનનો સેવક છું, પણ તમારે તે ઓળખવાનું છે

પત્રકાર: શું તમને કોઈ ખ્યાલ છે આ સંપ્રદાય દર વર્ષે કેટલું ધન એકત્ર કરે છે?

પ્રભુપાદ: અમે દુનિયાનું બધુ જ ધન ખર્ચ કરી શકીએ છીએ (હાસ્ય)

ભક્તો: હરિબોલ!

પ્રભુપાદ: દુર્ભાગ્યપણે, તમે અમને ધન આપતા નથી.

ભક્તો: હરિબોલ! (હાસ્ય)

પત્રકાર: શું... તમે કેવી રીતે ખર્ચશો, આપની કૃપા?

પ્રભુપાદ: અમે ઓછામાં ઓછું, વર્તમાન સમયે, એક મહિનામાં આઠ લાખ ડોલર ખર્ચ કરીએ છીએ.

પત્રકાર: શેના ઉપર, આપની કૃપા?

પ્રભુપાદ: આ પ્રચાર ઉપર, આખી દુનિયામાં. અને અમે અમારા પુસ્તકોનું વિતરણ કરીએ છીએ, એક મહિનામાં ચાલીસ હજાર ડોલરથી ઓછું નહીં.

પત્રકાર: શું તમે કામ કરવાનું પસંદ કરો છો?

પ્રભુપાદ: હા. તે શું છે?

મધુદ્વિષ: તેમને જાણવું છે કે શું આપણને કામ કરવું પસંદ છે.

પ્રભુપાદ: અમે કામ કરી રહ્યા છીએ, તમારા કરતાં વધારે - વૃદ્ધ વયે ચોવીસ કલાક હું આખી દુનિયાનું ભ્રમણ કરી રહ્યો છું.

ભક્તો: હરિબોલ!

પત્રકાર: પણ શું તમને તમારા ધનનો એક મોટો હિસ્સો ભિક્ષા માંગવાથી નથી મળતો?

પ્રભુપાદ: ના, ના. સૌ પ્રથમ તમે જુઓ. કામ કરવું - તમે અમારા કરતાં વધુ કામ ના કરી શકો, કારણકે હું એક વૃદ્ધ માણસ છું, ઓગણ્યા એશી વર્ષનો વૃદ્ધ, અને હું હમેશા ભ્રમણ કરું છું, આખી દુનિયામાં, વર્ષમાં બે વાર, ત્રણ વાર. ઓછામાં ઓછું તમે આટલું કામ ના કરી શકો.

ભક્તો: હરિબોલ! પ્રભુપાદ.

મધુદ્વિષ: હવે બસ એક જ વધુ પ્રશ્ન. હા.

પત્રકાર: આપની કૃપા, તમારો ધર્મ બહુ જ વૈરાગી છે. શું તમે મેલબોર્નમાં વૈરાગી રીતે રહેશો? અમને કહ્યું કે તમને રોલ્સ રોયસ માં લઈ જવામાં આવ્યા હતા.

પ્રભુપાદ: અમારો ધર્મ નથી કહેતો કે વૈરાગ્ય. અમારો ધર્મ ભગવાનને પ્રેમ કરતાં શીખવાડે છે તમે ભગવાનને આ વસ્ત્રમાં પણ પ્રેમ કરી શકો છો. તેમાં કોઈ હાનિ નથી.

પત્રકાર: પણ તે પોતે જ વિરોધાભાસ કરો ધર્મ છે, શું તે નથી?"

પ્રભુપાદ: તે સ્વ-વિરોધાભાસી નહતી. અમે બધુ જ વાપરીએ છીએ, શા માટે સ્વ-વિરોધાભાસી? અમે ફક્ત જેટલું એકદમ જરૂરી હોય તેટલું જ વાપરીએ છીએ, બસ તેટલું જ.

પત્રકાર: પણ તમે કેવી રીતે રોલ્સ રોયસ અને બહુ જ મોંઘા ઘરમાં રહેવાનુ તેને યોગ્ય કહેશો?

પ્રભુપાદ: ના, અમને રોલ્સ રોયસ નથી જોઈતી, અમે ચાલી શકીએ છીએ. પણ જો તમે રોસ રોયસ આપો, મને કોઈ આપત્તિ નથી.

પત્રકાર: શું તે સારું નહીં હોય કે તમે એક ઘણી નાની ગાડીમાં પ્રવાસ કરો, ઓછો દેખાડો કરતી?

પ્રભુપાદ: શા માટે? જો તમે મને રોસ રોયસ ગાડી આપો પ્રવાસ કરવા, શા માટે હું અસ્વીકાર કરું? હું તમારા પર કૃપા કરું છું, હું આ સ્વીકારું છું.

પત્રકાર: આપની કૃપા, શું તમે અમને સંક્ષિપ્તમાં કહેશો તમે કેવી રીતે અમેરિકામાં હરે કૃષ્ણની સ્થાપના કરી.

પ્રભુપાદ: ઓછામાં ઓછું આખી દુનિયા હવે હરે કૃષ્ણ જપ કરે છે. જ્યાં પણ તમે જાઓ, તે લોકો હરે કૃષ્ણ જપ કરે છે.