GU/Prabhupada 1036 - આપણી ઉપર સાત ગ્રહ લોકો છે અને સાત ગ્રહ લોકો નીચે પણ છે



720403 - Lecture SB 01.02.05 - Melbourne

શ્યામસુંદર: સાત ગ્રહ લોકો, શું તે સાત રંગો અને યોગીના સાત ઘરેણાં સાથે સુસંગત છે?

પ્રભુપાદ: ના. આપણી ઉપર સાત ગ્રહ લોકો છે અને સાત ગ્રહ લોકો નીચે પણ છે. તેથી આ બ્રહ્માણ્ડને ચતુર્દશ ભુવન કહેવાય છે: "ચૌદ ગ્રહ લોકો." આને ભૂર્લોક કહેવાય છે. આની ઉપર, ભુવરલોક છે. તેની ઉપર, જનલોક છે. તેની ઉપર, મહરલોક છે. તેની ઉપર, સત્યલોક છે. તેની ઉપર, બ્રહ્મલોક છે, સર્વોચ્ચ ગ્રહ. તેવી જ રીતે નીચે પણ, તલ, અતલ, તલાતલ, વિતલ, પાતાલ, રસાતલ. આ માહિતી આપણને વેદિક સાહિત્યમાથી મળે છે, ચૌદ લોકો. દરેક બ્રહ્માણ્ડ આ ચૌદ ગ્રહલોકોનું બનેલું છે, અને અસંખ્ય બ્રહ્માણ્ડો હોય છે. તો તે માહિતી આપણને બ્રહ્મસંહિતામાથી પણ મળે છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી (બ્ર.સં. ૫.૪૦). જગદ અંડ કોટી. જગદ અંડ મતલબ આ બ્રહ્માણ્ડ બહુ જ વિશાળ છે, મારો કહેવાનો મતલબ, આકાર. જેમ કે અંડ, ઈંડું. દરેક વસ્તુ, દરેક ગ્રહ એક ઈંડા જેવુ છે. આ બ્રહ્માણ્ડ પણ એક ઈંડા જેવુ છે. તો ઘણા, ઘણા, ઘણા લાખો જગદ અંડ છે. અને દરેક જગદ અંડ, કોટીશુ વસુધાદી વિભૂતિ ભિન્નમ, અસંખ્ય ગ્રહો પણ છે. તો આ માહિતી આપણને વેદિક સાહિત્યમાથી મળે છે. જો તમે ઈચ્છો, તમે સ્વીકારી શકો. જો તમે ઈચ્છો, તમે અસ્વીકાર કરી શકો. તે તમારી ઉપર છે.