GU/Prabhupada 1037 - આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે લગભગ દરેક વ્યક્તિ ભગવાનને ભૂલી ગયો છે



730809 - Conversation B with Cardinal Danielou - Paris

પ્રભુપાદ: ...આંગળી મારા શરીરનો ભાગ છે, પણ તેનું કાર્ય છે શરીરની સેવા કરવી. હું મારી આંગળીને કહું છું: "અહી આવ." તે તેવું કરે છે. હું આંગળીને કહું છું: "અહી આવ." તે કરે છે... તો આંગળીનું કાર્ય છે, આખા (શરીર) ની સેવા કરવી. તે ભાગ છે. અને શરીર આખું છે. તો તેથી, ભાગનું કાર્ય છે, આખાની સેવા કરવી. તે સ્વાભાવિક સ્થિતિ છે.

યોગેશ્વર: (ફ્રેંચમાં કહે છે.)

કાર્ડિનલ ડેનિયલ: હું આની સાથે સહમત છું...

પ્રભુપાદ: મને આ પૂરું કરવા દો.

કાર્ડિનલ ડેનિયલ: હા. અને હું વિચારું છું કે દરેક જીવનો વ્યવસાય છે ભગવાનની સેવા, હા. ભગવાનની સેવા.

પ્રભુપાદ: હા. તો જ્યારે જીવ આ કાર્ય ભૂલી જાય છે, તે ભૌતિક જીવન છે.

કાર્ડિનલ ડેનિયલ: તે છે....? (ફ્રેંચમાં પૂછે છે...?)

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે.)

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં કહે છે.)

પ્રભુપાદ: તેથી આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે લગભગ દરેક વ્યક્તિ ભગવાનને ભૂલી ગયો છે.

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં બોલે છે.)

પ્રભુપાદ: નિષ્કર્ષ છે કે આ ભૌતિક જગતની રચના થઈ છે...

કાર્ડિનલ ડેનિયલ: રચના...

પ્રભુપાદ: ભૂલી ગયેલા આત્માઓ માટે રચના થઈ છે.

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: અને અહી કાર્ય છે ફરીથી ભગવદ ભાવનામૃતને પુનર્જીવિત કરવી.

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે.)

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: તો જીવોને પ્રકાશિત કરવાની વિધિ છે, ખાસ કરીને મનુષ્ય, કારણકે પ્રાણી જીવનમાં, તેને પ્રકાશિત ના કરી શકાય. કે ન તો પ્રાણી સમજી શકે કે ભગવાન શું છે.

કાર્ડિનલ ડેનિયલ: હા, હા.

પ્રભુપાદ: તે ફક્ત મનુષ્ય છે જે સમજી શકે. જો તેને પ્રશિક્ષિત કરવામાં આવે, તો તે ભગવદ ભાવનાભાવિત બની શકે.

કાર્ડિનલ ડેનિયલ: હા, હા. તે સત્ય છે.

પ્રભુપાદ: તો આ સૃષ્ટિ ભૂલી ગયેલા આત્માઓ માટે છે, તેમને તેમની ભગવદ ભાવના પુનર્જીવિત કરવાની તક આપવા માટે.

યોગેશ્વર: શું તે સ્પષ્ટ છે?

કાર્ડિનલ ડેનિયલ: હા, તે સ્પષ્ટ છે. તે બહુ જ, બહુ જ સ્પષ્ટ છે. બહુ જ સ્પષ્ટ.

પ્રભુપાદ: અને તે કાર્ય માટે, ક્યારેક ભગવાન વ્યક્તિગત રૂપે આવે છે. ક્યારેક તેઓ તેમના પ્રતિનિધિને મોકલે છે, તેમના પુત્રને, અથવા તેમના ભક્તને, તેમના સેવકને. આ ચાલી રહ્યું છે. ભગવાનને જોઈએ છે કે આ ભૂલી ગયેલા આત્માઓ પાછા ભગવદ ધામ આવે.

કાર્ડિનલ ડેનિયલ: હા. પાછા, હા.

પ્રભુપાદ: તેથી તેમની (ભગવાનની) બાજુએથી, તે લોકોની ભગવદ ભાવના પુનર્જીવિત કરવાનો નિરંતર પ્રયાસ છે.

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: હવે આ ભગવદ ભાવના મનુષ્ય જીવનમાં જાગૃત થઈ શકે છે, બીજી કોઈ યોનીઓમાં નહીં.

કાર્ડિનલ ડેનિયલ: બીજા કોઈ નહીં, હા.

પ્રભુપાદ: કદાચ બહુ જ ભાગ્યે, પણ મનુષ્ય... (બાજુમાં:) પાણી ક્યાં છે?

યોગેશ્વર: તેણે કહ્યું કે તે લાવી રહી છે...

પ્રભુપાદ: અચ્છા. મનુષ્ય પાસે તેની સુષુપ્ત ભગવદ ભાવના જાગૃત કરવાનો વિશેષ અધિકાર છે.

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે.)

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: તો માનવતાની શ્રેષ્ઠ સેવા છે તેમની ભગવદ ભાવના જાગૃત કરવી.

કાર્ડિનલ ડેનિયલ: હા, તે સાચું છે, તે સાચું છે.

પ્રભુપાદ: શ્રેષ્ઠ સેવા.