GU/Prabhupada 1038 - વાઘનું ભોજન છે બીજું પ્રાણી. માણસનું ભોજન છે ફળ, ધાન્ય, દૂધની બનાવટો730809 - Conversation B with Cardinal Danielou - Paris

કાર્ડિનલ ડેનિયલ: તો હું તમને મળવાથી બહુ જ, બહુ જ પ્રસન્ન છું...

પ્રભુપાદ: શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? ઈશુ કહે છે: "તું મારીશ નહીં." તો શા માટે ખ્રિસ્તી લોકો મારી રહ્યા છે?

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં પૂછે છે...?)

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે) કાર્ડિનલ ડેનિયલ: ખ્રિસ્તીમાં મારવા પર પ્રતિબંધ છે. ચોક્કસ પણે. પણ મુખ્ય રીતે અમે વિચારીએ છીએ કે મનુષ્યના જીવનમાં અને પશુના જીવનમાં ફરક છે. ફ્રેંચમાં પૂછે છે? કે મનુષ્યનું જીવન પવિત્ર છે કારણકે મનુષ્ય ભગવાનની છબી છે. પણ અમને પશુઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે, તેવી જ આદર ભાવના નથી, અને અમે વિચારીએ છીએ કે પ્રાણીઓ માણસોની સેવા માટે છે, અને કાયદેસર છે,... અમારા માટે, દરેક જીવન એક સમાન નથી. જે સૌથી વધુ મહત્વનું છે તે છે મનુષ્યનું જીવન, અને માનવ વ્યક્તિ સાચે પવિત્ર છે, અને માનવ વ્યક્તિને મારવા પર પ્રતિબંધ છે...

પ્રભુપાદ: ના, પણ ઈશુ નથી કહેતા કે "મનુષ્ય". તેઓ કહે છે સામાન્ય રીતે: "તું મારીશ નહીં."

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં બોલે છે...) બાઇબલમાં અમને ઘણા ઉદાહરણો છે, પ્રાણીઓની બલીના. તમે જાણો છો. બાઇબલમાં પ્રાણીઓની ઘણી બલીઓ. આનો પ્રતિબંધ નથી. હા, તે ચોક્કસ છે કે માણસને મારવું તે મહાન અપરાધ છે. હા યુદ્ધનો મોટો પ્રશ્ન છે, રાષ્ટ્રીય યુદ્ધ. અને તે છે...

પ્રભુપાદ: તમે, તમે, શું તમે વિચારો છો કે પ્રાણીને મારવામાં કોઈ પાપ નથી?

કાર્ડિનલ ડેનિયલ: ના, ના, ના. કોઈ પાપ નથી. કોઈ પાપ નથી. કોઈ પાપ નથી. કારણકે અમે વિચારીએ છીએ કે સરળ જીવવૈજ્ઞાનિક જીવન પવિત્ર નથી. તે છે, જે પવિત્ર છે તે મનુષ્ય જીવન છે, મનુષ્ય જીવન. પણ તે જીવન નહીં...

પ્રભુપાદ: પણ હું વિચારું છું કે તે અર્થઘટન છે. ઈશુ ખ્રિસ્ત સામાન્ય રીતે કહે છે: "તું મારીશ નહીં."

કાર્ડિનલ ડેનિયલ: હા, ઈશુએ કહ્યું હતું... પણ આ વાક્ય, ઈશુનું નથી. તે વાક્ય જૂની આવૃત્તિનું છે, અને તે વાક્ય છે...

પ્રભુપાદ: ના, તે નવી આવૃત્તિમાં પણ છે.

કાર્ડિનલ ડેનિયલ: જૂની આવૃત્તિ! જૂની આવૃત્તિ.

પ્રભુપાદ: ના, શું તે નવી આવૃત્તિમાં નથી?

કાર્ડિનલ ડેનિયલ: તે લેવીટિકમાં છે, લેવીટિકમાં, લેવીટિકની પુસ્તકમાં. તે ઈશુનો શબ્દ નથી. તે લેવીટિકનો શબ્દ છે, અને તે દસ સૂત્રોનો એક ભાગ છે, દસ આજ્ઞાઓ જે ભગવાન મોસસને આપે છે.

પ્રભુપાદ: તે ઠીક છે. પણ દસ આજ્ઞાઓ, તેમાથી એક આજ્ઞા છે કે: "તું મારીશ નહીં."

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે...)

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં બોલે છે) તે ચોક્કસ છે, હું વિચારું છું, તે ચોક્કસ માણસની હત્યા માટે છે. હું વિચારું છું, મને એક મોટી મુશ્કેલી છે સમજવામાં શા માટે ભારતીય ધર્મમાં... કારણકે તે અશક્ય છે... ઉદાહરણથી, તે જરૂરી છે, (ફ્રેંચમાં બોલે છે).

યોગેશ્વર: ખોરાક માટે.

કાર્ડિનલ ડેનિયલ: માણસના ખાવા માટે, અને...

પ્રભુપાદ: માણસ ધાન્ય ખાઈ શકે છે, ફળો, દૂધ, ખાંડ, ઘઉં...

કાર્ડિનલ ડેનિયલ: નહીં નહીં, (ફ્રેંચમાં બોલે છે)?

યોગેશ્વર: માંસ નહીં?

કાર્ડિનલ ડેનિયલ: માંસ નહીં?

પ્રભુપાદ: ના. શા માટે? જેમ કે ફળો. ફળો માણસ માટે છે. વાઘ તમારા ફળો ખાવા નથી આવતો. તો વાઘનું ભોજન છે બીજું પ્રાણી. માણસનું ભોજન છે ફળ, ધાન્ય, દૂધની બનાવટો. જેમ કે ફળ...

કાર્ડિનલ ડેનિયલ: તે શા માટે, કારણકે ધાન્ય અને વનસ્પતિ પણ જીવો છે?

પ્રભુપાદ: તે ઠીક છે, તે ઠીક છે. તે, તે અમે પણ સમજીએ છીએ. પણ જો, જો તમે જીવી શકો... જેમ કે, સામાન્ય રીતે, જો હું ફળો અને ધાન્ય અને દૂધ પર જીવી શકું, શા માટે મારે બીજા પ્રાણીને મારવું જોઈએ?