GU/Prabhupada 1043 - અમે કોકા-કોલા નથી પીતા. અમે પેપ્સી-કોલા નથી પીતા. અમે ધૂમ્રપાન નથી કરતાં



751002 - Lecture SB 07.05.30 - Mauritius

જો વ્યક્તિ આ જીવનની ભૌતિક રીતમાં વ્યસની છે, તે સમજી ના શકે, અથવા આશ્વસ્ત ના થઈ શકીએ, કૃષ્ણ ભાવનામૃત વિશે. ભગવદ ગીતામાં પણ, તે કહ્યું છે કે,

ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ
તયાપહ્રત ચેતસામ
વ્યવસાયાત્મિકા બુદ્ધિ:
સમાધૌ ન વિધિયતે
(ભ.ગી. ૨.૪૪)

જે લોકો જીવનની ભૌતિક રીતથી ખૂબ આસક્ત છે - મતલબ ઇન્દ્રિય તૃપ્તિ... જીવનની ભૌતિક રીત મતલબ ઇન્દ્રિય તૃપ્તિ. આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવન વચ્ચે ફરક શું છે? આ છોકરાઓ, યુરોપ અને અમેરિકાના આ છોકરાઓ, તેમણે આ આધ્યાત્મિક જીવન સ્વીકાર્યું છે મતલબ તેમણે ઇન્દ્રિય તૃપ્તિની ક્રિયા બંધ કરી દીધી છે. અવૈધ મૈથુન નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં, નશો નહીં. આ જીવનની ભૌતિક રીત છે. નહિતો, આ જીવન અને તે જીવન વચ્ચે અંતર શું છે?

તો જો આપણે જીવનની ભૌતિક રીત પર વળગેલા રહીએ, તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવું બહુ જ, બહુ જ મુશ્કેલ હશે. મતીર ન કૃષ્ણે પરત: સ્વતો વા મિથો અભિપદ્યેત ગૃહ વ્રતાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). શા માટે? હવે, અદાંત ગોભી: અદાંત મતલબ અનિયંત્રિત. અનિયંત્રિત. આપણી ઇન્દ્રિયો અનિયંત્રિત છે. આજે સવારે, જ્યારે હું દરિયાકિનારે ચાલતો હતો, અમે ઘણી બધી વસ્તુઓ જોઈ - કોકા-કોલાની બોટલ, સિગારેટના ખોખાઓ અને ઘણી બધી બીજી વસ્તુઓ. તો આ કોકા-કોલાની જરૂર શું છે? તમે અમારા સમાજમાં આ બધી વસ્તુઓ નહીં જુઓ. અમે કોકા-કોલા નથી પીતા. અમે પેપ્સી-કોલા નથી પીતા. અમે ધૂમ્રપાન નથી કરતાં. ઘણી બધી વસ્તુઓ જે બજારમાં વેચાઈ રહી છે પુષ્કળ માત્રામાં જાહેરાતો દ્વારા, બિચારા ગ્રાહકને શિકાર બનાવીને... પણ તેને બિનજરૂરી વસ્તુઓ કહેવાય છે. આવી વસ્તુઓની કોઈ જરૂર નથી. પણ અદાંત ગોભી:, કારણકે ઇન્દ્રિયો નિયંત્રિત ના થઈ શકે, તે લોકો વેપાર કરી રહ્યા છે. તેઓ વેપાર કરી રહ્યા છે, બિનજરૂરી વસ્તુઓ. તો આપણે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું પડે. જો આપણને આધ્યાત્મિક જીવન જોઈએ છે, જો આપણે આ ભૌતિક પાશમાથી ખરેખર મુક્ત થવું છે, તો આપણે ઇન્દ્રિયનો નિયંત્રણ કેવી રીતે કરવું તે શીખવું પડશે. તેની જરૂર છે. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે. મનુષ્ય જીવન બિલાડીઓ અને કુતરાઓ અને ભૂંડોના જીવનનું અનુકરણ કરવા માટે નથી. તે મનુષ્ય જીવન નથી.