GU/Prabhupada 1044 - મારા બાળપણમાં હું કોઈ દવા લેતો નહીં



751003 - Morning Walk - Mauritius

પ્રભુપાદ: આનુભાવિક નીતિ બહુ સરસ છે, જો તે કૃષ્ણ માટે કરવામાં આવી હોય તો. પછી તે લોકો આખી દુનિયાને જોડી શકે.

બ્રહ્માનંદ: તેમની પાસે બહુ સારી સંચાલન પ્રતિભા છે.

પ્રભુપાદ: ઓહ, હા. પણ આખી વસ્તુની યોજના કરવામાં આવી હતી તેમની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે.

બ્રહ્માનંદ: શોષણ.

પુષ્ટ કૃષ્ણ: જો આપણી પાસે ક્યારેય પણ તેવી શક્તિ હોય તો, અને તેવું કરવાનું પ્રયત્ન કર્યો હોત તો, તેમણે આલોચના કરી હોત કે આ ઝુંબેશ જેવુ છે.

પ્રભુપાદ: હવે, ઝુંબેશ, પણ... જો તેઓ ખ્રિસ્તીનો ખ્યાલ વિસ્તૃત કરી શક્યા હોત, ભગવદ પ્રેમ, તે સારું હોત. પણ તે ઉદેશ્ય ન હતો. તે શોષણ હતું.

પુષ્ટ કૃષ્ણ: બળજબરી પૂર્વક?

પ્રભુપાદ: હા. જો બળપૂર્વક, જો તમે કોઈ સારી દવા આપો, તે તેના માટે સારું છે. મારા બાળપણમાં હું કોઈ દવા લેતો નહીં. બિલકુલ આ રીતે, અત્યારે પણ. (હાસ્ય) તો મને ચમચી વડે બળપૂર્વક દવા આપવામાં આવતી. બે માણસો મને પકડાતાં, અને મારી માતા મને ખોળામાં લેતી, અને પછી બળપૂર્વક, હું લેતો. હું ક્યારેય કોઈ પણ દવા લેવા માટે સહમત થતો નહીં.

હરિકેશ: અમારે હવે તેવું કરવું જોઈએ, શ્રીલ પ્રભુપાદ?

પ્રભુપાદ: તો તમે મને મારી નાખશો.