GU/Prabhupada 1056 - કૃષ્ણ ભાવનામૃત આંદોલન આધ્યાત્મિક સ્તર પર છે, શરીર, મન અને બુદ્ધિથી પરે750522 - Conversation B - Melbourne

પ્રભુપાદ: ભારતમાં હજુ પણ, જો વ્યક્તિ પાસે બહુ જ સરસ બગીચો અને ફૂલો છે, જો કોઈ વ્યક્તિ જાય છે, "શ્રીમાન, મારે તમારા બગીચામાંથી ભગવાનની પૂજા માટે ફૂલો જોઈએ છે," "હા, તમે લઈ શકો છો." તેઓ બહુ ખુશ થશે.

રેમંડ લોપેઝ: આ માણસ, તેની રોજીરોટી તે ફૂલો પર નિર્ભર હતી, અને... મને લાગે છે કે તેની સંપત્તિ તેના માટે વધુ મહત્વપૂર્ણ હતી, દુર્ભાગ્યવશ.

વોલી સ્ટ્રોબ્સ: તે રમૂજી કથા છે. અને તે પછીની પણ રમૂજી કથા છે, અને તે છે કે ફૂલો તેમની પાસેથી લેવામાં હતા કે જે લોકો નર્સરી ચલાવતા હતા. અને અમારે છેવટે તેમાથી નીકળવા માટે કોર્ટમાં અરજી કરવી પડી. પણ અરજી કરવાની થોડી પહેલા, છોકરાઓને એક કાચનું ઘર જોઈતું હતું કારણકે તેમના વિશેષ છોડો હતા જે તમારે અહિયાં બહાર છે.

શ્રુતકિર્તિ: તુલસી.

વોલી સ્ટ્રોબ્સ: અને તેમને કાચના ઘરો વિશે કઈ ખબર ન હતી. તો તેઓ ગાડીમાં ફરતા હતા, અને એક જણે કહ્યું, "ચાલો જઈએ અને કાચના ઘરો વિશે કશું શોધીએ. ઓહ, અહી એક સરસ નર્સરી છે." (હાસ્ય) તો ગાડી ત્યાં ગઈ, તમે જોયું. ભક્ત બહાર આવે છે, અને તે કહે છે, "માફ કરજો, શ્રીમાન, પણ અમે કાચના ઘરોમાં રુચિ ધરાવીએ છીએ." તેણે કહ્યું, "તમે શું મારી જમીન પરથી બહાર જતાં રહેશો?" તે જ નર્સરી. (હાસ્ય) ક્ષેત્રની આજુબાજુ બસ્સો નર્સરી હતી. તેણે તે જ નર્સરીને પસંદ કરી.

પ્રભુપાદ: પણ જો લોકો ભગવદ ભાવનાભાવિત હોત, તેમણે માફ કરી દીધા હોત, "ઓહ, તેઓ ભગવાનની સેવા માટે આવ્યા છે. ઠીક છે, તમે લઈ શકો છો." તેથી સૌ પ્રથમ કાર્ય છે લોકોને ભગવદ ભાવનાભાવિત બનાવવું. પછી બધી વસ્તુની ગોઠવણ થશે. યસ્યાતી ભક્તિ:... ભાગવતમાં એક શ્લોક છે:

યસ્યાતી ભક્તિર ભગવતી અકિંચન
સર્વૈર ગુણેસ તત્ર સમાસતે સુરા:
હરાવ અભક્તસ્ય કુતો મહદ ગુણા
મનોરથેનાસતી ધાવતો બહી:
(શ્રી.ભા. ૫.૧૮.૧૨)

અર્થ છે કે "જે કોઈ પણ ભગવદ ભાવનાભાવિત છે, એક ભક્ત, તેનામાં બધા જ સારા ગુણો છે." જે પણ આપણે સારા ગુણો ગણીએ છીએ, તે તેનામાં છે. અને તેવી જ રીતે, જે ભગવાનનો ભક્ત નથી, તેને કોઈ સારા ગુણો નથી, કારણકે તે માનસિક સ્તર પર ભટકશે. વિભિન્ન સ્તરો હોય છે. જીવનનો શારીરિક ખ્યાલ, સામાન્ય રીતે, "હું આ શરીર છું. તેથી મારૂ કાર્ય છે ઇન્દ્રિયોને સંતૃપ્ત કરવી." આ જીવનનો શારીરિક ખ્યાલ છે. અને બીજા, તેઓ વિચારે છે, "હું આ શરીર નથી. હું મન છું." તો તેઓ તત્વજ્ઞાનીઓની જેમ માનસિક સ્તર પર જઈ રહ્યા છે, વિચારશીલ માણસો. અને તેનાથી ઉપર, બુદ્ધિશાળી માણસોનો વર્ગ છે, યોગ અભ્યાસ કરતો. અને આધ્યાત્મિક સ્તર તેની પણ ઉપર છે. સૌ પ્રથા શારીરિક અભિગમ, સ્થૂળ, પછી માનસિક, પછી બુદ્ધિ પર, પછી આધ્યાત્મિક.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આધ્યાત્મિક સ્તર પર છે, શરીર, મન અને બુદ્ધિથી પરે. પણ વાસ્તવમાં, આપણે તે સ્તર પર આવવું જોઈએ, કારણકે આપણે આત્મા છીએ, આપણે આ શરીર અથવા આ મન અથવા આ બુદ્ધિ નથી. તો જે વ્યક્તિ આધ્યાત્મિક ચેતનાના સ્તર પર છે, તેમની પાસે બૂધું જ છે - બુદ્ધિ, મનનો યોગ્ય ઉપયોગ, શરીરનો યોગ્ય ઉપયોગ. જેમ કે એક કરોડપતિ, તેની પાસે બધી જ નીચલા દર્જાની સંપત્તિ છે. દસ રૂપિયા અથવા સો રૂપિયા અથવા સો પાઉન્ડ - તેની પાસે બધુ જ છે. તેવી જ રીતે, જો આપણે લોકોને ભગવદ ભાવનાના સ્તર પર લાવવાનો પ્રયત્ન કરીશું, તો તે બીજા બધા ગુણો ધરાવે છે: કેવી રીતે શરીરનું ખ્યાલ રાખવું, કેવી રીતે મનનો ઉપયોગ કરવો, કેવી રીતે બુદ્ધિનો ઉપયોગ કરવો, બધુ જ. પણ તે શક્ય નથી કે દરેક વ્યક્તિ ભગવદ ભાવનાભાવિત બને. તે શક્ય નથી, કારણકે વિભિન્ન સ્તરો હોય છે. પણ ઓછામાં ઓછો માણસોનો એક વર્ગ હોવો જોઈએ જે સમાજમાં આદર્શ છે, ભગવદ ભાવનાભાવિત. જેમ કે આપણા રોજિંદા જીવન માટે આપણને વકીલોની જરૂર પડે છે, આપણને ઇજનેરની જરૂર પડે છે, આપણને ડોક્ટરની જરૂર પડે છે, આપણને ઘણા બધાની જરૂર પડે છે; તેવી જ રીતે, સમાજમાં માણસોનો એક વર્ગ હોવો જ જોઈએ જે પૂર્ણ રીતે ભગવદ ભાવનાભાવિત હોય અને આદર્શ હોય. તે જરૂરી છે.