GU/Prabhupada 1057 - ભગવદ ગીતાને ગીતોપનીષદ પણ કેહવાય છે, વૈદિક જ્ઞાનનો સાર



660219-20 - Lecture BG Introduction - New York

પ્રભુપાદ:

ૐ અજ્ઞાન તિમિરાંધસ્ય
જ્ઞાનાંજન શલાકયા
ચક્ષુર ઉન્મીલિતમ યેન
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

(હું મારા ગુરુ મહારાજને સાદર પ્રણામ અર્પણ કરું છું, જેમણે જ્ઞાનના પ્રકાશથી મારા આંખોને ખોલી છે, જે અજ્ઞાનના અંધકારથી આંધળી થઈ ગઈ હતી.)

શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ
સ્થાપિતમ યેન ભૂતલે
સ્વયમ રુપમ કદા મહયમ
દદાતી સ્વ પદાંતીકમ

(ક્યારે શ્રીલ રૂપ ગોસ્વામી પ્રભુપાદ, જેમણે આ ભૌતિક જગતમાં સ્થાપિત કર્યું છે શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે, તેમના ચરણ કમળમાં મને શરણ આપશે?)

વંદે અહમ શ્રી ગુરો શ્રી યુત પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ ચ
શ્રી રુપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ ત્વમ સજીવમ
સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ
શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ ચ

(હું મારા ગુરુ મહારાજના ચરણ કમળને સાદર પ્રણામ અર્પણ કરું છું અને ભક્તિના પથ ઉપર બીજા બધા ગુરુઓના ચરણ કમળને પણ હું પ્રણામ અર્પણ કરું છું. હું બધા વૈષ્ણવોને અને છ ગોસ્વામીઓને સાદર પ્રણામ અર્પણ કરું છું, શ્રીલ રૂપ ગોસ્વામી, શ્રીલ સનાતન ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, જીવ ગોસ્વામી અને તેમના પાર્ષદોની સાથે. હું શ્રી અદ્વૈત આચાર્ય પ્રભુ અને શ્રી નિત્યાનંદ પ્રભુને મારા સાદર પ્રણામ અર્પણ કરું છું, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, અને તેમના બધા ભક્તો શ્રીવાસ ઠાકુરના નેતૃત્વમાં. પછી હું ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળને મારા પ્રણામ અર્પણ કરું છું, શ્રીમતી રાધારાણી અને બધી ગોપીઓને, જેમાં લલિતા અને વિશાખા અગ્રણી છે.)

હે કૃષ્ણ કરુણાસિંધો
દીનબંધુ જગત્પતે
ગોપેશ ગોપિકાકાન્ત
રાધાકાન્ત નમોસ્તુતે

(ઓ મારા પ્રિય કૃષ્ણ, કરુણાના સિંધુ, તમે દીનોના મિત્ર છો અને સૃષ્ટિના સ્ત્રોત છો. તમે ગોપાળોના સ્વામી છો અને ગોપીઓના, વિશેષ કરીને શ્રીમતી રાધારાણીના પ્રેમી છો. હું તમને મારા સાદર પ્રણામ અર્પણ કરું છું.)

તપ્તકાંચન ગૌરાંગી
રાધે વૃંદાવનેશ્વરી
વૃષભાનુસૂતે દેવી
પ્રણમામી હરિપ્રિયે

(હું રાધારાણીને મારા પ્રણામ અર્પણ કરું છું, જેમનો રંગ તપતા સોના જેવો છે અને જે વૃંદાવનની રાણી છે. તમે મહારાજ વૃષભાનુના પુત્રી છો, અને તમે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છો.)

વાંછા કલ્પતરૂભ્યશ ચ
કૃપસિંધુભ્ય એવ ચ
પતિતાનામ પાવનેભ્યો
વૈષ્ણવેભ્યો નમો નમઃ

(હું ભગવાનના બધા વૈષ્ણવ ભક્તોને મારા સાદર પ્રણામ અર્પણ કરું છું. તેઓ બધાની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે, જેમ કે કલ્પ-વૃક્ષ, અને તેઓ પતિત આત્માઓ પ્રતિ કૃપાથી પૂર્ણ છે.)

શ્રી કૃષ્ણ ચૈતન્ય
પ્રભુ નિત્યાનંદ
શ્રી અદ્વૈત ગદાધર
શ્રીવાસ આદિ ગૌર ભક્તાવૃંદ

(હું શ્રી કૃષ્ણ ચૈતન્ય, પ્રભુ નિત્યાનંદને મારા પ્રણામ અર્પણ કરું છું, શ્રી અદ્વૈત, ગદાધર, શ્રીવાસ અને ભગવાન ચૈતન્યના બધા ભક્તોને.)

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે

(મારા પ્રિય ભગવાન, અને હે ભગવાનની આધ્યાત્મિક શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો. હું અત્યારે આ ભૌતિક સેવાથી શરમિંદા છું. કૃપા કરીને મને તમારી સેવામાં લગાડો.)

ગીતોપનીષદને પ્રસ્તાવના એ.સી. ભક્તિવેદાંત સ્વામી દ્વારા, જે શ્રીમદ ભાગવતમ, અને અન્ય ગ્રહોની સરળ યાત્રાના લેખક છે, અને ભગવદ દર્શનના સંપાદક છે.

ભગવદ ગીતાને ગીતોપનીષદ પણ કેહવાય છે, જે આખા વૈદિક જ્ઞાનનું સારરૂપ છે, અને વૈદિક સાહિત્યના વિવિધ ઉપનીષદોમાં સૌથી પ્રમુખ છે. આ ભગવદ ગીતાની અંગ્રેજી ભાષામાં બીજા ઘણી ટીકાઓ છે અને ભગવદગીતા ઉપર બીજી એક વધુ અંગ્રેજી ટીકાની શું જરૂર છે તેને આ રીતે સમજાવી શકાય છે. એક... એક અમેરિકન મહિલા, શ્રીમતી ચાર્લોટ લે બ્લેન્કે મને ભલામણ કરી કે ભગવદ ગીતાની એક અંગ્રેજી આવૃત્તિ જે તે વાંચી શકે. બેશક, અમેરિકામાં કેટલી બધી અંગ્રેજી ભગવદ ગીતાના સંપાદનો છે, પણ જ્યા સુધી મેં જોયું છે, અમેરિકામાં જ નહીં પણ ભારતમાં પણ, કોઈને પણ પાકી રીતે અધિકૃત ન કહી શકાય, કારણકે લગભગ દરેકે તેના પોતાનો મત રજૂ કરેલો છે ભગવદ ગીતાના ઉપર ટીકાથી - ભગવદ ગીતાના મૂળ ભાવને અડ્યા વગર.

ભગવદ ગીતાનો ભાવ સ્વયમ ભગવદ ગીતામાં કહેલો છે. તે આમ છે. જેમ કે તમારે એક વિશેષ પ્રકારની દવા લેવી છે, તો તમારે પાલન કરવું પડશે એક ચોક્કસ નિર્દેશનનું કે જે દવાની બોટલ ઉપર લખેલું છે. આપણે તે દવાને પોતાના નિર્દેશન કે કોઈ મિત્રના નિર્દેશન પ્રમાણે ના લઈ શકીએ, પણ આપણે દવાને તેના ઉપર આપેલા નિર્દેશન પ્રમાણે લેવી પડે છે અને ડોક્ટરના નિર્દેશન પ્રમાણે. તેવી જ રીતે, ભગવદ ગીતાને પણ તેના વક્તાના નિર્દેશન પ્રમાણે સ્વીકારવી જોઈએ.