GU/690208 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ઇન્દ્રિયોને શૂન્ય બનાવવાનું નથી. બીજા તત્વજ્ઞાનીઓ, તેઓ કહે છે કે "તમે ઈચ્છા ન કરો." આપણે એમ કહીએ છીએ કે આપણે બકવાસ વસ્તુઓની ઈચ્છા ના કરીએ, આપણે કૃષ્ણની ઈચ્છા કરીએ. ઇચ્છા તો છે જ, પરંતુ જેવી ઇચ્છા શુદ્ધ થાય છે, પછી હું કૃષ્ણની ઇચ્છા કરીશ. જ્યારે કોઈ માત્ર કૃષ્ણની ઇચ્છા રાખે છે, તો તે તેની સ્વસ્થ સ્થિતિ છે. અને જો કોઈ કૃષ્ણ સિવાય બીજું કંઈક ઇચ્છે છે, તો તેને રોગગ્રસ્ત સ્થિતિમાં સમજવો જોઈએ. તો રોગગ્રસ્ત સ્થિતિ એટલે માયા દ્વારા દૂષિત. આ બાહ્ય છે. તો આપણું તત્વજ્ઞાન, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, ઇચ્છાઓને રોકવાનું નહીં પરંતુ ઇચ્છાઓને શુદ્ધ કરવાનું છે. અને તમે કેવી રીતે શુદ્ધ કરી શકો? કૃષ્ણ ભાવનામૃત દ્વારા."
690208 - ભાષણ ભ.ગી. ૦૫.૧૭-૨૫ - લોસ એંજલિસ