GU/701212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ

"આ સદાચારનો પ્રારંભ છે: સવારે વેહલું ઉઠવું, સાફ થવું, પછી જપ કરવો, અથવા વૈદિક મંત્રોનો જપ કરવો અથવા, જેમ કે આ પ્રસ્તુત યુગમાં સરળ બનાવેલું છે, હરે કૃષ્ણ મંત્ર, મહા-મંત્રનો જપ કરવો. તે સદાચારનો પ્રારંભ છે. તો સદાચાર મતલબ આ પાપમય પ્રતિક્રિયાથી મુક્ત થવું. અને જ્યા સુધી વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતો, ત્યાં સુધી વ્યક્તિ મુક્ત નથી થઈ શકતો. અને જ્યા સુધી વ્યક્તિ પૂર્ણ રીતે પાપમય પ્રતિક્રિયાથી મુક્ત થતો નથી, ત્યાં સુધી તે ભગવાન શું છે તે સમજી નથી શકતો. જે સદાચારમાં નથી, નિયમનકારી સિદ્ધાંતોમાં નથી, તેમના માટે... જેમ કે પશુઓ, કોઈ પણ અપેક્ષા નથી કરતું કે તેઓ કોઈ પણ... અવશ્ય, સ્વભાવથી તેઓ નિયમોનું પાલન કરે છે. પણ છતાં, મનુષ્યો, ઉન્નત ચેતના હોવાથી, તો તેનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે, તેઓ ઉન્નત ચેતનાનો દુરોપયોગ કરે છે, અને તે રીતે તે પશુઓ કરતા પણ નિમ્ન બની જાય છે."

701212 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૧ અને વાર્તાલાપ - ઈન્દોર