GU/720428 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ટોક્યોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વૈકુંઠ ગ્રહોમાં બહુ જ મહાન, આદરણીય ચેતના હોય છે, 'અહી ભગવાન છે'. પણ વૃંદાવનમાં, કોઈ આવી આદરણીય ચેતના નથી, કૃષ્ણ અને ગોપાળો, ગોપીઓ, પણ તેમનો પ્રેમ બહુજ, બહુજ તીવ્ર હોય છે. પ્રેમપૂર્વક, તેઓ કૃષ્ણની અવજ્ઞા નથી કરી શકતા. અહી વૈકુંઠ ગ્રહોમાં, આદરથી, તેઓ અવજ્ઞા નથી કરી શકતા. વૃંદાવનમાં, ગોલોક વૃંદાવનમાં, તેઓ કૃષ્ણને કોઈ પણ વસ્તુની ના પાડવાનું વિચારી પણ નથી શકતા, કૃષ્ણ એટલા પ્રેમપાત્ર છે. તે લોકો કઈ પણ આપી શકે છે. તે લોકો એટલા આદરભાવમાં નથી, કારણકે તેઓ જાણતા નથી કે કૃષ્ણ ભગવાન છે કે નહીં. તેઓ જાણે છે, 'કૃષ્ણ આપણા જેવા છે'. પણ તેમનો આદર અને પ્રેમ એટલો બધો તીવ્ર છે કે કૃષ્ણ વગર તેઓ પ્રાણહીન બની જાય છે. કોઈ જીવન જ નથી."
720428 - ભાષણ શ્રી.ભા. ૨.૯.૧૦ - ટોક્યો