GU/Prabhupada 0061 - આ શરીર એ ચામડી, હાડકાં અને રક્તનો કોથળો છે
Northeastern University Lecture -- Boston, April 30, 1969
મારા પ્રિય છોકરાઓ અને છોકરીઓ, હું તમને ખુબ ખુબ ધન્યવાદ આપું છું આ સભામાં આવવા માટે. આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરી રહ્યા છીએ કારણકે આ આંદોલનની ખુબજ જરૂર છે સમસ્ત દુનિયામાં, અને વિધિ ખુબજ સરળ છે. આ લાભ છે. સૌથી પેહલા, તમે સમજવાનો પ્રયત્ન કરો કે દિવ્ય સ્તર શું છે. જ્યાં સુધી આપણી જીવન સ્થિતિનો પ્રશ્ન છે, આપણે જુદા જુદા સ્તર ઉપર છીએ. તો સૌથી પેહલા આપણે દિવ્ય સ્તર ઉપર સ્થિત થવું પડશે. પછી દિવ્ય ધ્યાનનો પ્રશ્ન થઇ શકે. ભગવદ ગીતામાં, ત્રીજા અધ્યાયમાં, તમને મળશે કે આપણને બદ્ધ જીવનના વિવિધ સ્તર છે. પહેલો છે ઇન્દ્રિયાણી પરાણી આહુર... (ભ.ગી. ૩.૪૨). સંસ્કૃત, ઇંદ્રિયાણી. પહેલી વસ્તુ છે જીવનનો શારીરિક ખ્યાલ. આ ભૌતિક જગતમાં, આપણે બધા જીવનના શારીરિક ખ્યાલ હેઠળ છીએ. હું એમ વિચારું છું, "હું ભારતીય છું" તમે વિચારો છો કે તમે અમેરિકી છો. કોઈ વિચારે છે, "હું રશિયન છું." કોઈ વિચારે છે, "હું કોઈ બીજો છું." તો દરેક વ્યક્તિ એવું વિચારે છે કે "હું આ શરીર છું." આ એક સ્તર છે, કે એક મંચ. આ સ્તરને ઇન્દ્રિય સ્તર કેહવાય છે, કારણ કે જ્યા સુધી આપણને જીવનનો શારીરક ખ્યાલ હશે, આપણે વિચારીએ છીએ કે સુખ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ. બસ. સુખ મતલબ ઇન્દ્રિય તૃપ્તિ કારણકે શરીર મતલબ ઇન્દ્રિયો.
તો ઇંદ્રિયાણી પરાણી આહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ (ભ.ગી. ૩.૪૨). ભગવાન કૃષ્ણ કહે છે કે આ ભૌતિક વિચારધારાના જીવનમાં, કે જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો ખુબજ પ્રમુખ છે. આ વર્તમાન સમયે ચાલી રહ્યું છે. વર્તમાન સમયમાં જ નહીં, પણ આ ભૌતિક જગતની રચનાના આરંભથી. આ છે રોગ, કે "હું આ શરીર છું." શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધી: કલાત્રાદીષુ ભૌમ ઈજ્યધી: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), કે "જેને પણ આ શારીરિક સમજનો ખ્યાલ છે, કે 'હું આ દેહ છું...' " આત્મ-બુદ્ધિ કુણપે ત્રિધાતુ. આત્મ બુદ્ધિ મતલબ પોતાને ચામડી અને હાડકાંના કોથળા તરીક સમજવું. આ એક કોથળો છે. આ શરીર ચામડી, હાડકાં, રક્ત, મળ અને મૂત્ર અને કેટલી બધી સરસ વસ્તુઓ, તમે જોયું? પણ આપણે એમ વિચારીએ છીએ કે "હું આ હાડકા, ચામડી, મળ, મૂત્રનો કોથળો છું. તે આપણી સુંદરતા છે. તે આપણું બધું છે."
કેટલી બધા સરસ કથાઓ છે.. બેશક, આપણો સમય ખુબજ ઓછો છે. છતાં, હું તમને એક નાની કથા સંભળાવવા માંગુ છું. કે એક માણસ, એક છોકરો, એક સુંદર છોકરીથી આકર્ષિત થયો. તો તે છોકરી માની નહીં, પણ છોકરો ખુબજ જિદ્દી હતો. તો ભારતમાં, બેશક, છોકરીઓ, પોતાનું ચારિત્ર ખૂબ જ નિષ્ઠાથી સાચવે છે. તો આ છોકરી માની રહી ન હતી. તો તેણે કહ્યું, "ઠીક છે, હું માનું છું. એક સપ્તાહ પછી તું આવ." તેણે કહ્યું, "આ અને આ સમયે, તું આવજે." તો છોકરો ખુબજ પ્રસન્ન થઇ ગયો. અને છોકરીએ સાત દિવસ સુધી કોઈ રેચક દવા લીધી, અને તે દિવસ અને રાત, મળ કાઢી રહી હતી અને ઉલટી કરી રહી હતી, અને આ ઉલટી અને મળ તેણે એક સરસ વાસણમાં રાખી દીધું. તો જ્યારે નિર્ણિત સમય આવ્યો, ત્યારે તે છોકરો આવ્યો, અને છોકરી દરવાજા ઉપર બેઠી હતી. છોકરાએ પૂછ્યું, "ક્યા છે તે છોકરી?" તેણે કહ્યું, "હું જ છું તે છોકરી." "ના, ના. તું તે નથી. તું કેટલી કદરૂપી છે. તે કેટલી સુંદર હતી. તું તે છોકરી નથી." "ના, હું તે છોકરીજ છું, પણ હવે મેં મારી સુંદરતા એક અલગ વાસણમાં રાખી દીધી છે." "તે શું છે?" તેણે બતાવ્યું: "આ છે સુંદરતા, આ મળ અને ઉલટી. આ છે તેના ઘટકો." વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ ખુબજ શક્તિશાળી કે ખુબજ સુંદર હોઈ શકે છે - પણ જો તે ત્રણ કે ચાર વાર મળ કાઢે છે, તો બધું તરતજ બદલાઈ જાય છે. તો મારો કહેવાનું તાત્પર્ય છે કે, જેમ શ્રીમદ ભાગવતમમાં કહેલું છે, કે આ જીવનનો શારીરિક ખ્યાલ બહુ આશાસ્પદ નથી. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩).