GU/Prabhupada 0288 - જ્યારે તમે ભગવાન વિશે બોલો છો, શું તમે જાણો છો કે ઈશ્વરની વ્યાખ્યા શું છે?



Lecture -- Seattle, September 30, 1968

અતિથિ: હોઈ શકે કે તમે પેહલા જ આનો જવાબ આપી દીધો છે. મને ખબર નથી. મેં સાંભળ્યું નથી. પણ મને હંમેશા જ શીખવાડવામાં આવ્યું હતું, જ્યારથી હું બાળક હતો, કે ભગવાનને પ્રેમ કરવો અને પછી હું બધાને પ્રેમ કરીશ. શું ભગવાન કૃષ્ણ છે?

પ્રભુપાદ: હા. શું તમારી પાસે બીજા કોઈ ભગવાન છે? કૃષ્ણ સિવાય બીજા કોઈ ભગવાન?

અતિથિ: આહ ,શું પ્રશ્ન છે? ઓહ, ના, ના...

પ્રભુપાદ: જરા સમજવાનો પ્રયાસ કરો કે ભગવાન શું છે.

અતિથિ: મને ખબર ન હતી કે ભગવાન કૃષ્ણ છે.

પ્રભુપાદ: ના, દરેક વસ્તુની વ્યાખ્યા હોય છે. જેમ કે જો હું કહું "આ એક ઘડીયાળ છે." તો તેની એક વ્યાખ્યા છે. ઘડીયાળ એટલે કે તે ગોળ છે અને તેમાં સફેદ પાટી ઉપર બે હાથ છે અને કેટલા બધા આંકડા છે સમયને દર્શાવતા. તેવી રીતે, હું તમને થોડું વર્ણન આપી શકું છું. તો કઈ પણ, જે પણ તમે જુઓ છો કે અનુભવ કરો છો કે સમજવાનો પ્રયાસ કરો છો, તેનો કોઈ અર્થ હોવો જોઈએ. તો જયારે તમે ભગવાન વિશે કહો છો, ત્યારે તમને ખબર છે ભગવાનનો અર્થ શું છે?

અતિથિ: હા. હું વિચારતો હતો કે તે પ્રેમ છે.

પ્રભુપાદ: પ્રેમ તે અર્થ નથી; પ્રેમ કાર્ય છે. હા, પ્રેમ. હું ભગવાનને પ્રેમ કરું છું. પ્રેમ એક કાર્ય છે. પણ ભગવાનનો કોઈ અર્થ હોવો જોઈએ. તે પણ તમને ખબર છે. પણ અત્યારે તમે ભૂલી ગયા છો. હવે, એક શબ્દમાં, તેઓ કહે છે, "ભગવાન મહાન છે." તો કેવી રીતે વ્યક્તિ તેની મહાનતાને માપી શકે છે? આગલો મુદ્દો. જો તમે કહો કે "આ માણસ ખૂબજ મહાન છે," હવે કોઈ સમજ હોવી જોઈએ, તમે કેવી રીતે ધારો છો કે તે મહાન છે. વિવિધ સ્તર છે સમજવામાં. તો કેવી રીતે તમે સમજી શકો છો કે ભગવાન મહાન છે? તમારી ગણતરી શું છે, કોન આધારે, કે ભગવાન મહાન છે? જેમ કે તમારા બાઇબલમાં તે કહ્યું છે કે "ભગવાને કહ્યું, 'સૃષ્ટિ થવા દો,' અને સૃષ્ટિ થઇ ગઈ." શું તેવું નથી? શું તે વાક્ય ન હતું? તો અહીં છે મહાનતા. તેમણે માત્ર કહ્યું હતું કે, "સૃષ્ટિ થવા દો," અને સૃષ્ટિની રચના થઈ ગઈ. શું તમે તેવું કરી શકો છો? ધારો કે તમે ખૂબજ સારા મિસ્ત્રી છો. શું તમે કહી શકો છો, "એક ખુરશી થવા દો," અને તે જ સમયે એક ખુરશી આવી જશે? શું તે શક્ય છે? ધારો કે તમે આ ઘડીયાળના રચનાકર્તા છો. શું તમે કહી શકો છો કે "હું કહું છું, ઘડીયાળ થવા દો," અને તરત જ ઘડીયાળ આવી જાય છે? તે શક્ય નથી. તેથી ભગવાનનું નામ છે સત્ય-સંકલ્પ. સત્ય-સંકલ્પ. સત્ય-સંકલ્પ એટલે કે જે પણ તેઓ વિચારે છે, તરત જ તે હાજર થઇ જાય છે. ભગવાન જ નહીં, પણ જે લોકોએ યોગ સિદ્ધિને પ્રાપ્ત કરી છે, તે ભગવાનની જેમ ઈચ્છા નથી કરી શકતા, પણ લગભગ ત્યાં સુધી. અદભુત વસ્તુઓ... એક યોગી, જો તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જો તે કઈ ઈચ્છે છે, કે "મને આ જોઈએ છે," તરત જ તે હાજર થઈ જાય છે. તેને કહેવાય છે સત્ય-સંકલ્પ. આ રીતે, કેટલા બધા ઉદાહરણો છે. તેને કહેવાય છે મહાનતા. શું... જેમ કે આધુનિક વૈજ્ઞાનિકો, તે કોઈ આકાશ-યંત્રને ઉડાવવાનો પ્રયાસ કરે છે, સારી ગતિથી, જેથી તે લોકો ચંદ્ર ગ્રહ પર પહોંચી શકે. અમેરિકા, રશિયા અને કેટલા બધા દેશોના વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે. પણ તેઓ નથી પહોંચી શકતા. તેમનું સ્પુટનિક પાછું આવે છે. પણ જુઓ ભગવાનની શક્તિ. કેટલા બધા લાખો ગ્રહો માત્ર રુના પૂમડાની જેમ તરે છે. આ મહાનતા છે. તો જો કોઈ પણ મૂર્ખ વ્યક્તિ કહે કે,"હું ભગવાન છું," તે એક ધૂર્ત છે. ભગવાન મહાન છે. તમે પોતાને ભગવાનની સાથે તુલના ના કરી શકો. કોઈ પણ તુલના નથી. પણ આ ધૂર્તતા ચાલી રહી છે. "બધા ભગવાન છે. હું ભગવાન છું, તમે ભગવાન છો" - ત્યારે તે કૂતરો છે. તમે ભગવાનની શક્તિ દર્શાવો, પછી તમે કહો. પેહલા યોગ્યતા પ્રાપ્ત કરો, પછી ઈચ્છા કરો. તમારી પાસે શું શક્તિ છે? તમે હંમેશા આધારિત છો. તો ભગવાન મહાન છે, અને આપણે હંમેશા ભગવાનની ઉપર આધારિત છીએ. તેથી સ્વાભાવિક નિષ્કર્ષ છે કે આપણે ભગવાનની સેવા કરવી પડે. તે આખું છે (અસ્પષ્ટ). સેવા મતલબ પ્રેમથી સેવા કરવી. જ્યા સુધી... હવે જેમ કે આ છોકરાઓ, મારા શિષ્યો, તેઓ મારી સેવા કરે છે. હું જે પણ કહું છું, તેઓ તરત જ કરે છે. કેમ? હું તો ભારતીય છું, હું એક વિદેશી છું. બે કે ત્રણ વર્ષ પેહલા તેઓ મને જાણતા ન હતા, અને હું પણ તેમને જાણતો ન હતો. કેમ તેઓ કરે છે? કારણકે તે પ્રેમ છે. સેવા કરવી એટલે કે પ્રેમ વિકસિત કરવો. તો જ્યા સુધી તમે પ્રેમ વિકસિત ન કરો, ત્યા સુધી તમે તેમની સેવા નથી કરી શકતા. ક્યાંય પણ. જ્યારે પણ તમે કોઈ સેવા કરો છો, તે પ્રેમની ઉપર આધારિત છે. જેમ કે એક માતા એક બાળકને નિસ્વાર્થ સેવા આપે છે. કેમ?પ્રેમના કારણે. તો તેવી જ રીતે, આપણું જીવન પૂર્ણ બનશે જ્યારે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે પ્રેમ કરશે. ત્યારે તે ઠીક છે. તમારે આ શીખવું જોઈએ. આ કૃષ્ણ ભાવનામૃત છે - કૃષ્ણ સાથેના સંબંધમાં. જેમ કે હું મારા શિષ્યોને પ્રેમ કરું છું, મારા શિષ્યો મને પ્રેમ કરે છે?કેમ? માધ્યમ શું છે? કૃષ્ણ.