GU/Prabhupada 0559 - તેઓ મૂર્ખતાપૂર્વક વિચારે છે - 'હું જે કઈ પણ જોઉ છું તે બધાનો રાજા છું'



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

પ્રભુપાદ: આ માયાનું આકર્ષણ છે. તેણે પાછા આવવું જ પડે. એક શ્લોક છે,

યે અન્યે અરવિંદાક્ષ વિમુક્ત માનીનસ
ત્વયી અસ્ત ભાવાદ અવિશુદ્ધ બુદ્ધય:
આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત:
પતંતિ અધો અનાદ્રત યુષ્માદ અંઘ્રય:
(શ્રી.ભા. ૧૦.૨.૩૨)

આ પ્રહલાદ મહારાજની પ્રાર્થના છે. તેઓ કહે છે, "મારા પ્રિય ભગવાન, કમલનયન, અરવિંદાક્ષ," યે અન્યે. "અમુક ત્રીજા વર્ગના લોકો, તેઓ આ ભૌતિક જીવનનો અંત કરીને બહુ જ ગર્વિત હોય છે, આ નિર્વાણ અથવા આ નિરાકારવાદીઓ." વિમુક્તમાનીન: વિમુક્તમાનીન: - તેઓ ફક્ત મિથ્યાપૂર્વક વિચારે છે કે તેઓ માયાના પાશને પાર કરી ગયા છે. ખોટી રીતે. વિમુક્તમાનીન: જેમ કે તમે ખોટી રીતે વિચારો કે "હું આ લોસ એંજલિસ શહેરનો માલિક છું," શું તે ખોટો વિચાર નથી? તેવી જ રીતે, જો કોઈ વિચારે કે "હવે મે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે અથવા હું પરમમાં લીન થઈ ગયો છું." તમે તે વિચારી શકો છો. તે માયા ખૂબ જ બળવાન છે. તમે આવી મિથ્યા પ્રતિષ્ઠાથી ગર્વિત થઈ શકો છો. વિમુક્તમાનીન: ભાગવત કહે છે, ત્વયી અસ્ત ભાવાદ અવિશુદ્ધ બુદ્ધય: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). "પણ કારણકે તેમણે તમારા ચરણકમળની શોધ નથી કરી, તેથી તેમની ચેતના અશુદ્ધ છે, વિચારીને કે 'હું કઈક છું.' " અવિશુદ્ધ બુદ્ધય: "તેમની બુદ્ધિ, ચેતના શુદ્ધ નથી." તેથી આરૂહ્ય કૃચ્છેણ. "તેઓ ખૂબ કઠોર તપસ્યાઓ કરે છે." જેમ કે બુદ્ધજીવીઓ, તેઓને છે... હવે, જે લોકો નથી કરતાં, તે અલગ વાત છે. પણ નીતિ અને નિયમો, ભગવાન બુદ્ધ પોતે, તેમણે બતાવ્યુ હતું. તેમણે બધુ છોડી દીધું અને ફક્ત ધ્યાનમાં લીન થઈ ગયા. કોણ કરે છે તે? કોઈ કરતું નથી. શંકરાચાર્યની પહેલી શરત છે કે "સૌ પ્રથા તમે સન્યાસ લો; પછી તમે નારાયણ બનવાની વાત કરો." કોણ સન્યાસ લે છે? તેઓ તેઓ ફક્ત ખોટી રીતે વિચારી રહ્યા છે. વાસ્તવમાં, તેમની બુદ્ધિ અશુદ્ધ છે, ચેતના અશુદ્ધ છે. તેથી આવા પ્રયાસો છતાં, પરિણામ છે, આરૂહ્ય કૃચ્છેણ પરમ, જોકે તેઓ બહુ જ ઊંચે જાય છે, કહો કે ૨૫,૦૦૦ માઈલ અથવા લાખો માઈલ ઊંચે, તેઓ કોઈ શરણ નથી શોધી શકતા, જ્યાં ચંદ્ર ગ્રહ છે, જ્યાં (અસ્પષ્ટ). તેઓ તમારા મોસ્કો શહેરમાં પાછા આવે છે, બસ તેટલું જ. અથવા ન્યુયોર્ક શહેરમાં, બસ તેટલું જ. આ ઉદાહરણો છે. જ્યારે તેઓ ઊંચે જાય છે, ઓહ, તેઓ ફોટોગ્રાફ લે છે. "ઓહ, આ ગ્રહ, આ પૃથ્વી ગ્રહ ખૂબ જ લીલો છે અથવા ખૂબ જ નાનો છે. હું દિવસ અને રાત ફર્યા કરીશ અને એક કલાકમાં ત્રણ વાર દિવસ અને રાત્રિ જોઈશ." ઠીક છે, બહુ જ સરસ. હવે પાછા આવી જાઓ. (હસે છે) બસ તેટલું જ. માયા બહુ બળવાન છે, તે કહેશે, "હા, બહુ જ સારું. તમે ઘણી પ્રગતિ કરી છે તમારા વૈજ્ઞાનિક જ્ઞાનમાં, પણ પાછા આવી જાઓ. અહી આવી જાઓ. નહીં તો તમને એટલાન્ટીક મહાસાગરમાં મૂકી દેવામાં આવશે." બસ તેટલું જ. અને તેઓ છતાં ગર્વથી ફુલાય છે, "ઓહ, આપણે પ્રગતિ કરી રહ્યા છે. દસ વર્ષોમાં, તમે ચંદ્ર પર ટિકિટ અથવા જમીન ખરીદી શકો." તમે જાણો છો, રશિયામાં તેમણે જમીન વેચી છે, અને તેઓ જાહેરાત કરે છે કે "ત્યાં મોસ્કોનો મહાસાગર છે. અમે આપણો ધ્વજ દરિયા પર મૂક્યો છે...." તો આ બધો પ્રચાર છે. તેઓ સૌથી નજીકના ગ્રહ પર પણ નથી જઈ શકતા, તો આધ્યાત્મિક આકાશનું તો કહેવું જ શું. જો તમે વાસ્તવમાં આધ્યાત્મિક આકાશ અને વૈકુંઠલોકમાં જવા ગંભીર છો, તો આ સરળ પદ્ધતિનો સ્વીકાર કરો, હરે કૃષ્ણ. બસ.

મહેમાન: હું નાસ્તિકવાદમાં રુચિ ધરાવું છું.

પ્રભુપાદ: (મહેમાનને સાંભળ્યા અથવા નોંધ લીધા વગર) આ ભગવાન ચૈતન્યની ભેટ છે. નમો મહાવદાન્યાય. તેથી રૂપ ગોસ્વામી કહે છે, "તમે બધા ઉદાર વ્યક્તિઓમાં સૌથી શ્રેષ્ઠ છો કારણકે તમે સૌથી મહાન વરદાન આપી રહ્યા છો." કૃષ્ણપ્રેમ પ્રદાય તે (ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩). "તમે કૃષ્ણપ્રેમ આપી રહ્યા છો, જે મને કૃષ્ણના રાજ્યમાં લઈ જશે." આ માનવ સમાજને સૌથી મહાન ભેટ છે. પણ મૂર્ખ લોકો તેઓ સમજતા નથી. હું શું કરી શકું? દૈવી હી એષા ગુણમયી (ભ.ગી. ૭.૧૪). માયા બહુ જ બળવાન છે. જો આપણે કહીએ કે "અહી એક નાનકડી પુસ્તક છે, અન્ય ગ્રહોની સરળ યાત્રા," તેઓ નહીં લે. તેઓ અન્ય ગ્રહો પર અવકાશયાનની મદદથી કેવી રીતે જવું તેની યોજના બનાવશે, જે અશક્ય છે. તમે ક્યાય ના જઈ શકો. તે આપણું બદ્ધ જીવન છે. બદ્ધ મતલબ તમે અહી રહી શકો. તમારે અહી જ રહેવું પડે. કોણ બીજા ગ્રહો પર જવાની અનુમતિ આપે છે? તમારા દેશમાં આવવા માટે, કાયમી વિઝા લેવા માટે, મારે કેટલું લડવું પડ્યું, અને તમે ચંદ્ર ગ્રહ પર જાઓ છો? કોઈ વિઝા નથી? તે લોકો તમને આવવા દેશે? શું તે તેટલી સરળ વસ્તુ છે? પણ તે લોકો મૂર્ખતાપૂર્વક વિચારે છે કે બસ "હું જે કઈ પણ જોઉ છું તે બધાનો હું રાજા છું." બસ. આ ગ્રહ રાજા છે, અને અન્ય ગ્રહો બધા નોકરો છે. તે આપણી ઇન્દ્રિયોને તૃપ્ત કરશે. આ મૂર્ખતા છે. ઠીક છે. હરે કૃષ્ણ કીર્તન કરો.