GU/Prabhupada 0560 - જ્યાં સુધી વ્યક્તિ નૈતિક ચારિત્ર્ય સ્વીકારતો નથી, અમે દિક્ષા નથી આપતા



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: ... કોસ્મિક સ્ટાર અને અમે હમણાં જ જાન્યુઆરી માટે નામ બદલ્યું છે, પહેલો અંક. પહેલો અંક હમણાં જ, તે બહાર આવી ગયો છે, આજે બહાર પડશે.

પ્રભુપાદ: શું તે દર મહિને પ્રકાશિત થાય છે?

પત્રકાર: માસિક, તે સાચું છે, તે સાચું છે, હા. અને અમે પૂર્વ દેશોના ધર્મોને આવરી લઈએ છીએ. આ મહિને અમે એક વિશેષ લેખ કર્યો છે બિશપ જેમ્સ પાઈક, યુએફઓ, જ્યોતિષશાસ્ત્ર પર. તમે ડો. બોડને જાણો છો, ફ્રેંબોસ બોડ... તે મેનલી હોલમાં છે. તમે મેનલી હોલ વિશે જાણો છો?

પ્રભુપાદ: ના.

પત્રકાર: તમે ફ્રેંબોસ બોડને નથી જાણતા?

પ્રભુપાદ: ના.

પત્રકાર: તે ભારતીય છે. પારસી.

પ્રભુપાદ: અચ્છા, પારસી, હા.

પત્રકાર: તે અમારા માટે આગલા મહિને એક લેખ કરી રહ્યા છે. પણ મે ડેન સાથે વાત કરી અને મે તેને કહ્યું કે એક વસ્તુ જે મારે તમને પૂછવી છે, અને મને લાગે છે કે કેટલા બધા અમારા વાચકો, અને કેટલા બધા યુનાઇટેડ સ્ટેટ્સના લોકો ખૂબ જ ગૂંચવાયેલા છે ઘણા બધા લોકોથી કે જે અવતાર હોવાનો દાવો કરે છે અને જે લોકો ભારતથી આ દેશમાં આવ્યા છે, એક પછી બીજો, એક પછી બીજો, અને તેઓ કહે છે...

પ્રભુપાદ: હું ઘોષણા કરી શકું છું, તે બધા બકવાસ છે.

પત્રકાર: તેજ વસ્તુ... હું પૂછવા માંગુ છું... જો તમે તેના પર થોડું વધારે સવિસ્તાર કહી શકો.

પ્રભુપાદ: અને હું વધુમાં કહી શકું, તે બધા ધૂર્તો છે.

પત્રકાર: મહાઋષિ ઉદાહરણ તરીકે...

પ્રભુપાદ: તે પહેલા નંબરનો ધૂર્ત છે. હું જાહેરમાં કહું છું.

પત્રકાર: શું તમે તેને સમજાવી શકો, થોડી પૃષ્ઠભૂમિ આપી શકો કે કેમ, કારણકે અમારા વાચકો...

પ્રભુપાદ: હું જાણતો નથી, પણ તેના વર્તાવ પરથી હું કહી શકું કે તે એક નંબરનો ધૂર્ત છે. મને તેના વિશે જાણવું નથી ગમતું, પણ તેણે જે કર્યું... પણ આશ્ચર્યજનક વસ્તુ છે કે પાશ્ચાત્ય દેશોમાં લોકો, તેઓ ખૂબ જ ઉન્નત હોવા જોઈએ. કેવી રીતે તેઓ આ ધૂર્તોથી છેતરાય છે?

પત્રકાર: મને લાગે છે કે લોકો તેમને ઈચ્છા હોય તેના પર વિશ્વાસ કરે છે. તેઓ કઈક વસ્તુની શોધમાં હોય છે, અને તે આવે છે...

પ્રભુપાદ: હા. પણ તેમને કઈક બહુ જ સસ્તું જોઈએ છે. તે ભૂલ છે.

પત્રકાર: હા.

પ્રભુપાદ: હવે અમારા શિષ્યો માટે, અમે કોઈ વસ્તુ સસ્તી નથી આપતા. અમારી પહેલી શરત છે ચારિત્ર્ય, નૈતિક ચારિત્ર્ય. તમે જોયું? તો જ્યાં સુધી કોઈ નૈતિક ચારિત્ર્યને સ્વીકારતો નથી, અમે દિક્ષા નથી આપતા, તેને આ સંસ્થામાં અનુમતિ નથી આપતા. અને આ મહાઋષિ, "ઓહ, તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમે ફક્ત મને પાત્રીસ ડોલર આપો અને હું તમને કોઈ મંત્ર આપીશ." તમે જોયું. તો લોકોને છેતરાવું છે, અને કેટલા બધા ઠગો આવી ગયા છે. તે લોકોને કોઈ અનુશાસન નથી કરવું, તમે જોયું? કઈ પણ. તેમની પાસે ધન છે. તેઓ વિચારે છે કે "હું ચૂકવીશ," અને તરત જ તેને ધન મળી જાય છે.

પત્રકાર: તત્કાળ સ્વર્ગ.

પ્રભુપાદ: હા. તે તેમની સ્થિતિ છે. જેમ કે લોકો ચંદ્ર ગ્રહ પર જવાનો પ્રયાસ કરે છે. મે મારો મત આપ્યો છે. તમે લોસ એંજલિસ ટાઇમ્સમાં જોયું છે? આ બહુ દૂરની વાત છે.

પત્રકાર: ઓહ?

પ્રભુપાદ: હા. કેમ નહીં? ધારોકે તમારા દેશમાં, તમારે ઇમિગ્રેશન માટે અમુક કોટા (હિસ્સો) છે. આ ગ્રહ પરથી, જો કોઈ આવે છે, તમારા ઇમિગ્રેશન વિભાગની આજ્ઞા વગર, કોઈ પ્રવેશ ના કરી શકે. તમે કેવી રીતે આશા રાખી શકો કે તે ગ્રહ પર કે જ્યાં લોકો વધારે ઉન્નત છે, તેમને દેવતા કહેવામા આવે છે, તેઓ દસ હજાર વર્ષો સુધી જીવે છે, કેવી રીતે તમે આશા રાખી શકો કે તમે જશો અને તરત જ તમે ચંદ્ર ગ્રહ પર પ્રવેશ કરશો? અને તેઓ ટિકિટ વેચી રહ્યા છે, આરક્ષણ. તમે જોયું? બધુ જ, તે લોકો તેની મજાક કરી રહ્યા છે.