GU/Prabhupada 0570 - પતિ અને પત્ની વચ્ચે ગેરસમજ છતાં - છૂટાછેડાનો કોઈ પ્રશ્ન જ નથી



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: શું ભારતમાં છૂટાછેડા બહુ થાય છે?

પ્રભુપાદ: હા. આધુનિક, કહેવાતા ઉન્નત છોકરાઓ અને છોકરીઓ, તેઓ હવે છૂટાછેડા પાછળ છે. પણ તેની પહેલા, ભલે પતિ અને પત્નીની વચ્ચે ગેરસમજ પણ હોય, લડાઈ, છૂટાછેડાનો કોઈ પ્રશ્ન જ નથી. મારા જીવનનું ઉદાહરણ લો. હું એક ગૃહસ્થ હતો. હવે મે છોડી દીધું છે. તો વ્યાવાહરિક રીતે હું મારી પત્ની સાથે સહમત ના થયો, પણ છૂટાછેડાનું કોઈ સ્વપ્ન જ ન હતું. તમે જોયું? ન તો તેણે સ્વપ્ન જોયું, ન મે સ્વપ્ન જોયું. આ (છૂટાછેડા) અજાણ હતું. હવે તેઓ દાખલ કરી રહ્યા છે.

પત્રકાર: હા. પાશ્ચાત્ય સંસ્કૃતિ.

પ્રભુપાદ: આહ, હા.

પત્રકાર: શું તમારા ભારતમાં વધુ અનુયાયીઓ છે?

પ્રભુપાદ: હા. મારા પોતાના નહીં, પણ મારા ગુરુભાઈઓ, આ સંપ્રદાય ખૂબ જ સારો છે.

પત્રકાર: કેટલા, કેટલા...

પ્રભુપાદ: ઓહ, લાખો. અમારે છે, આ વૈષ્ણવ સિદ્ધાંત, કૃષ્ણ ભાવનામૃત, લાખો અને લાખો. લગભગ બધા જ. ૮૦ ટકા. તમે કોઈ પણ ભારતીયને પૂછો અને તે કૃષ્ણ ભાવનામૃત વિશે ઘણી બધી વસ્તુઓ કહેશે. તે મારો શિષ્ય ના પણ હોય, પણ મારા જેવા ઘણા સંત પુરુષો છે. તેઓ કાર્ય કરી રહ્યા છે.

પત્રકાર: શું તમને ઔપચારિક પ્રશિક્ષણ મળ્યું હતું...

પ્રભુપાદ: હા, મને મારા ગુરુ મહારાજ પાસેથી દિક્ષા મળી હતી. તેમનો, અહી છે તે, મારા ગુરુનો ફોટો.

પત્રકાર: ઓહ, અચ્છા.

પ્રભુપાદ: હા. તો જ્યારે તમારા દેશને એક સર્ટિફિકેટ (પ્રમાણ) જોઈએ છે મને કાયમી નાગરિક બનાવવા માટે, તો મારી પાસે મારા ગુરુભાઈઓ પાસેથી પ્રમાણ છે કે હું દિક્ષિત છું. બસ. પણ નહિતો, અમારા દેશમાં, કોઈ પ્રમાણની જરૂર નથી.

પત્રકાર: બીજા શબ્દોમાં, ભારતમાં પૂજારી બનવાની સંસ્થામાં જવું કે એવું કઈ નથી જ્યાં તમે ચાર વર્ષ માટે જાઓ અને એક આભાસક્રમ ભણો...

પ્રભુપાદ: ના, આ સંસ્થા છે. હા, સંસ્થા છે. અમારે સંસ્થા છે, ગૌડીય મઠ સંસ્થા. તેમને સેંકડો શાખાઓ છે, હા.

પત્રકાર: તમે શિક્ષાના ચોક્કસ અભ્યાસક્રમને લો છો?

પ્રભુપાદ: હા, શિક્ષાનો ચોક્કસ અભ્યાસક્રમ, આ બે, ત્રણ પુસ્તકો, બસ. કોઈ પણ વાંચી શકે છે. ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમ અથવા ચૈતન્ય ચરિતામૃત. તમે બધુ જ શીખી જશો. તમારે આટલી બધી મોટી મોટી પુસ્તકો વાંચવાની જરૂર નથી. કારણકે ભગવદ ગીતા એટલી સરસ પુસ્તક છે, જો તમે એક લીટી સમજી જાઓ, તમે એક સો વર્ષ ઉન્નતિ કરો છો. તમે જોયું? તો, મારા કહેવાનો મતલબ, અર્થપૂર્ણ અને એકદમ નક્કર. તેથી અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપેને પ્રકાશિત કરી છે. તમારા લોકોને તેને વાંચવા દો, તેમને પ્રશ્ન પૂછવા દો, અને આ આંદોલન શું છે તે સમજવાનો પ્રયત્ન કરવા દો.

પત્રકાર: મેકમિલન આને પ્રકાશિત કરી રહ્યું છે.

પ્રભુપાદ: હા, મેકમિલન પ્રકાશિત કરી રહ્યું છે.