GU/Prabhupada 0729 - સન્યાસી એક નાનકડો અપરાધ કરે છે, તે હજાર ગણો વિસ્તૃત થાય છે



Arrival Address -- London, March 8, 1975

પ્રભુપાદ: તો ભક્તિવિનોદ ઠાકુરે ગાયું છે, જય સકાલ બિપોદ... (બાજુમાં:) તે હવે જઈ રહ્યું છે. જય સકલ બિપોદ, ગાય ભક્તિવિનોદ, જખોન આમી ઓ નામ ગાઈ, રાધાકૃષ્ણ બોલો બોલો, બોલો રે સોબાઈ. ચૈતન્ય મહાપ્રભુનો પ્રચાર છે દરેકને હરે કૃષ્ણ અથવા રાધાકૃષ્ણ જપ કરવાની વિનંતી કરવી. તો ભક્તિવિનોદ ઠાકુરે કહ્યું હતું કે "જ્યારે હું હરે કૃષ્ણ મંત્ર જપ કરું છું, ત્યારે બધા જ સંકટો જતાં રહે છે." તો આ જગ્યા, આ ભૌતિક જગત, એક ભયાનક જગ્યા છે. પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). વિપદ મતલબ સંકટ, અને પદમ પદમ મતલબ દરેક ડગલે. ભૌતિક જગતમાં તમે બહુ સરળ, શાંત જીવનની આશા ના રાખી શકો. તે શક્ય નથી. અને એક માત્ર ઈલાજ છે શરણ લેવી ચરણકમળોની... ફક્ત મુરારી. મુરારી મતલબ કૃષ્ણ.

સમાશ્રિત પદ પલ્લવ પ્લવમ
મહત પદમ પુણ્ય યશો મુરારે:
ભવામ્બુધીર વત્સ પદમ પરમ પદમ
પદમ પદમ યદ વિપદામ ન તેશામ
(શ્રી.ભા. ૧૦.૧૪.૫૮)

તો તે હમેશા છે... જો તમે એક સારી હોડીમાં રહો, છતાં, કારણકે મંચ પાણી છે તમે વિચારી ના શકો કે હોડી હમેશા બહુ જ સરળ અને કોઈ પણ મુશ્કેલી વગર રહેશે. તો ભૌતિક જગત હમેશા મુશ્કેલીઓથી ભરેલું છે. તો જો આપણે પોતાને ઊભા રાખીએ, આપણા ધોરણમાં, હરે કૃષ્ણનો નિયમિત જપ, તો સંકટો સમાપ્ત થઈ જશે. સંકટો, તે પણ કાયમી નથી. તે આવે છે અને જાય છે જેમ કે ઋતુઓનો બદલાવ. ક્યારેક તે બહુ ગરમ હોય છે; ક્યારેક તે બહુ ઠંડુ હોય છે. તો કૃષ્ણએ સલાહ આપી છે કે આગમાપાયીનો અનિત્યાસ તાંસ તીતીક્ષસ્વ ભારત (ભ.ગી. ૨.૧૪). તો હરે કૃષ્ણ મહામંત્રના જપમાથી વિચલિત થશો નહીં, અને ભયભીત ના થશો કારણકે કોઈ સંકટ છે (અસ્પષ્ટ). કૃષ્ણના ચરણકમળની શરણ ગ્રહણ કરો, હરે કૃષ્ણ મંત્રનો જપ કરો અને સંકટો સમાપ્ત થઈ જશે.

પણ આપણે આવી ભયાનક સ્થિતિનું સર્જન ના કરવું જોઈએ. તે પહેલેથી જ ભયાનક છે. કારણકે ચૈતન્ય મહાપ્રભુ પણ આધ્યાત્મિક જીવન વિશે બહુ સાવચેત હતા. સન્યાશિર અલ્પ છિદ્ર બાહુ કોરી મને. બીજા નિયમોનો ભંગ કરી શકે છે, અને ઘણી બધા પાપમય કાર્યો તે લોકો કરે છે, પણ કોઈ બહુ ગંભીર કાળજી નથી રાખતું. પણ જ્યારે એક ધાર્મિક દળ અથવા એક સન્યાસી થોડો પણ અપરાધ કરે છે, તે હજાર ગણું વધી જાય છે. તેથી આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ એવું કશું પણ કરવામાં જે લોકોની દ્રષ્ટિમાં મોટું થઈ જાય. કારણકે આપણે પ્રચાર કરી રહ્યા છે. આપણે પ્રચાર કરી રહ્યા છીએ, અને હમેશા અસુરોનું દળ હશે જ જે આપણને મુશ્કેલીમાં મૂકવાની ઈચ્છા કરે છે. તે સ્વાભાવિક છે. હિરણ્યકશિપુ પણ, પ્રહલાદ મહારાજનો પિતા હોવા છતાં, તે હમેશા તેમને મુશ્કેલીમાં મૂકતો હતો. પણ જો આપણે નિષ્ઠાવાન રહીએ અને જપ કરતાં જઈએ, આ સંકટો સમાપ્ત થઈ જશે. ભયભીત ના થાઓ. તમારા નિયમિત નીતિનિયમોને અને નિયમિત કાર્યક્રમોને બંધ ના કરો. તે ચાલુ રાખો. કૃષ્ણ પર નિર્ભર રહો, અને ધીરે ધીરે બધુ ઠીક થઈ જશે.

તો હું વિચારું છું, આજે આટલું બસ છે. હવે સમય સમાપ્ત થઈ જાગ્યો છે. અર્ચવિગ્રહને આરામ આપવો જોઈએ. આપણે તેમને અટકાવવા ના જોઈએ. તે ઠીક છે. હરે કૃષ્ણ.

ભક્તો: જય પ્રભુપાદ.